આ વખતે ઘઉંના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, રાજ્યની આ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ પહોંચ્યા 2500 રૂપિયાને પાર, જાણો જુદા-જુદા પાકના ભાવ…

આ વખતે ઘઉંના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, રાજ્યની આ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ પહોંચ્યા 2500 રૂપિયાને પાર, જાણો જુદા-જુદા પાકના ભાવ…

છેલ્લા થોડાક દિવસથી દરેક માર્કેટયાર્ડોમાં મગફળીના ખૂબ જ સારા એવા ભાવ જોવા મળી રહ્યા છે.રાજ્યની દાહોદ APMCમાં ઘઉંના મહત્તમ ભાવ રૂપિયા 2541 રહ્યા છે.ધનસુરા માર્કેટ યાર્ડમાં ઘઉં ના ભાવ 2300 રૂપિયા થી લઈને 2400 રૂપિયાને પાર પહોંચી ગયા છે. આ વર્ષે દરેક પાકો નો સારો એવો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક માર્કેટયાર્ડમાં પાકનો ભાવ સારો એવો બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

રાજ્ય ની દાહોદ માર્કેટયાર્ડમાં ઘઉં ભાવ 2450 રૂપિયાથી લઈને 2541 રૂપિયાને પાર પહોંચી ગયા છે. સુરેન્દ્રનગર માર્કેટ યાર્ડ માં ઘઉં ના ભાવ 2488 થી 2500 પહોંચી ગયા છે. ભરૂચ માર્કેટ યાર્ડ માં ઘઉં ના ભાવ 1900 થી 2200 રૂપિયા ભાવ બોલાઇ રહા છે. ભાવનગરના માર્કેટ યાર્ડમાં ઘઉં ના ભાવ 450 રૂપિયાથી લઈને 595 20 કિલો માટે આટલા રૂપિયાને પાર પહોંચી ગયા છે.

પોરબંદર માર્કેટ યાર્ડના ઘઉં ના ભાવ 280 થી 370 20 કિલો માટે આટલા રૂપિયાને પાર પહોંચી ગયા છે. અમરેલી માર્કેટ યાર્ડના ઘઉંના ભાવ 325 રૂપિયાથી લઈને 574 20 કિલો માટે આટલા રૂપિયાને પાર પહોંચી ગયા છે. આ વર્ષે દરેક પાકો નો ભાવ સારા એવા પ્રમાણમાં બોલાઇ રહ્યો છે. રાજ્યની માર્કેટયાર્ડોમાં મોટા પ્રમાણમાં પાકોની આવક થઈ રહી છે.

આ વર્ષે કમોસમી માવઠાને કારણે અનેક પાકોને નુકશાન પણ થયું છે. પરંતુ તેની સામે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાથી ખેડૂતોને ખૂબ સારા એવા પ્રમાણમાં ભાવ મળી રહ્યા છે. જેનાથી ખેડુતોને નુકસાનની ભરપાઈ થઈ ગઈ છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આપણે જણાવી દઈએ કે આ વર્ષે વાતાવરણને અનિયમિતતાના કારણે કપાસના પાકનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું હતું અને કપાસના પાકનું ઉત્પાદન અને માગ વધારાના કારણે કપાસના ભાવ એતિહાસિક સપાટી પર પહોંચ્યા હતા. કપાસના ભાવ ખૂબ જ વધારે મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.કપાસનો ભાવ 1412 થી 2500 બોલાઇ રહ્યો છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.