આ શિવ મંદિર માત્ર એક જ રાતમાં એક જ પથ્થરથી બનાવાયું હતું, દર્શન માત્રથી દુર થાય છે દુખો…

આ શિવ મંદિર માત્ર એક જ રાતમાં એક જ પથ્થરથી બનાવાયું હતું, દર્શન માત્રથી દુર થાય છે દુખો…

આજે આપણે એક એવા મંદિર વિશે વાત કરવા જઈ રહ્યાં છીએ કે જે મંદિર માત્ર એક જ રાતમાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિર મહારાષ્ટ્ર નજીક આવેલા અંબરનાથ શહેરમાં આવેલું છે. મંદિરમાં મળેલા શિલાલેખ મુજબ રાજા મનબાનીએ 1060 એડીમાં બનાવ્યું હતું. આ મંદિરને પાંડવો મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.

અંબરનાથ મંદિર 11મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક હિન્દુ મંદિર છે. આ મંદિરને અંબરેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર ઈ.સ.1060માં હેમાડપંતી વાસ્તુ-શૈલીમાં સુંદર કોતરણીવાળા પથ્થર વડે શિલાહર રાજા ચિત્તરાજા દ્વારા બનાવવામાં આવ્યો હતો.

પૌરાણિક કથા પ્રમાણે તેને પાંડવોએ એક જ પથ્થરથી બનાવ્યું હતું. પાંડવોએ પોતાના અજ્ઞાતવાસ દરમિયાન થોડાં વર્ષ અંબરનાથમાં વિતાવ્યાં હતાં અને આ મંદિર તેમણે એક જ રાતમાં વિશાળ પથ્થરો દ્વારા બનાવ્યું હતું. કૌરવો દ્વારા સતત પીછો કરવામાં આવતો હોવાથી આ સ્થાન તેમણે છોડવું પડ્યું હતું. મંદિરની આસપાસ અનેક પ્રાકૃતિક ચમત્કાર છે. ગર્ભગૃહ પાસે ગરમ પાણીનો કુંડ છે. તેની પાસે એક ગુફા છે. જેનો રસ્તો પંચવટી સુધી જાય છે તેવું ઉલ્લેખવામાં આવે છે.

નદીના તટ પર સ્થિત આ મંદિરની આસપાસ આંબા અને આંબલીના ઘટાદાર વૃક્ષ જોવા મળે છે. આ મંદિરની સ્થાપત્યકળા જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે અને આ મંદિરની બહાર દીવાલો પર ભગવાન શિવના અનેક રૂપ જોવા મળે છે. સાથે જ અહીં દેવી દુર્ગાને અસુરોનો નાશ કરતા દેખાડવામાં આવ્યા છે. આ મંદિરની અંદર અને બહાર બ્રહ્મદેવની ઓછામાં ઓછી 8 મૂર્તિઓ બનેલી છે.

આ મંદિરની બહાર બે નંદી બળદ બનાવવામાં આવ્યાં છે. મંદિરમાં પ્રવેશવા માટે 3 મુળમંડપ છે. મંદિરની અંદર જતા સભામંડપ સુધી પહોંચો અને ત્યાર બાદ ગર્ભગૃહ 9 સીડિની નીચે આવેલું છે. મંદિરના શીર્ષ ભાગ પર શિવ નૃત્યની મુદ્રામાં દેખાય છે.

આ મંદિર ઝાડની વચ્ચે આવેલું છે. મંદિરના ગર્ભગૃહ પાસે ગરમ પાણીનો પૂલ પણ છે. તેની નજીક એક ગુફા પણ છે જેને કહેવામાં આવે છે કે તેનો માર્ગ પંચવટી તરફ દોરી જાય છે. યુનેસ્કોએ અંબરનાથ શિવ મંદિરને સાંસ્કૃતિક વારસો જાહેર કર્યો છે. વલધન નદીના કાંઠે આવેલું આ મંદિર કેરી અને આમલીનાં ઝાડથી ઘેરાયેલું છે.

અહીં શિવરાત્રીના તહેવાર પર મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળો 3થી 4 દિવસ ચાલે છે અને તેમાં ભારે ભીડ જોવા મળે છે. એવું પણ કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવ કેટલાંક વર્ષ અંબરનાથમાં રહ્યા હતા અને તેમણે વિશાળ પથ્થરોથી એક જ રાત્રિમાં આ મંદિરનું નિર્માણ કર્યું હતું. પરંતુ, તેઓ આ સ્થાન છોડીને ગયા બાદ મંદિરનું કામ પૂર્ણ થઈ શક્યું નહીં.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.