હોટ-સુંદર યુવતીને જોઈને ચુંબન કરવા દોડ્યો યુવક, પણ પછી થયું એવું કે કૂદાકૂદ કરીને ભાગ્યો, જુઓ વિડીયો…

સોશિયલ મીડિયામાં આપણે અનેક પ્રેંક વીડિયો જોતા હોઈએ છીએ. જેને જોયા બાદ મિત્રો સાથે શેર પણ કરી નાખતા હોઈએ છીએ. આવો જ એક વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે જેને જોયા બાદ તમારું માથું ઘૂમી જશે. એક વ્યક્તિ સુંદર યુવતીને જોયા બાદ તેની નજીક જવા લાગ્યો અને જ્યાં બંને રોમેન્ટિંક થયા અને એકબીજાની નજીક આવ્યા ત્યાં તો એવી ઘટના ઘટી કે વીડિયો જોઈને તમે ચોંકી જશો.
ઈન્ટરનેટ પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સુંદર યુવતીને જોયા બાદ યુવક તેની નજીક જવાની કોશિશ કરવા લાગ્યો અને યુવકે યુવતીનો હાથ પોતાના હાથમાં લીધો. બંને એકબીજાને જોઈને હસ્યા અને આ કપલ જેવું ઈન્ટિમેટ થવા માટે ભેટવા લાગ્યું તો એવી ઘટના ઘટી કે તમે જોઈને હક્કા બક્કા રહી જશો. ખુબ જ સુંદર યુવતીને જેવી યુવકે ગળે લગાડી કે તેનો પર્દાફાશ થઈ ગયો.
સુંદર દેખાતી યુવતી ગણતરીની પળોમાં કદરૂપી થઈ ગઈ. યુવતીના માથેથી વીગ પડી ગઈ અને અસલિયત બહાર આવી ગઈ. આ યુવતી હકીકતમાં એક વૃદ્ધ મહિલા હતી જેણે મેકઅપ કરીને પોતાની સચ્ચાઈ છૂપાવી હતી. જેવી છોકરાને સુંદર યુવતીની અસલિયત ખબર પડી કે તેની હાલત ખરાબ થઈ ગઈ. તરત ભાગવા ગયો. યુવક એક ઝરણાની સામે બ્રિજ પર ઊભો હતો. તે ત્યાંથી પાણીમાં કૂદી ગયો અને ભાગી ગયો.
આ વૃદ્ધ મહિલા એકદમ હસવા લાગી. વીડિયો જોઈને માલૂમ પડે છે કે આ વીડિયો એક મજાક માટે બનાવવામાં આવ્યો હતો એટલે કે પ્રેંક વીડિયો હતો. જેને કેમેરામાં શૂટ કરાયો. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. યુવકની હાલત ખરેખર જોવા જેવી થઈ હતી. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો ઘંટા નામના એકાઉન્ટે શેર કર્યો છે. લગભગ 3 લાખ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે.