આ પરિવાર ગામડામાં રહીને કરોડપતિ બન્યો, વિદેશીઓ પણ તેની કામ કરવાની પદ્ધતિ જોવા આવે છે…

આ પરિવાર ગામડામાં રહીને કરોડપતિ બન્યો, વિદેશીઓ પણ તેની કામ કરવાની પદ્ધતિ જોવા આવે છે…

આજના સમયમાં લોકો ગામડું છોડીને શહેરોમાં વસે છે કારણ કે લોકો પૈસા કમાવવા છે. જો તમરા પોતાના આવડત હોય તો તમે ગામડાઓ પણ સફળતાનાં શિખર પહોચીને ધનવાન બની શકો છો. આજે અમે આપને એક એવા જ પરિવારની વાત કરીશું જેઓ આજે કરોડપતિ છે, છતાં પણ ટેઇ ગામમાં સાદગી ભર્યું જીવન પસાર કરે છે. આજના સમયમાં જ્યારે દિકરાઓની વહુ શહેરમાં જવાનું ઈચ્છા વ્યકય કરતી હોય છે, ત્યારે આગ ઘરની બને વહુ ઉચ્ચ અભ્યાસર ધરાવતી હોવા છતાં પણ તેઓ ગામડા રહી ને ખેતી અને પશુ પાલન કરે છે.

ચાલ અમે આપને આ ઘટના વિશે સંપુર્ણ માહિતી આપીએ કે, આખરે આ પરિવાર કોણ છે, જેમને આટલી સફળતા મેળવી લીધી હોય. આ વાત છે પર જૂનાગઢ જિલ્લાનાં કરોડપતિ પરિવારની જે શહેરમાં વસવાને બદલે ગામડામાં રહીને એકદમ સાદું અને સરળ જીવન જીવે છે. જૂનાગઢ પરસોત્તમભાઈ સિદપરા, પત્ની સુશિલાબેન, પોતાના બંને પુત્રો અને તેમના પરિવાર સાથે જામકા ગામમાં રહે છે.

આ પરિવારે પ્રથમ 2 ગાયથી પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. અને આજે 100 જેટલી નાના મોટી ગાયો તથા ગોવંશ દ્વારા પતાની 36 વીઘા જમીન અને બીજા ખેડૂતોની 150 વિઘા જમીન મળી અંદાજે 200 વીઘાની આસપાસ ગાય આધારિત ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરે છે. જેને જોવા માટે વિદેશીઓ પણ આવે છે.સૌથી મહત્વની વાત એ છે કે, આ પરિવાર ખેતી અને પશુપાલન જેવી પ્રવૃતિઓ કરી લાખો રૂપિયાનો બિઝનેસ કરે છે.

જો આ પરિવારના પુત્રોની વાત કરવામાં આવે તો એકની પાસે BBA અને બીજાની પાસે B.COM ની ડિગ્રી છે છતા તેઓ બન્ને ભાઈઓ શહેરમાં નોકરી કરવા માંગતા નથી.પિતાના પશુપાલનના વ્યવસાયમાં જોડાઈ ગયા છે અને ગામડામાં રહીને પિતાની સાથે મળીને ખેતી કરીને એક સુખમયી જીવન ગાળી રહ્યા છે. દરેક લોકો આ વ્યવસાય સાથે જોડાયને પોતાની એક બ્રાન્ડ ઉભી કરી અને આજે બિઝનેસ પણ ખજન જ સારો ચાલી રહ્યો છે.

સૌથી મહત્વની વાત એ છે કે, આજના સમયમાં ઘરમાં આવેલ પુત્ર વધુઓ ને ગામડામાં રહેવું પસંદ ન હોય એવું બની શકે પરતું આ ઘરમાં મોટા ભાગના લોકો શિક્ષિત છે કોઈની પાસે BBA તો કોઈની પાસે B.COMની ડિગ્રી છે આટલુ ભણેલા હોવા છતા આ પરિવારના તમામ સભ્યો ગામડામાં રહેવાનું પસંદ કરે છે. આ પરિવારનું પુત્રવધુ પણ ગામડામાં જ રહીને પશુપાલનમાં મદદ કરે છે. પરસોત્તમભાઈના મોટા પુત્ર ભાવિનની પત્ની શ્રધ્ધાએ BBA કર્યું છે. નાના પુત્ર કિશનની પત્નીએ બીકોમ કર્યું છે. વંદના અને શ્રધ્ધા સાથે રહીને ગામડામાં ખેતી અને પશુપાલન જેવી પ્રવૃતિઓમાં પોતાના પતિને હોંશભેર મદદ કરે છે. આ પરિવાર ગીર ગાય સંવર્ધનની પણ કામગીરી કરે છે.

આ પરિવારનો આજે પશુપાલનનો સારો એવો વ્યવસાય જામી ગયો છે તેમની પાસે હાલમાં 105 ગાય છે અને આ ગાયો મારફતે દરરોજ 250 લિટર દુધનું ઉત્પાદન કરી રહ્યા છે. આ દુધમાંથી તેઓ દુધની પ્રોડ્કટ બનાવીને વિદેશમાં વેચીને તગડો નફો કરી રહ્યા છે. દુધમાંથી બનાવેલ તેમની પ્રોડક્ટની વિદેશમાં ખુબજ માંગ છે. દુધની પ્રોડક્ટ સાથે – સાથે તેઓ ખેત પેદાશો જેવી કે અનેક પ્રકારની દાળ પકવે છે અથવા તો અન્ય કોઈ ખેત પેદાશો પકવે છે તેનું ઘરે જ પેકિંગ કરી પણ વેચાણ કરે છે.પ્રાઇવેટ નોકરી કરવાનો મોહ રાખે છે અને ખેતીમાં રસ ધરાવતા નથી, પરંતુ જો યોગ્ય રીતે ખેતી કરવામાં આવે તો તેના દ્વ્રારા પણ સારી કમાણી કરી શકાય છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.