રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે પીએમ મોદી અને પુતિન વચ્ચે થઈ ચોંકાવનારી વાત, જુઓ…

રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે પીએમ મોદી અને પુતિન વચ્ચે થઈ ચોંકાવનારી વાત, જુઓ…

યુદ્ધના કારણે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી છે. 25 મિનિટની વાતચીતમાં પીએમ મોદીએ સૌથી વધુ ભારપૂર્વક કહ્યું કે યુદ્ધમાંથી કોઈ ઉકેલ આવવાનો નથી. પીએમ મોદીના કહેવા પ્રમાણે, જો રશિયાનો નાટો દેશો સાથે વિવાદ છે તો તે પણ વાતચીત દ્વારા જ ઉકેલવો જોઈએ. વાતચીતમાં પીએમ મોદીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીયો અંગે પણ વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે ત્યાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા ભારત સરકાર માટે અત્યંત મહત્વની છે. વાતચીતના અંતે, બંને નેતાઓ સંમત થયા હતા કે દરેક મુદ્દા પર વધુ ચર્ચા કરવામાં આવશે અને રાજદ્વારી ચેનલને મજબૂત કરવા માટે કામ કરવામાં આવશે.

પીએમ મોદીએ ઘટનાક્રમની માહિતી લીધી: રાષ્ટ્રપતિ પુતિને વડા પ્રધાન મોદીને યુક્રેનને લગતી તાજેતરની ઘટનાઓ વિશે માહિતી આપી હતી. વડા પ્રધાને તેમના લાંબા સમયથી ચાલતા વિશ્વાસને પુનરાવર્તિત કર્યો હતો કે રશિયા અને નાટો જૂથ વચ્ચેના મતભેદો માત્ર પ્રામાણિક વાતચીત દ્વારા જ ઉકેલી શકાય છે.

પીએમ મોદીએ યુદ્ધ ખતમ કરવાની અપીલ કરી. વડા પ્રધાને હિંસાનો તાત્કાલિક અંત લાવવા હાકલ કરી હતી અને તમામ પક્ષોને રાજદ્વારી સંવાદના માર્ગ પર પાછા ફરવા માટે નક્કર પ્રયાસો કરવા હાકલ કરી હતી.

પુતિને ભારતીય વિદ્યાર્થીઓના મુદ્દે વાત કરી: વડા પ્રધાને યુક્રેનમાં ભારતીય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓની સુરક્ષા અંગેની ભારતની ચિંતાઓ વિશે પણ રશિયન પ્રમુખને જાણ કરી હતી અને જણાવ્યું હતું કે ભારત તેમના સુરક્ષિત બહાર નીકળવા અને ભારતમાં પાછા ફરવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે.

યૂક્રેન સંકટ પર વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરી છે. પીએમ મોદીએ ભારતીયોને સુરક્ષીત લાવવા પર ભાર મૂક્યો. આ પ્રેસમાં તેમણે કહ્યું કે, યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે હરસંભવ પ્રયાસ કરવામાં આવ્યા છે. પોલેન્ડના માર્ગેથી ભારતીયને પરત લાવવામાં આવશે. ભારતીય દૂતાવાસે ત્રણ એડવાયઝરી જારી કરી છે. તેમણે કહ્યું કે, ત્યાંની સ્થિતિ વધુ ગંભીર છે. દૂતાવાસે હેલ્પલાઈન નંબર પણ જારી કર્યા છે. પોલેન્ડ યૂક્રેન સીમા પર કેમ્પ બનાવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં 4000 ભારતીય નાગરિકો યુક્રેન છોડી ચૂક્યા છે. દિલ્હીમાં MEA કંટ્રોલ રૂમને 980 કોલ્સ અને 850 ઈમેલ મળ્યા છે.તો બીજી તરફ થોડીવારમાં પીએમ મોદી રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરશે.

ભારતમાં પોલેન્ડના રાજદૂત એડમ બુરકાવસ્કીએ માહિતી આપી છે કે, રશિયાની સ્થિતિ ઘણી આક્રમક છે, અમે યુક્રેનની સાથે ઉભા છીએ. તેમણે કહ્યું કે રશિયા આ સમયે વૈશ્વિક શાંતિ માટે મોટો ખતરો બની ગયો છે.

પીએમએ યોજેલી બેઠકમાં યુક્રેનમાંથી ભારતીય નાગરિકોની સુરક્ષિત પરત ફરવાના વૈકલ્પિક માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી. વિદેશ સચિવ હર્ષ વી. શૃંગલાએ બેઠક બાદ જણાવ્યું કે ભારતીય નાગરિકોને પોલેન્ડ થઈને ભારત લાવવામાં આવશે. આ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર પોલેન્ડ, રોમાનિયા, સ્લોવાક રિપબ્લિક અને હંગેરીના વિદેશ મંત્રીઓ સાથે વાતચીત કરશે. ભારત સરકારે યુક્રેનની તમામ યુનિવર્સિટીઓને ભારતીય વિદ્યાર્થીઓ માટે ઑનલાઇન વર્ગો ચલાવવા વિનંતી કરી છે.

શૃંગલાએ કહ્યું કે એક મહિનાથી ત્યાં હાજર તમામ ભારતીયોનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહી હતું જેથી સાચી સંખ્યાની માહિતી મળી શકે. તેના આધારે, અમારી પાસે ત્યાં લગભગ 20,000 નાગરિકોની હાજરીની માહિતી છે.

રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ બાદ ભારતનું ધર્મસંકટ વધી ગયું છે. પીએમ નરેન્દ્ર મોદી આ યુદ્ધ બાદ ઉભી થયેલી નવી પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે એક મોટી બેઠક (CCS) યોજવાના છે. તો બીજી તરફ આજે રાત્રે આ પરિસ્થિતિ અંગે પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાતચીત કરી શકે છે.

PM મોદી CCSની બેઠક કરશે: સૂત્રોના જણાવ્યા અનુસાર, યુપીમાં ચૂંટણી પ્રચારમાંથી પાછા ફર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી રશિયા-યુક્રેન યુદ્ધની સ્થિતિ પર કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની મોટી બેઠક કરશે. આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, ગૃહ મંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ત્રણેય સેનાના પ્રમુખો અને રક્ષા મંત્રાલયના અધિકારીઓ ભાગ લેશે.

રશિયા-યુક્રેનમાં ભીષણ યુદ્ધ શરૂ: તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી ફાટી નીકળેલા સૈન્ય તણાવ પછી, ગુરુવારથી રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થઈ ગયું છે. યુક્રેનનો આરોપ છે કે રશિયન દળોએ તેના જુદા જુદા ભાગો પર એક સાથે હુમલા કર્યા છે. યુક્રેને એવો પણ દાવો કર્યો કે તેણે પણ જવાબી કાર્યવાહી કરી છે જેમા 7 રશિયન ફાઇટર જેટને તોડી પાડ્યા છે અને 2 સૈનિકોને જીવતા પકડી લીધા છે.

નાટો દેશોએ પણ યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી: આ સાથે જ નાટો દેશોએ પણ રશિયાની કાર્યવાહી પર આકરી પ્રતિક્રિયા આપી છે. નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગે માંગ કરી હતી કે રશિયાએ તેની સૈન્ય કાર્યવાહી બંધ કરીને તરત જ યુક્રેનમાંથી તેના સૈન્યને પાછું ખેંચવું જોઈએ. સ્ટોલટેનબર્ગે કહ્યું કે નાટોએ પરિસ્થિતિનો સામનો કરવા માટે ગઠબંધન દેશોમાં 100 ફાઇટર જેટ અને 120 જહાજો તૈનાત કર્યા છે. રશિયા દ્વારા કોઈપણ આક્રમક વર્તનનો સખત જવાબ આપવામાં આવશે. શુક્રવારે નાટો દેશોના નેતાઓ પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે એક મોટી બેઠક યોજવાના છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.