ચોરો એ ચોરી તો કરી પણ તેને સાચવી શક્યા નહીં, ચોરી કરેલી બેગમાં કશું નથી એમ માની…

ચોરો એ ચોરી તો કરી પણ તેને સાચવી શક્યા નહીં, ચોરી કરેલી બેગમાં કશું નથી એમ માની…

દિવસ ઉગતાની સાથે લોકો પોત-પોતાના કામ ધંધા સાથે જોડાતા હોય છે પરંતુ આપણી વચ્ચે જ એવા લોકો પણ વસે છે કે જેની કોઈ રીતે વખાણ ના રીતે વાત જ થઈ શકે એમ જ નથી જે લોકો સવારથી સાંજ સુધી ખુબ જ મેહનત કરી તનતોડ કર્યો કરી કામ કાજ કરતા હોય તેને ખરા અર્થમાં જે-તે વસ્તુ નું સાચું મૂલ્ય સમજાતું હોય છે,
આપણી જ આસપાસ જ વસતા લોકો માં અમુક જુદી જ માનસિકતા ધરાવતા લોકો પણ રહેતા જ હોય છે જેમની માનસિકતા ને વિચારો સજ્જન વ્યક્તિઓ થી ખુબ જુદા પડતા હોય છે તેમના મનમાં કયારેય મહેનત કે પરિશ્રમ માં વિચારો આવતાજ હોતા નથી કોઈ બીજા નું કેવી રીતે આંચકી લેવું કે કય રીતે ઝૂંટવી લેવું આવા જ વિચારોથી ધેરાયેલા હોય છે,

આવી માનસિકતા ને વિચારો ને લીધે આપણે પરિણામ પણ અનુભવી જ રહ્યા છીએ આમના હીન અને નીચ કક્ષાની વિચારધારા થી દુનિયામાં છેલ્લા કેટલાય સમયથી ચોરી-લુંટફાટ ની કેટલીય ઘટનાઓ આપણી સામે જ બનતી હોય છે હાલમાં કંઈક આ પ્રકારની જ એક ઘટના બનવા પામી છે જે વાંચી તમે પ્રથમ તો હસી જ પડશો અંત સુધી વાંચીશો.
બનેલ ઘટનાની વિસ્તારપૂર્વક વાત કરવામાં આવે તો અમરોલી પોલીસના જણાવ્યા અનુસાર મૂળ અમરેલીના વતની હાર્દિક ઝવેરભાઈ વાસોયા મોટા વરાછા ખાતે પંચકુટીર સોસાયટીમાં રહે છે. હાર્દિકભાઇ મહિધરપુરામાં હીરાનો વેપાર કરે છે. 28મી તારીખે સાંજે તેઓ ઓફિસેથી ઘરે 15 લાખના 13 હીરા અને લેપટોપ લઈને ગયા હતા.

તેમણે હીરાવાળી બેગ બેડરૂમમાં મૂકી હતી. હવા માટે માટે બેડરૂમની બારી ખુલી રાખી હતી. રાત્રે તસ્કરોએ હીરાવાળી બેગ લઇ ભાગી ગયા હતા. બેગમાંથી ચોરોએ ચેકબુક અને પાસપોર્ટ ઘરની પાસે ફેંકી દીધાં હતા. આ મામલે હાર્દિકે અમરોલી પોલીસ સ્ટેશનમાં 15 લાખ રૂપિયાના હીરા,લેપટોપ અને ફોન મળીને કુલ 15.45 લાખ રૂપિયાની ચોરીની થયાની ફરિયાદ નોંધાવી હતી.
આ મામલે ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે અજય ઉર્ફ બોડો રામુભાઈ વસાવા અને મુકેશ ઉર્ફ પપ્પુ રામ શિરોમણ મોર્યા જે બન્ને અમરોલી માં જ નિવાસ કરી રહેલા હતા તેની ધરપકડ કરી છે. આ ચોરો ને જયારે વધુ તપાસ માટે સામે બેસારવામાં આવ્યા પોલીસ ની સામે ત્યારે ચોરોએ કરેલી કબુલાત કરી તેનાથી પોલીસ અધિકારી પણ ચોંકી ઉઠ્યા હતા.

આરોપીઓએ કહ્યું કે તેમને તો ખબર જ ન હતી કે બેગમાં 15 લાખ રૂપિયાના હીરા છે. તેથી તેઓએ બેગ સવજી કોરાટ બ્રિજ પરથી તાપી નદીમાં ફેકી દીધી હતી બીજા દિવસે અખબાર વાંચીને તેમને ખબર પડી કે બેગમાં 15 લાખ રૂપિયાના હીરા હતા. ચોરો એ ચોરી તો કરી પણ તેને સાચવી શક્ય નહીં આવા સમયે તો ગુજરાતી કેહવતો પણ લાગુ પડતી હોય એવું જણાયું.
આ કેસમાં ઝડપાયેલો 22 વર્ષીય રિઢો ચોર અજય ઉર્ફ બોડો રામુભાઈ વસાવા અગાઉ વર્ષ 2017માં સચિન વિસ્તારમાં એક કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરવાના કેસમાં પણ પકડાઇ ચૂક્યો છે.આરોપીઓએ તાપીમાં જે બેગ ફેંકી દીધી હતી તેમાં 15 લાખના હીરાની સાથે સાથે લેપટોપ પણ હતો.અમરોલી પોલીસે માહિતી મેળવી ને ખોવાયેલી હીરાની બેગ શોધી રહી છે તેમને હાલ તો મળી નોહતી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.