આ જગ્યાએ ડાકણ દેવીનું 200 વર્ષ જુનું મંદિર આવેલું છે, આ મંદિરમાં ભેટ ધરાવ્યા વગર ગયા તો સમજો…

આ જગ્યાએ ડાકણ દેવીનું 200 વર્ષ જુનું મંદિર આવેલું છે, આ મંદિરમાં ભેટ ધરાવ્યા વગર ગયા તો સમજો…

આપણો ભારત દેશ ધર્મ અને મંદિરો થી વરેલો દેશ છે. જ્યાં દરેક ધર્મનું અને દરેક સંપ્રદાયનું એકસરખું માન અને સન્માન જળવાઇ રહે છે. ભારત દેશના દરેક જાતિના લોકો અને દરેક ધર્મ એક છે. ભારતમાં એવા ઘણા બધા મંદિરો આવેલા છે જે તેમની અલગ અલગ માન્યતા પ્રમાણે એકબીજાથી ખુબજ અલગ પડતા હોય છે. ભારત દેશની અંદર ખૂબ જ પ્રાચીન મંદિરો પણ આવેલા છે. જે જગ્યાએ ભક્તો આશીર્વાદ લેવા માટે દર્શને જાય છે.

માન્યતા છે કે છત્તીસગઢ ની અંદર આવેલા બાલો જિલ્લામાં રહેલું પરેતિન દેવી નું મંદિર લગભગ 200 વર્ષ કરતાં જૂનું છે. ત્યાં સ્થાનિક ગ્રામજનો લોકોનું કહેવું છે કે આ મંદિર લીમડાની વૃક્ષની નીચે ખાલી એક ચબુતરાની અંદર હતું. માન્યતાઓ અને આ મંદિરની પ્રસિદ્ધ વધવાને કારણે લોકોના 7 સહયોગ થી આ મોટા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિરનું નિર્માણ પણ અર્પિત ઇંટો થી કરવામાં આવ્યું છે. આ મંદિરમાં દર નવરાત્રીના નવ દિવસ સુધી દેવીના નવ સ્વરૂપો સાથે પરેતીન દાય ની પૂજા થાય છે. આ મંદિરે દૂર દૂરથી લોકો અહીં ડાકણ દેવીના દર્શન કરવા માટે ભાવિ ભક્તો આવે છે.

મળતી માહિતી પ્રમાણે બાલો જિલ્લામાં આવેલું આ મંદિર ગુંદરદેહી અંદર વિકાસ ખંડ નામના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાના કિનારે આવેલું છે. આ મંદિર પ્રત્યે લોકોની અંદર એવો ડર અથવા આસ્થા છે કે, આ મંદિરે દાન કર્યા વગર કોઈપણ વાહન ચાલક આગળ વધી શકતું નથી. જો તમે માલ સામાન સાથે લઈને આવ્યા હોત તો, તેમાંથી તમારે કંઈક ને કઈક ચઢાવવું જરૂરી છે. પછી ભલે તે શાક, પત્થર, કાંકરા પણ કેમ ના હોય.

માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિને આ મંદિર ના નિયમ ની ખબર નથી, તો આ મંદિર ની દેવી તેમને માફ પણ કરી દે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ જાણતા હોવા છતાં પણ ચડાવો ચડાવ્યા વગર આગળ નીકળી જાય છે તો તેમના વાહનમાં કોઈને કોઈ મુશ્કેલી આવે છે. અથવા તો તેને કોઈપણ પ્રકારની બીજી કોઇ સમસ્યા આવી નડે છે. આ મંદિરની દેવી ક્યારેય કોઈને ખોટું ઈચ્છતી નથી. તે રાહદારીઓ ની મનોકામના સાચા મનથી પ્રાર્થના હંમેશા સ્વીકારે છે અને તેમની મનોકામના પૂરી કરે છે.

અહીંના સ્થાનિક લોકોનું માનવું છે કે, જે પણ વ્યક્તિ આ મંદિરમાં આવી ને સાચા મનથી પ્રાર્થના કરે છે તો આ દેવી તેને દરેક ઈચ્છાઓ પૂરી કરે છે અને તેમને ખૂબ આશીર્વાદ પણ આપે છે. આ મંદિરની અંદર ઘણી વખત નવરાત્રિમાં ખાસ આયોજન પણ કરવામાં આવે છે. સમય સમય પર અહીંયા ભોજનનું આયોજન પણ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવે છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275