આ પ્રેમી-પંખીડાએ તો તમામ હદો વટાવી, જુઓ જાહેરમાં જ કરવા લાગ્યા કિસ અને ચુમ્મા ચાટી, જુઓ વિડીયો…

“પ્યાર દોનોને કિયા, બુરા જમાને કો લગા, ઓર જીઆરપી ને કેસ દર્જ કર લીયા” આ ઘટના મુંબઇના થાણે સ્થિત ડોમ્બીવલી સ્ટેશન ની છે ફિલ્મજગત નું પ્રખ્યાત ગીત “જબ પ્યાર કિયા તો ડરના ક્યા” આજના જમાનાના સલીમ અને અનારકલી ને સોશિયલ મીડિયા એ વિશ્વમાં હલબલી મચાવી દીધી છે ત્યારે જીઆરપી દ્વારા મુઘલે આઝમ બનીને યુવક અને યુવતી પર કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે.
આ પ્રેમી પંખીડાઓ ધોળા દિવસે યુક્રેન પર ફાયર નહોતું કરી રહ્યું,તેમની ભૂલ માત્ર એટલી જ હતી કે તેઓ જાહેરમાં કિસ અને સ્મુચ કરી રહ્યા હતા. ઘટના રેલવે સ્ટેશન પર બની હોવાથી આ મામલે તુરંત ફરિયાદ દાખલ કરી દેવામાં આવી હતી. જણાવી દઈએ કે યુગલનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા માં ભારે વાયરલ થયો છે જે, દેશવિદેશમાં ચર્ચાનો મુદ્દો બની ગયો છે.
ડોંબિવલી રેલવે સ્ટેશન પર કિસ કરી રહેલા યુગલ ની ચર્ચા ચારેકોર થઈ રહી છે. કપલના 21 સેકન્ડ નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ચૂક્યો છે. પ્લેટફોર્મના કિનારે ઊભા રહીને આ યુગલ દુનિયા ભૂલીને, એકબીજાના આલિંગનમાં મશગૂલ થઈને એકબીજાને કિસ કરી રહ્યા છે. વીડિયોમાં અવાજ ઉપરથી રેલવે સ્ટેશનનું એનાઉન્સમેન્ટ પણ સાંભળવા મળે છે, પરંતુ આ પ્રેમી પંખીડાની જોડીને તે જાહેરાતથી શું લેવાદેવા? ટ્રેન આવે કે જાય તેમને શું મતલબ? તેમના માટે તો આ સમય બસ અહીં જ થંભી જાય એવા વહેમમાં બંને ખોવાઈ ચૂક્યા હતા.
મુંબઇના થાણે વિસ્તારના ડોંબિવલી રેલ્વે સ્ટેશનની આ ઘટના છે, આ મામલે રેલવે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે કાર્યવાહી શરૂ કરીને તપાસ આદરી દીધી છે હવે, પોલીસને તપાસ દરમિયાન શું જાણવા મળે તો ભગવાન જાણે પણ વિડીયોમાં જે જાહેરાતમાં સંભળાઈ રહ્યું છે.એમાં કહેવામાં આવી રહ્યું છે કે, પ્લેટફોર્મ નંબર 4 પર આવેલી મુંબઈ લોકલ 11:00 વાગ્યાની ચાર મિનિટની છે.
डोंबिवली रेल्वे स्टेशनवर तरुण-तरुणी किसिंग करत असतानाचा व्हिडीओ व्हायरल pic.twitter.com/GUAXXjdWS8
— Anish Bendre (@BendreAnish) March 12, 2022
ઘટના વિશે આસપાસના લોગો અને સ્થાનિક લોકો ખૂબ જ નારાજ છે. તેઓ કહી રહ્યા છે કે, ગુનાહિત પ્રવૃત્તિઓ માટે ડોમ્બિવલી પહેલાથી જ બદનામ છે. ત્યારે હવે આ કિસિંગ નો વિડીયો વાયરલ થવાથી ખૂબ જ બદનામી સહેવી પડે છે.
આજ યુગલ નો એક બીજો વીડિયો સામે આવ્યો છે. જેમાં પણ તેઓ એકબીજાને કિસ કરી રહ્યા છે. અને આ વિડીયો મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ રેલ્વે સ્ટેશનનો છે. જાણવા મળ્યું છે આ વિડીયો બદલાઈ ગયો છે પણ પ્રેમીયુગલ એનું એ જ છે.આ પ્રેમી યુગલનો પહેલો વિડીયો પર ખૂબ વાયરલ થયો હતો અને આ બીજો નવો વીડિયો ખૂબ વાયરલ થયો છે.
डोंबिवली रेल्वे स्टेशनवर तरुण-तरुणी किसिंग करत असतानाचा व्हिडीओ व्हायरल #Couple #Kissing #SocialMedia #ViralVideo pic.twitter.com/KBK462Ov7c
— Anish Bendre (@BendreAnish) March 12, 2022