આ પાકિસ્તાન થઈ ગયું છે, તમે હિન્દુઓ અહીંથી ભાગી જાઓ, જાણો શું છે આખો વિવાદ…

રાજકોટ: ધંધુકામાં થયેલી કિશન ભરવાડ હત્યા કેસના પડઘા હજુ તો સમાયા નથી કે, ત્યાં જ રાજકોટમાં બે ધર્મના લોકો વચ્ચે વૈમનસ્ય પેદા કરતો એક બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્યામા પ્રસાદ મુખર્જી નગર આવાસ યોજનાના રહેવાસીઓના whatsapp ગ્રુપમાં શિવાજી મહારાજ અંગે એક અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે. જે અભદ્ર ટિપ્પણીના કારણે લોકોની ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે, યુનિવર્સિટી પોલીસ દ્વારા બે અલગ અલગ ગુના નોંધી ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારની કોમેન્ટ કરનાર એડવોકેટ સોહિલ મોરની અટકાયત કરવામાં આવી છે.
શિવાજી મહારાજ માટે લાગણી દુભાય તે પ્રકારની કોમેન્ટ કરાઇ હતી
બે દિવસ પૂર્વે રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ શહેર ખાતે પણ શિવસેના તેમજ અન્ય સામાજિક સંગઠન દ્વારા શિવાજી જયંતિ નિમિત્તે શિવાજીની પ્રતિમાને ફુલહાર પહેરાવી તેમજ રેલી યોજી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શ્યામા પ્રસાદ મુખર્જી નગર આવાસ યોજનાના રહેવાસીઓના whatsapp ગ્રુપમાં શિવાજી જયંતિ નિમિત્તે એક ફોટો મુકવામાં આવ્યો હતો. જે ફોટો મુકતા રોકેટ સોહીલ નોટ દ્વારા શિવાજી મહારાજ માટે લોકોની ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારની કોમેન્ટ કરવામાં આવી હતી.
‘તમે બધા મુસ્લિમ બની ગયા છો તમે હિંદુ અહીંથી ભાગી જાવ’
કોમેન્ટ કર્યા બાદ જ્યોતિબા સોઢા દ્વારા કોમેન્ટ કરનાર નંબર પર ફોન કરવામાં આવ્યો હતો. જ્યોતિબા સોઢા દ્વારા ફોન કરવામાં આવતા સામેથી સોહીલ મોર બોલે છે તેમ જણાવ્યું હતું. શિવાજી મહારાજ વિશે કોમેન્ટ કરવા બાબતે પૂછતાં સોહીલે કહ્યું હતું કે, હજુ પણ કોમેન્ટ કરીશ તમારે ગ્રુપમાંથી રીમુવ થઈ જવું હોય તો થઈ જાવ. સોહીલ મોરે વધુમાં જણાવ્યું હતું કે, અહીંયા પાકિસ્તાન થઈ ગયું છે અને તમે બધા મુસ્લિમ બની ગયા છો તમે હિંદુ અહીંથી ભાગી જાવ.
જ્યોતિ બેનના ફ્લેટના દરવાજા પર લાગેલા ગણપતિનો ફોટો તોડી નાંખ્યો
સમગ્ર મામલે સોહિલ ઉશ્કેરાઈ જતા જ્યોતિબેન ફ્લેટની સામે ના ફ્લેટ પાસે હાથમાં છરો લઇ મોટા મોટા અવાજ સાથે બેફામ ગાળો બોલતો હોવાનું સામે આવ્યું હતું. તેમજ જ્યોતિ બેનના ફ્લેટના દરવાજા પર લાગેલા ગણપતિ ભગવાનના ફોટાવાળી ફ્રેમ નીચે પાડી નુકસાન પહોંચાડ્યું હતું. તેમજ ગણપતિ ભગવાનનું તોરણમાં પણ ચપ્પુ મારી તેને તોડી નાખ્યું હતું.
પોલીસ સાથે પણ એડવોકેટ સોહીલ મોરે ગાળાગાળી કરી હતી
સમગ્ર મામલે રાજકોટ શહેર પોલીસ કંટ્રોલરૂમમાં ફરિયાદ નોંધાવતા કંટ્રોલરૂમ દ્વારા યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી. યુનિવર્સિટી પોલીસને જાણ થતાની સાથે યુનિવર્સિટી પોલીસની પીસીઆર શ્યામા પ્રસાદ મુખર્જી આવાસ યોજના ખાતે પહોંચી હતી. ઘટના સ્થળ પર પહોંચેલી યુનિવર્સિટી પોલીસ સાથે પણ એડવોકેટ સોહીલ મોર દ્વારા ગાળાગાળી કરવામાં આવી હતી. તેમજ ઉશ્કેરાઈ જઈ પોલીસને ઢીકા પાટુનો માર પણ મારવા લાગ્યો હતો. ત્યારબાદ યુનિવર્સિટી પોલીસ સ્ટાફ દ્વારા બળપ્રયોગ કરી સોહિલને પકડી પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેની વિરુદ્ધ પોલીસની ફરજમાં રૂકાવટ તેમજ મારકૂટ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
વીડિયોમાં જાણો શું છે આખો વિવાદ
રાજકોટમાં ધાર્મિક લાગણી દૂભાઈ તેવી શિવાજી મહારાજ વિરોધી ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો.સોહિલ મોર નામના વ્યકિતએ પોસ્ટ મુકી હતી,શિવાજી મહારાજની જયંતિને લઇ મુકી હતી પોસ્ટ pic.twitter.com/BMBBDvvjNH
— News18Gujarati (@News18Guj) February 22, 2022
ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારની કોમેન્ટ કરનાર એડવોકેટ સોહીલ મોર પોતે કટ્ટર કોમવાદી માનસિકતા ધરાવતો હોવાનું સામે આવ્યું છે. સોહીલ મોર દ્વારા સોશિયલ મીડિયામાં હિઝાબને ખુલ્લુ સમર્થન આપવામાં આવ્યું છે. પોતાના whatsapp પ્રોફાઇલમાં તેને હિઝાબને સમર્થન આપતો ફોટો મૂક્યો છે.
ત્યારે સમગ્ર મામલે રાજકોટ શિવસેનાના પ્રમુખ અડવાણી દ્વારા પોલીસને કડક કાર્યવાહી કરવાની અપીલ કરવામાં આવી છે. તેમજ જે પ્રમાણે સોહીલ મોર દ્વારા શિવાજી મહારાજ અંગે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે તેને ક્યારેય પણ સાંખી લેવામાં નહીં આવે તેમ પણ જણાવ્યું છે.