આ ભાઈ અમેરિકાની લાખોની નોકરી છોડીને ભારત પાછા આવ્યા, પછી 20 ગાય ખરીદી, અત્યારે દર વર્ષે કમાય છે 44 કરોડ રૂપિયા…

આ ભાઈ અમેરિકાની લાખોની નોકરી છોડીને ભારત પાછા આવ્યા, પછી 20 ગાય ખરીદી, અત્યારે દર વર્ષે કમાય છે 44 કરોડ રૂપિયા…

જિંદગી માં પૈસા જ બધું નથી હોતું. લોકો ને પૈસા થી જ સંતોષ નથી મળતો. લોકો સંતોષ મેળવવા કોઈ પણ હદે જાય છે. આઈ.આઈ.ટી. ખડગપુરમાંથી ભણેલા એન્જિનિયર કિશોર ઈન્દુકુરી ને જ જોઈ લો. કિશોર તેની માસ્ટર ડિગ્રી અને પીએચડી પૂર્ણ કર્યા પછી યુએસ ગયો હતો. પછી તે અમેરિકા જય ને થોડો સમય ભણ્યા પછી, તેને અમેરિકા ની સારી એક હાઇટેક કંપનીમાં ઉચ્ચ પગારની નોકરી મળી ગઈ હતી.

પરંતુ કિશોર ને આ નોકરીથી સંતોષ ન હોતો. અમેરિકા રહેતા – રહેતા કિશોર ને પોતાનું ગામ અને ભારત ખુબ યાદ આવતું. આવી સ્થિતિમાં, અને તે પછી તેણે તેને માટે ઇન્ટેલ કંપનીની સારી નોકરી છોડી અને ભારતમાં પોતાના વતન કર્ણાટક પાછા આવી ગયા. કિશોર સાદગીભર્યું જીવન જીવવા માટે ખુબ ઉત્સુક હતો. તેને અમેરિકાની વૈભવી જિંદગી ને પસંદ ન હતી. તેઓ તેમના દેશ ભારત માં રહી ને કઈક કરવા માંગતા હતા.

ભારત આવ્યા પછી તેમના જીવન નો સાથી મોટો વળાંક આવ્યો અને તે. અહીં આવીને, તેનું આખું જીવન બદલાઈ ગયું. જોકે શરૂઆતમાં પણ તેણે ખૂબ જ મહેનત કરી હતી. અમેરિકાથી ભારત આવતાની સાથે જ, તેણે પહેલા 20 ગાય ખરીદી અને ડેરીનો ધંધો શરૂ કર્યો. આ 2012 ની વાત છે. પછી જોત જોતા જ તેણે તેમનો વ્યવસાય એટલો મોટો કરી નાખ્યો કે, આજે તે વાર્ષિક 44 કરોડ રૂપિયાની કમાણી કરે છે.

ખરેખર, ભારત આવ્યા પછી, કિશોરે જોયું કે અહિયાં શહેરમાં સારું અને સ્વસ્થ દૂધ લોકો ને ખુબ ઓછી માત્રા માં મળી રહ્યું છે. તેથી તેણે ગાય ખરીદી અને લોકોને ઓર્ગેનિક દૂધ પહોંચાડવાનું શરૂ કર્યું. શરૂઆતમાં, તેમણે પોતે અને તેના પરિવારના સભ્યો સાથે ગાયનું દૂધ નીકળ્યું હતું. ત્યારબાદ તેણે ઇન્સ્ટોલ-ફ્રીઝ-સ્ટોર સિસ્ટમમાં પૈસા લગાવ્યા. આ સાથે, તેમનું દૂધ ગાય માંથી કાઢી અને પછી ગ્રાહકો સુધી પહોચાડવા માટે ખુબ સુરક્ષિત હતું.

કિશોર ઇન્દુકુરીના ડેરી ફાર્મનું નામ ‘સીડ્સ ફાર્મ’ છે. તેણે તેનું નામ તેમના પુત્ર સિદ્ધાર્થ પર રાખ્યું છે. વર્ષ 2018 માં, તેના 6,000 થી વધુ ગ્રાહકો હતા. ત્યારબાદ તેઓ હૈદરાબાદ અને તેની આસપાસના વિસ્તારોમાં દૂધ પહોંચાડતા હતા. પરંતુ હાલમાં તેઓ દૈનિક 10,000 ગ્રાહકોને દૂધ પહોંચાડે છે. આને કારણે તેની વાર્ષિક આવક આશરે 44 કરોડ રૂપિયા આસ પાસ થાય છે.

કિશોર ઇન્દુકુરીની વાર્તા ઘણા લોકોને પ્રેરણા આપે છે.જમીન થી જોડાયેલા કોને કહેવાય તે આપડે આજે તેની પાસે થી શીખવા મળે છે. આજના યુવાનોનું વિદેશ જવાનું સપનું રાખે છે. પરંતુ કિશોર ઇન્દુકુરી પોતાનું સપનું પૂરું કરવા માટે વિદેશ છોડી ભારત પાછા આવી ગયા અને પછી, ભારત માં રહી ને પોતાનો ધંધો જમાવ્યો.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275