પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ, પ્રેમિકાએ પુત્ર સાથે મળી પ્રેમીનો જીવ લઇ લેતા ધ્રુજાવી દેતો બનાવ બન્યો…

જામનગરમાં પ્રેમસંબંધમાં વિપ્ર યુવાનની હત્યાની ઘટના સામે આવી છે. પ્રેમિકાએ અને તેના પતિ અને પુત્ર સહિતનાઓએ સાથે મળી મેહુલ નામના યુવાનની હત્યા કરતા સનસનાટી મચી ગઇ છે.એક ધ્રુજાવી દેતો શોકિંગ બનાવ સામે આવ્યો છે. જામનગર શહેરમાં સેન્ટ્રલ બેંક પાસે આવેલા મઠફળીમાં રહેતાં વિપ્ર યુવાનનું તેની પ્રેમિકા અને તેણીના પતિ તથા પુત્ર સહિતના પાંચ શખ્સોએ પ્રાણઘાતક હથિયારો વડે હુમલો કરી હત્યા નિપજાવી હતી. આ ઘટનામાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી દંપતી સહિત પાંચ શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હત્યાનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
હત્યાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સેન્ટ્રલ બેંક પાસે આવેલા લુહારસાર રોડ પરની મઠફળીમાં રહેતો મેહુલ હરગોવિંદભાઈ આચાર્ય નામના છૂટક ધંધો કરતા યુવાનને જામનગરમાં રહેતી જમના ઉર્ફે જીજ્ઞા નરેશ બદિયાણી નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો અને આ બન્ને વચ્ચેના પ્રેમ સંબંધોની જાણ બન્નેના પરિવારજનોને થઈ ગઈ હતી.
જેના કારણે બન્ને પ્રેમીઓ વચ્ચે અવાર-નવાર ઝઘડાઓ થતા હતાં તેમજ જમના અને તેણીના પતિ નરેશ વચ્ચે મેહુલના પ્રેમસંબંધના કારણે થતા ઝઘડાઓનો ખાર રાખી નરેશ અને તેની પત્નીએ મેહુલની હત્યા નિપજાવવા માટે ગુરૂવારે રાત્રીના સમયે મેહુલ આચાર્ય ને વિકટોરિયા પુલ નજીક નરેશ બદિયાણી, જમના ઉર્ફે જીજ્ઞા નરેશ બદિયાણી, સુજલ નરેશ બદિયાણી અને સુજલના મિત્ર રવિ તથા પ્રથમ મંગે નામના પાંચ શખ્સોએ એકસંપ કરી પ્રાણઘાતક હથિયારો વડે માથામાં તથા આંખ ઉપર હુમલો કર્યો હતો.
રાત્રિના સમયે યુવાન ઉપર કરાયેલા હુમલાને કારણે તેને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મેહુલ આચાર્ય નામના યુવાનનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આ અંગેની જાણ થતા પીઆઈ એમ.જે. જલુ, પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો.
મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પિતા હરગોવિંદભાઈ આચાર્યના નિવેદનના આધારે નરેશ બદિયાણી અને તેની પત્ની જમના ઉર્ફે જીજ્ઞા અને પુત્ર સુજલ તેમજ સુજલના મિત્રો રવિ તથા પ્રથમ મંગે નામના પાંચ શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હત્યાનો ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામનગર શહેરમાં પ્રેમસંબંધમાં વિપ્ર યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો છે. જામનગરના સેન્ટ્રલ બેંક પાસે આવેલા મઠફળીમાં રહેતાં અને હાલ ભુજથી યુવાનનું અપહરણ કરી તેની પ્રેમિકાએ પતિ તથા પુત્ર સહિતના શખ્સો સાથે મળી મોડીરાત્રે વિક્ટોરિયા પુલ પાસે હુમલો કરતા ગંભીર હાલતમાં 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડાતા તેમની હત્યા થયાનો ઘટસ્ફોટ થયો હતો. આ ઘટનામાં સીટી એ-ડીવી. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી દંપતી સહિત પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
મૃતકનો પરિવારજામનગરના વિક્ટોરિયા પુલ પાસે આજે એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. મેહુલ હરગોવિંદભાઈ આચાર્ય નામના 45 વર્ષીય યુવકને ભુજના દાંડા બજાર પાસે આવેલ ઘરમાં રહે છે. મૃતકના પિતા હરગોવિંદભાઈના જણાવ્યા પ્રમાણે, ભુજના માધાપર હાઇવે પરના દિપક પેટ્રોલ પંપ પાસે રસ્તા પરથી ગુરુવારે બપોરે જમુના ઉર્ફે જીજ્ઞા બદિયાણી અને તેના પુત્ર અને તેના મિત્ર સાથે આવી ઉપાડી લઇ ગયા હતા. છેલ્લા 4 વર્ષથી મેહુલ અને જમુના વચ્ચે સારા સબંધો હતા અને અવારનવાર મળવા આવતી હતી.
મૃતકની બહેનઅચાનક જ ભુજથી જામનગર આવવા નીકળ્યા બાદ જીજ્ઞાના પતિને ફોન કરીને પૂછ્યું હતું ત્યારે, કોઈપણ પ્રત્યુત્તર આપ્યો ન હતો. બાદમાં રસ્તામાંથી જિજ્ઞાએ ફોન કરીને કહ્યું કે, દરબારગઢ પોલીસ ચોકીએ જાવ તમારો છોકરો ત્યાં મળી જશે. 10 મિનિટ બાદ પછી ફોન કરીને વિક્ટોરિયા પુલ જવાનું કહ્યું હતું અને કહ્યું હતું કે, મેહુલના હાથ-પગ ભાંગી નાખ્યા છે. મોડી રાત્રે હરગોવિંદભાઈ વિક્ટોરિયા પુલ પહોંચ્યા હતા. ત્યારે લોહી લુહાણ હાલતમાં કપડાં વગર હતો.અને 108 એમ્બ્યુન્સ બોલાવી હોસ્પિટલમાં લાવતા મૃત્યુ નિપજ્યું હતું.
મૃતકના પિતાત્યાર બાદ સીટી એ.ડિવિઝન પોલીસે તાત્કાલિક પહોંચી હત્યાના આ બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ મૃતકની બેન કિરણ નાયડુએ જીગ્નેશ સાથેના સંબંધોને લઈને અત્યારની વારદાત બાદ જીજ્ઞા તેના ભાઈને એમ.ડી. ડ્રગ્સ આપીને મારી નાખવાાની છે તેવી અગાઉ ધમકી આપતા હોવાની પણ વાત મીડિયા સમક્ષ કરી છે. મૃતક મેહુલ અને તેની પ્રેમિકા જીજ્ઞા સાથેના ફોટાઓ અને અપહરણ અને હત્યાના બનાવ દરમિયાન કેટલાક કોલના ઓડિયો રેકોર્ડિંગ પણ સામે આવ્યા છે. જેને લઇને સનસનાટી મચી ગઇ છે.
જામનગર શહેરમાં સેન્ટ્રલ બેંક પાસે આવેલા લુહારસાર રોડ પરની મઠફળીમાં રહેતો મેહુલ હરગોવિંદભાઈ આચાર્ય (ઉ.વ.45) નામના છૂટક ધંધો કરતા યુવાનને જામનગરમાં રહેતી જમના ઉર્ફે જીજ્ઞા નરેશ બદિયાણી નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. જેની જાણ બન્નેના પરિવારજનોને થઈ ગઈ હતી. જેના કારણે બન્ને પ્રેમીઓ વચ્ચે અવાર-નવાર ઝઘડાઓ થતા હતાં.
બીજીબાજુ જમના અને તેણીના પતિ નરેશ વચ્ચે મેહુલના પ્રેમસંબંધના કારણે થતા ઝઘડાઓનો અંત આણવા તેનું કાસળ કાઢી નાંખવાનું નક્કી કરી ગત રાત્રીના મેહુલને વિકટોરિયા પુલ નજીક બોલાવી નરેશ બદિયાણી, જમના ઉર્ફે જીજ્ઞા નરેશ બદિયાણી, નરેશ બદિયાણી અને પુત્ર, પુત્રના મિત્રોએ માથામાં તથા આંખ ઉપર હુમલો કરતા તેને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મેહુલનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.
આ અંગેની જાણ થતા સીટી એ-ડીવી. પીઆઈ એમ.જે. જલુ, પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પિતા હરગોવિંદભાઈ આચાર્યના નિવેદનના આધારે નરેશ બદિયાણી અને તેની પત્ની જમના ઉર્ફે જીજ્ઞા અને પુત્ર સહિત પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તેઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામનગરમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી. જામનગર શહેરમાં સેન્ટ્રલ બેન્ક પાસે આવેલા મઠફળીમાં રહેતા યુવાન તેની પ્રેમિકાએ કેટલાક લોકોની સાથે મળીને યુવાનનો જીવ લીધો છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને કબજે લઇને દંપતી સહિત પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર યુવાનની પ્રેમિકાએ તેના પતિ-પુત્ર સહિતના પાંચ શખ્સો સાથે મળીને યુવાનનો જીવ લીધો હતો. મળતી માહિતી અનુસાર મઠફળીમાં રહેતા 45 વર્ષીય મેહુલ હરિગોવિંદભાઈ આચાર્ય નામના યુવાનનું જામનગરમાં રહેતી જીજ્ઞા નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતા.
આ બંનેના પ્રેમ સંબંધની જાણ પરિવારજનોને થઈ ગઈ હતી. જેના કારણે બંને પ્રેમીઓ વચ્ચે માથાકૂટ વધી ગઈ હતી. બસ આ ઝઘડાનો ખાર રાખીને જીજ્ઞા અને તેના પતિએ મેહુલ ભાઈનો જીવ લેવાનું નક્કી કર્યું હતું.
મળતી માહિતી અનુસાર ગુરૂવારના રોજ રાત્રીના સમયે મેહુલભાઇને વિક્ટોરિયાના પુલ નજીક જીજ્ઞા તેનો પતિ નરેશ, તેનો પુત્ર સુજલ અને સુજલ ના મિત્રો રવિ તથા પ્રથમ નામના પાંચ શખ્સોએ મળીને મેહુલભાઈ પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા.
આ ઘટના બન્યા બાદ મેહુલભાઇને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મેહુલ ભાઈનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આરોપીની શોધખોળ કરવાનું શરૂ કરી દીધું છે.