ભારતની આ હૉટ એક્ટ્રેસ જોડાણી અમેરિકન આર્મીમાં, શું મળી ત્યાં મોટી જવાબદારી, ભારતની કઈ ફિલ્મમાં કર્યો હતો અભિનય…

નવી દિલ્હીઃ યૂક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને લઇને યૂક્રેનના લાખો નાગરિકો આર્મી જૉઇન્ટ કરી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે એક એવા સમાચાર સામે આવ્યા છે, જેમાં ભારતીય એક્ટ્રેસે અમેરિકન આર્મી જૉઇન કરી લીધી છે. આ એક્ટ્રેસનુ નામ છે. અકિલા નારાયણન. અકિલા નારાયણન ભારતીય મૂળની સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તામિલ એક્ટ્રેસ છે, અને હાલમાં જ તે અમેરિકન આર્મીમાં જૉઇન્ટ થઇ છે, આ સાથે જ તેને વિદેશી ભૂમિ પર ભારતનુ નામ રોશન કર્યુ છે.
વકીલ તરીકે આર્મીમાં જોડાઇ એક્ટ્રેસ-
ભારતીય એક્ટ્રેસ અકિલા નારાયણન યુનાઇટેડ સ્ટેટ્સ આર્મ્ડ ફોર્સિસમાં જોડાઇ ગઇ છે, અને તેને ત્યાં વકીલ તરીકેની જવાબદારી મળી છે, એટલે કે તે ફોર્સમમાં વકીલ તરીકે જોડાઇ છે. અકિલાએ યુ.એસ આર્મીમાં જોડાવા માટે અનેક મહિનાઓ સુધી સશસ્ત્રદળમાં પ્રવેશ માટે અમેરિકન સૈન્યમાં પ્રશિક્ષણ મેળવ્યું હતું. આ પ્રશિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેની પસંદગી અમેરિકન સૈન્યમાં કરવામાં આવી છે. અકિલા અમેરિકન સૈન્યને કાનૂની સલાહ આપવાનું કામ કરશે.
હૉરર ફિલ્મમાં કર્યુ હતુ કામ-
ગયા વર્ષે ડિરેક્ટર અરુણ હૉરરની ફિલ્મ કાદમપરીથી તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાનું ડેબ્યૂ કરનાર અકિલા હવે અમેરિકન સૈન્યમાં પોતાની સેવા આપશે.
મ્યૂઝિકલ સ્કૂલ પણ ચલાવે છે-
અકિલા ઓનલાઇન મ્યુઝિક સ્કૂલ પણ ચલાવે છે. જેનું નામ નાઇટિંગેલ સ્કૂલ ઓફ મ્યુઝિક છે. આ સાથે યંગર કોમ્યુનિટીને પ્રેરણા આપવા માટે કમ્યુનિટી યાત્રા પણ કરે છે. અકિલા નારાયણ ઉપરાંત પરિવારના અન્ય સભ્યો સુમતિ નારાયણન, નરસિંઘમ નારાયણન, ઐશ્વર્યા નારાયણન, સહગર કુંડવાદિવેલુ, ઉમા સહગર, આદિત્ય સહગર ગર્વથી પોતાને સૈન્ય પરિવાર કહે છે અને અમેરિકન સૈન્યમાં સેવા આપવાને પોતાનું કર્તવ્ય ગણે છે.