રશિયાની સૈન્ય કાર્યવાહી બાદ આખું યુક્રેન ભયભીત, જુઓ યુદ્ધની તસવીરો…

રશિયાની સૈન્ય કાર્યવાહી બાદ આખું યુક્રેન ભયભીત, જુઓ યુદ્ધની તસવીરો…

યુક્રેન અને રશિય વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે રશિયાના યુદ્ધની ઘોષણા પછી રાષ્ટ્રપતિ પુતિનનું કહેવું છે કે યુક્રેનની સેનાએ આત્મસમર્પણ કરવું જોઈએ અને ઘરે જવું જોઈએ. સાથે જ નાટો દેશોને લઈને પુતિને કહ્યું છે કે અમે તમામ પ્રકારના પરિણામો માટે તૈયાર છીએ. જો કોઈ ઓપરેશનમાં દખલ કરે છે તો તેણે પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.

યુક્રેનના ગૃહ મંત્રાલયનું કહેવું છે કે કિવમાં યુક્રેનિયન ફાઇટર જેટ પર હુમલો કરવામાં આવ્યો છે. સાથે ચાલી રહેલા ગતિરોધ વચ્ચે રશિયાએ યુક્રેન સામે યુદ્ધની ઘોષણા કરી નાંખી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઔપચારિક રીતે લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી છે. ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર રશિયાના યુદ્ધની ઘોષણા બાદ યુક્રેનની રાજધાની કિવમાં વિસ્ફોટના અહેવાલો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું કહેવું છે કે યુક્રેન લક્ષ્મણ રેખા પાર કરી ગયું છે.

કિવના કેટલાક પત્રકારોએ ટ્વિટર પર લખ્યું છે કે આ વિસ્ફોટ રોકેટ અથવા મિસાઈલને નિશાન બનાવવામાં આવેલા હુમલાનું પરિણામ છે. ઉત્તરપૂર્વમાં યૂક્રેનના ખારકી, દક્ષિણમાં ઓડેસા અને પૂર્વીય ડોનેટ્સક ઓબ્લાસ્ટ વિસ્તારમાં સોશિયલ મીડિયા પર વિસ્ફોટોના અહેવાલો પણ છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.