સુરતમાં ઠેર-ઠેર ચપ્પા લઈને ફરતા લવરમૂછિયાઓનું પોલીસ કંઈ નથી કરી શકતી! માત્ર 13 દિવસમાં 7 હત્યા…

સુરતમાં ઠેર-ઠેર ચપ્પા લઈને ફરતા લવરમૂછિયાઓનું પોલીસ કંઈ નથી કરી શકતી! માત્ર 13 દિવસમાં 7 હત્યા…

ડાયમંડ સિટી સુરતમાં હત્યાનો સિલસિલો અટકવાનું નામ લેતું નથી. સુરતમાં છેલ્લા 13 દિવસમાં 7 હત્યાના બનાવો સામે આવ્યા છે, જેમાં પાણીપૂરીની લારી પર 2 ટપોરીએ યુવતીની છેડતી કરી વૃદ્ધને મોતને ઘાટ ઉતારી દીધો તો રાંદેરમાં લઘુશંકા કરનાર યુવકને ઠપકો આપતાં 4 હત્યારાએ સિક્યોરિટી ગાર્ડની હત્યા કરી નાખી હતી. જ્યારે રાંદેરમાં ધોળે દિવસે જીલાની બ્રિજ પર ફેમિલી સાથે જતા યુવકની જૂની અદાવતમાં હત્યા કરાઈ હતી. આ સિવાયની 5 હત્યાના બનાવોમાં પત્ની, પતિ અને 2 પાડોશી હત્યારા નીકળ્યા છે, જેમાં ગૃહમંત્રીના કોટુબિંક કાકાની પણ હત્યા થઈ હતી.

3 ફેબ્રુઆરી, 2022 ના દિવસે પરવટગામ પાસે શંકર નગરમાં 2 ટપોરી પાણીપૂરી ખાવા ઊભેલી યુવતીની છેડતી કરતાં વૃદ્વે ઠપકો આપ્યો હતો. એમાં ટપોરીઓએ વૃદ્ધને ચપ્પુના 20 ઘા મારી હત્યા કરી હતી, લિંબાયત પોલીસે બે હત્યારા અનિશસિંગ અને રિંકુને પકડી પાડયા હતા.

5 ફેબ્રુઆરી, 2022 ના દિવસે અડાજણમાં ગૃહમંત્રીના કૌટુબિંક કાકા મહેશભાઈ સંઘવીની લિફટમાં જવાની માથાકૂટમાં પાડોશી શેરબ્રોકર બોની મહેતાએ મુક્કો મારી હત્યા કરી હતી, જેમાં રાંદેર પોલીસે હત્યારાની ધરપકડ કરી હતી.

6 ફેબ્રુઆરી, 2022 ના લાલગેટના કાજીપુરા કામદાર આવાસ પાસે ભાવેશ સોંલકીની ગળેટૂંપો આપી પત્નીએ જ હત્યા કરી હતી. પતિ કામધંધો કરતો નહોતો અને દારૂ પીવાની ટેવ હતી. લાલગેટ પોલીસે પત્નીની ધરપકડ કરી હતી. 6 ફેબ્રુઆરી, 2022 ના દિવસે રાંદેર ગાયત્રી સર્કલ પાસે જાહેરમાં લઘુશંકા કરનાર યુવકને ઠપકો આપતા સિક્યોરિટી ગાર્ડ રવિ ઉર્ફે બંટીની હત્યા કરી હતી, એમાં સંજય જગતાપ, અર્જુન ચૌધરી, કવન ખલાસી,અય ભરવાડની ધરપકડ કરી હતી.

10 ફેબ્રુઆરી, 2022 ના દિવસે પાંડેસરા વડોદ જગન્નાથ સોસાયટીમાં રહેતી વિધવાને એક યુવક જોતો હતો, એ બાબતે પાડોશી સાલુ વર્મા થપકો આપતાં આરોપી સોમનાથ ગુપ્તાએ તેની હત્યા કરી હતી, તેની ધરપકડ કરાઈ હતી. 11 ફેબ્રુઆરી, 2022 ના દિવસે કાપોદ્રામાં વતન જવાના ઝઘડામાં પતિએ પત્ની દયાબેનનું ગળું દબાવી હત્યા કરાઈ હતી. હત્યારા પતિ વિઠ્ઠલ પ્રેમજી ખીમાણિયાની ધરપકડ કરી છે. 13 ફેબ્રુઆરી, 2022 ના દિવસે રાંદેર જીલાની બ્રિજ પર ફેમિલી સાથે જતા જુનેદ પઠાણની જૂની અદાવતમાં ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. 4 હત્યારા કારમાં આવ્યા હતા. તેઓ ફરાર છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.