યુવતીએ ફાંસો ખાધો, જાતીય શોષણથી ગર્ભપાત સુધીની દર્દનાક ભરી સુસાઇડ નોટ લખી હતી, વાંચીને રડી પડશો…

યુવતીએ ફાંસો ખાધો, જાતીય શોષણથી ગર્ભપાત સુધીની દર્દનાક ભરી સુસાઇડ નોટ લખી હતી, વાંચીને રડી પડશો…

સુરતના જાણીતા વેસુ વિસ્તારમાં બે દિવસ પહેલાં હોટલમાં નેપાળી યુવતીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ઉમરા પોલીસે કાસા બ્લેન્કા હોટલના માલિક સંજય કુંભાણીની વિરુદ્ધ દુષ્પ્રેરણાના ગુનામાં ધરપકડ કરી હતી. યુવતીએ આપઘાત પહેલાં લખેલી સુસાઈડ નોટના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. નેપાળી યુવતીએ જાતીય શોષણથી ગર્ભપાત સુધીની દર્દનાક દાસ્તાનભરી સુસાઈડ લખી હતી. સુસાઈડ નોટમાં આપઘાતનું કારણ સંજય સાથે પ્રેમસંબંધમાં દગો મળતા આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

શહેરના વેસુમાં ગ્રીન સિગ્નેચર પ્રાઈમ શોપર્સની કાસા બ્લેન્કા હોટલની રિસેપ્શનિસ્ટે હોટલની રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તેણે હોટલના માલિક સંજય કુંભાણીના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. મૂળ નેપાળની અને એક મહિનાથી કાસા બ્લેન્કામાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી 30 વર્ષીય યુવતી હોટલના બીજા માળે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. ફોરેન્સિક પીએમમાં ફાંસો ખાવાથી મોત થયાનું સામે આવ્યું છે. જોકે ગર્ભ વિષયક તપાસ માટે સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે.

વેસુની કાસા બ્લેન્કા હોટલના રૂમ નેપાળી યુવતીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. કાસા બ્લેન્કા હોટલ સંજય કુંભાણી ભાડેથી ચલાવતો હતો. આરોપી સંજય પરિણીત હોવા છતાં નેપાળી યુવતી સાથે પ્રેમસંબંધ ધરાવતો હતો. મૃતક નેપાળી યુવતી હોટેલમાં મહિનાથી રિસેપ્શનીસ્ટ તરીકે નોકરી કરતી હતી. આરોપી સંજય કુંભાણી સાથે નેપાળી યુવતીની વેસુ વિસ્તારમાં મુલાકાત થઈ હતી ત્યાર બાદ બંને એકબીજાનો મોબાઈલ નંબર આપી ફોન પર વાતો કરવા લાગ્યા હતા ત્યારબાદ તેમના વચ્ચે પ્રેમસંબધ બંધાયો હતો.

અક્ષરશઃ સુસાઈડ નોટ
અંકિતાએ સુસાઇડ નોટમાં સંજય કુરજીભાઈ કુંભાણી (રહે. હંસ સોસાયટી, મોટા વરાછા. મૂળ અમરેલી) માટે લખ્યું છે કે, આખિર ક્યું આપને મેરે સાથ એસા કિયા. મેને આપસે પ્યાર કે અલાવા કુછ નહીં માંગા. આપને મેરી માં કો ભી ગાલી દિયા. 6 મહિને પહલે મે માં બનને વાલી થી, તબ બચ્ચે કે નામ કો દુસરે સે જોડ દિયા. મજબૂર હોકર મુજે બચ્ચા ગીરાના પડા. મેં મા બનનેવાલી થી તબ મુજે પીટા. યે સબ દર્દ લેકર મેં નહીં જી સકતી. મેં જો ભી કરને જા રહી હું સંજય સિર્ફ આપકી વજહ સે. આપ ભલે અમીર હો, ભલે હી પુલીસ આપકો માફ કર દે, મેં કભી આપકો માફ નહીં કરુગી, આપને બોલા થા મુજે પુલીસ કુછ નહીં કર શકતી, પૈસા દે કે છુટ જાઉંગા, પુલીસ સે તો બચોંગે પર ઉપરવાલે સે કૈસે બચોગે, વો આપકો માફ નહીં કરેગા યાદ રખના, મરને બાદ ભી મે તુમ્હારે પીછે આઉંગી.

આઈ એમ સોરી રોહિત ભૈયા, મે ઐસા નહીં કરેના ચાહતીથી પર મે અંદર સે તૂટ ચુકી હું, અંદર હી અંદર ઘૂંટ રહી હું. દિલ કી બાત કિસકો બતાઉ, પર યે જો ભી હુઆ હૈ વો સંજય કી વજહ સે હુઆ હૈ, સંજય કી વજહ સે આજ મે ઐસા કરને જા રહી હું. સંજયને મેરે સાથ જો ભી કીયા ગલત કીયા, હર ટાઈમ મુજે બહલાયા, આપકો પતા હૈ ઉસને મેરે સાથ બહોર ખરાબ કીયા હૈ, યે સબ સોચને પર અબ મેં જિંદા નહી રહના ચાહતી હું. બૈયા પ્લીઝ આપ મુજે બહન માનતે હો તો મેરી લાશ કો નેપાલ મત ભેજના, યહી કહી જલા દેના ઔર મેરે ઘરવાલો કો કભૂ પતા ચલને મત દેના મેરે સાથ કિયા-કિયા હુઆ હૈ. અગર મેરે ઘરવાલે પૂછે તો બતા દેના કી બિમારથી હોસ્પિટલ મે મર ગઈ. અબ દર્દ સહન નહી કર શકતી. રોજ રોજ ઘૂંટ ઘૂંટ સે જીને સે અચ્છા હૈ કી એક હી બાર મરુ. મુઝે યહી સહી લતા તો યહી કદમ ઉઠાને જા રહી હું. મે જીના ચાહતીથી પર જબ સંજયને મુજે મારા, જો દિલમે આયા વહી બોલા, સબ મેરે દિલ-દિમાગ સે નહીં જા રહા થા. યે સબ હોને કા બેદ મે જીના નહીં ચાહતી થી. આજ જો કુછ હુઆ હૈ સબકી વજબ સંજય હૈ. મેરી આકી ઈચ્છા હે કી મેરી લાશ કો નેપાલ મત ભેજના, યહી જલા દેના, મુજે માફ કરના.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275