વરઘોડામાં થયો દારૂનો વરસાદ, દારૂબંધીના સરેઆમ ધજાગરા, તમે પણ જુઓ વિડીયો…

વરઘોડામાં થયો દારૂનો વરસાદ, દારૂબંધીના સરેઆમ ધજાગરા, તમે પણ જુઓ વિડીયો…

ગુજરાતમાં દારુબંધીની પોલ ખુલતો વીડિયો થયો વાયરલ, વરઘોડામાં બેફામ થઇને દારુની છોળો ઉડાડતા જોવા મળ્યા

ગાંધીના ગુજરાતમાં દારુબંધી માત્ર કાગળો પર જ લાગે છે. કારણ કે એક દિવસ એવો હોતો નથી કે દારુબંધીની પોલ ખોલતી ઘટના ન બની હોય. રોજબરોજ કાયદાની શેહશરમ વિના બેફામ દારુની મહેફિલો અને દારુની અડ્ડા ધમધમી રહ્યા હોવાનું આપણે વારંવાર સમાચારોમાં જોઇએ છીએ ત્યારે ફરી એકવાર દારુબંધીના નિયમો નેવે મુક્યા હોવાની ઘટના સામે આવી છે.

વાયરલ વીડિયો ઉનાનો હોવાનું અનુમાન

લગ્નની સિઝન ચાલી રહી છે પરંતુ કેટલાક લગ્નપ્રસંગોમાં તો બોટલો ન ખૂલે ત્યાં સુધી લગ્ન ગણાય જ નહી તેવી પરંપરા હોય તેમ લાગી રહ્યુ છે. એક વીડિયો વાયરલ થયો છે જેમાં વરઘોડામાં લોકો બેફામ થઇને દારુની છોળો ઉડાડતા નજરે પડી રહ્યા છે. એક બે નહી પરંતુ 3 થી 4 લોકો દારુબંધીના લીરેલીરાં ઉડાવતા જોવા મળી રહ્યા છે. દારુબંધીનો કાયદાનું પાલન કરાવવામાં પોલીસની નિષ્ફળતા છતી થઇ છે. આ વાયરલ વીડિયો ઉનાનો હોવાનુ અનુમાન છે.

ગીરસોમનાથના SP અજાણ

ગીર સોમનાથના SP રાહુલ ત્રિપાઠીએ આ મામલે કંઇ બોલવાનો ઇન્કાર કરી દીધો છે. તેઓનું કહેવુ છે કે વીડિયોની તપાસ કર્યા પહેલા તેઓ કંઇજ કહેવા માટે સક્ષમ નથી. ત્યારે અહીં સવાલ એ થાય કે જાહેરમાં કાયદાનું ઉલ્લંઘન થાય. આટલી બધા લોકો વચ્ચે દારુની છોળો ઉડે અને પોલીસ આ ઘટનાથી અજાણ કેવી રીતે હોઇ શકે ?

સળગતા સવાલ

ત્યારે અહીં સવાલ એ થાય છે કે ગુજરાતમાં દારુબંધી છે તો પછી અમલવારી કેમ નહી ? લોકોના ઘરે સુધી દારુ પહોંચી જાય છે કેવી રીતે ? શું કરી રહી છે પોલીસ ? કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરનાર પોલીસ કેમ દારુબંધીની અમલવારી કરાવવામાં નિષ્ફળ ? ખુલ્લેઆમ દારુની છોળો ઉડાડવામાં આવી રહી છે, શું આ શખ્સોને નથી પોલીસનો ડર ? ગુજરાતમાં દારુબંધીનો કાયદો કાગળ પર ? પોલીસ દ્વારા આવા વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવે છે પરંતુ દારુબંધીના ખુલ્લેઆમ ધજાગરા થતા હોય તે પોલીસને કેમ નથી દેખાતું ? કાયદાનું ઉલ્લંઘન થયા બાદ તંત્ર દ્વારા કાર્યવાહીના આદેશો આપીને કેમ સંતોષ માનવામાં આવે છે ? શું ખરેખર ગુજરાતમાં દારુબંધી છે ખરા ?

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.