દુનિયાનો સૌ પ્રથમ કિસ્સો, અમેરિકન ડૉક્ટરોએ માણસમાં ભૂંડનું હૃદય લગાવ્યું, 3 દિવસ બાદ જુઓ શું થયું??

દુનિયાનો સૌ પ્રથમ કિસ્સો, અમેરિકન ડૉક્ટરોએ માણસમાં ભૂંડનું હૃદય લગાવ્યું, 3 દિવસ બાદ જુઓ શું થયું??

અમેરિકન ડૉક્ટરોએ ઇતિહાસ રચ્યો છે. દુનિયામાં પ્રથમ વખત માણસમાં ભૂંડનું હૃદય લગાવાયું છે. ટ્રાન્સપ્લાન્ટના 3 દિવસ બાદ તેઓ સ્વસ્થ થતા અનુભવી રહ્યા છે. દુનિયામાં પહેલી વખત એક માણસનો જીવ બચાવવા માટે ભૂંડનું હૃદય લગાવાયું. અમેરિકાના મેરીલેન્ડ હોસ્પિટલમાં ડૉક્ટરોએ અંતિમ પ્રયાસ હેઠળ આ ટ્રાન્સપ્લાન્ટ કર્યું. આ અદભુત સર્જરીના 2 દિવસ બાદ પીડિત દર્દી ખુબ જ સારો અનુભવ કરી રહ્યો છે.

દુનિયામાં પહેલી વખત અમેરિકાના મેરીલેન્ડ હોસ્પિટલમાં એક માણસનો જીવ બચાવવા માટે ડૉક્ટરોને અંતિમ પ્રયાસ તરીકે ભૂંડનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. હોસ્પિટલમાં સોમવારે જણાવ્યું છે કે જે દર્દીને ભૂંડનું હૃદય લગાવાયું છે, તે આ અદભુત સર્જરીના 3 દિવસ બાદ ખુબ સારુ અનુભવી રહ્યા છે. આ સફળતા બાદ પણ હજુ એ કહેવું મૂશ્કેલ છે કે આ કામ કરશે કે નહીં.

આ ઑપરેશનથી લાંબા સમયથી માણસમાં પ્રાણીઓના અંગ ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે ચાલી રહેલા પ્રયાસની દિશામાં ડૉક્ટરો એક પગલું આગળ વધ્યા છે. મેરીલેન્ડ મેડિકલ સેન્ટરના ડૉક્ટરોએ કહ્યું કે, આ ટ્રાન્સપ્લાન્ટ બતાવે છે કે એક જેનેટિકલી મૉડિફાઇડ પશુનું હૃદય માણસના શરીરમાં કામ કરી શકે છે, તે પણ તાત્કાલિક રિજેક્ટ કર્યા વગર. આ દર્દીનું નામ ડેવિડ બેનેટ છે અને તેની ઉંમર 57 વર્ષ છે.

જીવ બચાવવા માટે ડૉક્ટરોની પાસે બીજો કોઈ રસ્તો ન હતો: દર્દી ડેવિડને એમ જણાવ્યું છે કે, તેમની અંદર ભૂંડનું હૃદય લગાવવામાં આવ્યું છે. તેમના દીકરાએ જણાવ્યું કે, પિતાજી એ જાણે છે કે કોઈ ગેરેન્ટી નથી કે આ પ્રયોગ સફળ થશે પરંતુ કોઈ ઉપાય નહતો. બેનેટે આ સર્જરીથી એક દિવસ પહેલા કહ્યું હતું કે, આ મોત અથવા ટ્રાન્સપ્લાન્ટનો રસ્તો છે. હું જીવતો રહેવા માંગુ છું. હું જાણું છું કે આ અંધારમાં તીર ચલાવવા જેવું છે, પરંતુ આ મારો અંતિમ વિકલ્પ છે.

ગત વર્ષ અમેરિકામાં 3800 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા: દુનિયામાં પ્રત્યારોપડ માટે માનવ અંગોની ભારે અછત છે. આના કારણે વૈજ્ઞાનિકો હવે પશુઓના અંગ ઉપયોગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ગત વર્ષ અમેરિકામાં 3800 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા જે રેકોર્ડ છે. મેરીલેન્ડ સેન્ટરના એનિમલથી માણસમાં ટ્રાન્સપ્લાન્ટના વિશેષજ્ઞ ડૉક્ટર મુહમ્મદ મોહિઉદ્દીન કહે છે કે, જો આ કામ કરે છે તો આનાથી દર્દીઓ માટે અંગોની સતત જરૂરિયાતો પૂર્ણ થઇ શકશે જે બિમાર છે.

GujaratPress

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *