ઘરથી ભાગી ગયેલાં પ્રેમી પંખીડાઓ માટે સ્વર્ગ છે આ મંદિર, મહેમાનગતિની સાથે મળે છે પૂર્ણ સુરક્ષા…

ઘરથી ભાગી ગયેલાં પ્રેમી પંખીડાઓ માટે સ્વર્ગ છે આ મંદિર, મહેમાનગતિની સાથે મળે છે પૂર્ણ સુરક્ષા…

જ્યારે પણ પરિવારના સભ્યો લગ્નની વિરુદ્ધ હોય છે ત્યારે ઘણા પ્રેમી- પ્રેમિકા ઘરેથી ભાગી જવા જેવો મોટો નિર્ણય લે છે. જો કે તેવું કર્યા પછી પણ તેમના મનમાં એક ડર રહે જ છે કે પછીથી તેમના પરિવારના સભ્યો અથવા સમાજની અન્ય કોઈ વ્યક્તિ તેમને નુકસાન ના પહોંચાડી દે. આવી સ્થિતિમાં આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ઘર છોડીને ભાગી ગયેલા પ્રેમીઓને આશરો આપવા માટે પ્રખ્યાત છે.

આ મંદિરમાં પ્રવેશ્યા પછી ભાગીને આવેલા પ્રેમી યુગલનું કોઈ કઈ બગાડી નથી શકતું. અમે અહીં જે મંદિરની વાત કરી રહ્યા છીએ તે હિમાચલના કુલ્લુના શાંગડ ગામમાં આવેલું છે. તે શાંગચુલ મહાદેવ મંદિરના નામથી પ્રખ્યાત છે. સો વીઘા જમીનમાં ફેલાયેલા આ મંદિરમાં પ્રેમી યુગલ ખૂબ જ સુરક્ષિત રહે છે. આ મંદિરની સીમામાં પ્રવેશતા જ તમે દેવતાના શરણમાં આવી જાવ છો.

પછી જ્યાં સુધી તમે મંદિરની અંદર છો, ત્યાં સુધી કોઈ તમારું કંઈ બગાડી શકે નહીં. એટલું જ નહીં તેની અંદર આવ્યા બાદ મંદિરના જાળવણી કરનારાઓ તમારી સંભાળ રાખે છે. હવે તમે વિચારતા જ હશો કે આખરે આ મંદિરમાં એવી કઈ વિશેષતાઓ છે જેનાથી પ્રેમી યુગલ અહીં આવીને સુરક્ષિત રહી શકે છે. તો ચાલો આ રહસ્ય પણ ખોલીએ.

આ મંદિર વિશે ઘણી જૂની માન્યતાઓ છે જે મહાભારત સાથે સંબંધિત છે. એવું બન્યું કે પાંડવો તેમના વનવાસ દરમિયાન થોડા દિવસ આ મંદિરમાં રહ્યા હતા. તે દરમિયાન કૌરવો પણ પાંડવોનો પીછો કરતા મંદિરમાં આવી ગયા હતા, જો કે મહાદેવ શંગચૂલે તેમને કહ્યું કે આ મારી સરહદ છે, તેમાં જે પણ આવશે તે મારો શરણાર્થી હોય છે.

તેમનું કોઈ કઈ બગાડી નથી શકતું. મહાદેવની આ વાત સાંભળીને કૌરવો ડરી ગયા અને ભાગી ગયા. બસ ત્યારથી એવી માન્યતા પ્રચલિત થઈ ગઈ છે કે સમાજમાં અસ્વીકાર્ય લોકોને (પ્રેમીઓ સહિત) ને આ મંદિરમાં આશ્રય આપવામાં આવે છે. જણાવી દઈએ કે આ મંદિરને લઈને ખૂબ જ કડક નિયમોનું પાલન કરવામાં આવે છે.

ઉદાહરણ તરીકે ગામની પોલીસ પણ આ મંદિરમાં પ્રવેશ કરી શકતી નથી. આ ઉપરાંત મંદિરની અંદર સિગારેટ, દારૂ, ચામડું અથવા કોઈપણ હથિયાર લઈ જવાની સખત મનાઈ છે. આ સિવાય મંદિરમાં ના તો કોઈ લડાઈ ઝગડોથાય છે અને ના તો કોઈ ઊંચા અવાજથી વાતચીત કરે છે. એ જ કારણ છે કે અહીં આવ્યા બાદ પ્રેમી યુગલો પોતાને સુરક્ષિત અનુભવે છે.

જો તેઓ ઇચ્છે તો આ મંદિરમાં શાંતિપૂર્ણ અને કોઈપણ અવરોધ વિના લગ્ન પણ કરી શકે છે. આ જ કારણ છે કે શંગચૂલ મહાદેવ મંદિર ઘર છોડીને ભાગી જતા પ્રેમીઓમાં ખૂબ જ પ્રખ્યાત છે. ઘણા યુગલો અહીં દૂર દૂરથી આવે છે અને મહાદેવની શરણનો સહારો લે છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *