ગ્રીષ્મા જેવી કોઈ દીકરી ભોગ ન બને એ માટે આ વ્યક્તિ દીકરીઓને આપશે કટાર…

સુરત જિલ્લાના પાસોદરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં જાહેર ગળું કાપી ગ્રીષ્મા વેકરીયાની હત્યાની ઘટનાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગ્રીષ્માના પરિવારજનોની સામે તેમજ અંદાજે નજીકના રહીશોની સામે જે રીતે ફેનિલ ગોયાણીએ અત્યંત ઘાતકી રીતે ગ્રીષ્માને મોતને ઘાટ ઉતારી તે ઘટના કાળજું કંપાવનારી હતી. આ ઘટનાને પગલે શાળા-કોલેજની વિદ્યાર્થીનીઓ, યુવતીઓને સ્વ રક્ષા અભિયાન અંતર્ગત સકત નારી સશ્કત સમાજ માટેની ઝુંબેશ સુરત સિટી પોલીસે શરૂ કરી સેલ્ફ ડિફેન્સની ટ્રેનીંગ શાળા-કોલેજમાં શરૂ કરવામાં આવી છે.
જોકે બીજી તરફ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ દિનેશ અણઘણે સોશિયલ મીડિયા પર બહેનોના સ્વરક્ષણ માટે વિના મુલ્યે કટાર મેળવોના ટાઈટલ સાથે એક પોસ્ટ શેર કરી છે. જેને પગલે સુરત પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી. પોસ્ટમાં મેસેજ વાયરલ કરનારે એક ખાનગી ન્યુઝ ચેનલ સાથે વાત કરી હતી.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષે આ પોસ્ટ મૂકવામાં આવતાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા હતાં. એટલું જ નહીં પણ દિનેશ અણઘણે પોસ્ટ મુકતાં સુરત પોલીસ પણ એલર્ટ જોવા મળી હતી.
આ પોસ્ટને લઈને દિનેશભાઈએ જણાવ્યું હતું કે, ગ્રિષ્મા વેકરિયાની હત્યા થઈ હતી તેમાં જો ગ્રિષ્મા પાસે જો એક હથિયાર હોત તો આ ઘટના ન બની હોત. ત્યારે વધુમાં કહ્યું કે, પોસ્ટ ફેસબુક મારફતે વાયરલ થતાં સુરત પોલીસના ક્રાઈમ બ્રાંચ દ્વારા પણ દિનેશ અણઘણને બોલાવામાં આવ્યા હતા અને ત્યાર બાદ પોલીસ દ્વારા આ પોસ્ટ ડિલેટ કરવાની વાત કરી હતી.
ત્યારે આ બાબતે દિનેશ અણઘણે આ વાત ને નકારી કાઢી હતી અને કહ્યું કે, સરકારની નીતિ મુજબ કટારની વહેંચણી કરવામાં આવશે અને જો કોઈ આ બાબતે પોસ્ટને લઈને કોઈ ગુનો બનતો હોય તો ગુનો દાખલ કરી શકો તેવું નિવેદન ખાનગી ન્યુઝ સાથે ટેલિફોનિક વાત કરીને આપ્યું હતું.