મહિલા બુરખો પહેરીને આવી અને કાશ્મીરમાં CRPF બંકર પર પેટ્રોલ બૉમ્બ ફેંક્યો, જુઓ વિડીયો…

જમ્મૂ-કાશ્મીરમાંથી એક ચોંકાવનારા CCTV ફુટેજ સામે આવ્યા છે. બુરખો પહેરીને રસ્તા પરથી જઇ રહેલી એક મહિલા બેગમાંથી પેટ્રોલ બોંબ કાઢી રહી છે અને CRPF બંકર પર ફેંકીને ફરાર થઇ જાય છે. સદનસીબે કોઇ જાનહાની કે ઇજાનો બનાવ બન્યો નથી એટલે બધાએ હાશકારો લીધો છે.પણ આ ઘટનાએ જમ્મૂ-કાશ્મીરના લોકોની અને તંત્રની ચિંતા વધારી દીધી છે, કાશ્મીરમાં શાંતિ સ્થાપવાના પ્રયાસોમાં આવી ઘટના પાણી ફેરવી રહી છે. જાણવા મળેલી વિગત મુજબ CCTVમાં દેખાતી મહિલાની પોલીસે ઓળખ કરી લીધી છે અને જમ્મૂ-કાશ્મીરમાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
દુનિયાનું સ્વર્ગ ગણાતું કાશ્મીર અત્યારે ભારે ચર્ચામાં છે.તાજેતરમાં કાશ્મીરી પંડિતો પર અત્ચાચારને રજૂ કરતી ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને કારણે આખા દેશમાં કાશ્મીરની ચર્ચા ચાલી રહી છે.
#WATCH Bomb hurled at CRPF bunker by a burqa-clad woman in Sopore yesterday#Jammu&Kashmir
(Video source: CRPF) pic.twitter.com/Pbqtpcu2HY
— ANI (@ANI) March 30, 2022
એવામાં જમ્મૂ-કાશ્મીરમાં એક વીડિયો સામે આવ્યો છે જે હોંશ ઉડાવી દેનારો છે. જમ્મૂ-કાશ્મીરના બારામુલ્લા ડિસ્ટ્રીક્ટમાં આવેલા સોપોર ટાઉનમાં મંગળવારે રાત્રે બુરખો પહેરીને આવેલી એક મહિલા CRPF કેમ્પ પર પેટ્રોલ બોંબ ફેંકીને ફરાર થઇ જતી નજરે પડી રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે સોપોર ટાઉનમાં બુરખો પહેરીને આવેલી એક મહિલા સામાન્ય લોકોની જેમ રસ્તા પરથી પસાર થઇ રહી છે. તેણીના હાથમાં એક બેગ નજરે પડે છે. બુરખો પહેરેલી મહિલા એક જગ્યા પર ઉભી રહે છે, બેગમાંથી પેટ્રોલ બોંબ કાઢે છે અને CRPF કેમ્પ પર ઘા કરીને ભાગતી નજરે પડે છે. જો કે સદનસીબે પેટ્રોલ બોંબને કારણે કોઇ જાનહાનીની ઘટના સામે આવી નથી.
કાશ્મીરના IGP વિજય કુમારે કહ્યુ હતું કે બોંબ સુરક્ષા કેમ્પની બહાર પડ્યો હતો અને તેનાથી કોઇ નુકશાન કે ઇજા થઇ નથી. તેમણે કહ્યું કે CCTV ફુટેજમાં દેખાતી મહિલાની ઓળખ થઇ છે અને ટુંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. વિજય કુમારે કહ્યું કે મહિલાને શોધવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં જમ્મૂના પુલવામામાં CRPF જવાનોના વાહનો પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો,જેમાં 40 જવાનોના મોત થયા હતા.કાશ્મીરના લોકો પણ હવે શાંતિ ઇચ્છે છે, પરંતુ બે-ચાર લોકોની માનસિકતાને કારણે માહોલ બગડી રહ્યો છે.