પોલીસે ઘરે આવીને કહ્યું- એક છોકરીનું ખુન થઇ ગયું છે, મામાએ જઇને જોયું તો ભાણી તૃષાનો અડધો હાથ કપાઇને તેના પગ પાસે પડ્યો હતો…

પોલીસે ઘરે આવીને કહ્યું- એક છોકરીનું ખુન થઇ ગયું છે, મામાએ જઇને જોયું તો ભાણી તૃષાનો અડધો હાથ કપાઇને તેના પગ પાસે પડ્યો હતો…

વડોદરા શહેર નજીક મુજાર ગામડી જવાના રસ્તા ઉપર વેરાન જગ્યામાં 19 વર્ષિય તૃષા સોલંકીને 10 જેટલા પાળીયાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાની બનેલી સનસનીખેજ ઘટનાની મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જે અંગે તૃષાના મામા વિરેન્દ્રસિંહ જયદીપસિંહ વિરપુરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમે બંને ભાઇઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે મારી ભાણી તૃષાનો અડધો હાથ કપાઇને તેના પગ પાસે પડ્યો હતો, શરીરમાંથી લોહી વહી ગયું હતું.

મારી ભાણી પોલીસની પરીક્ષાની તૈયારી કરતી હતી
વડોદરાના જામ્બુવા બ્રિજ પાસે આવેલી એ-107, આર્યન રેસિડેન્સીમાં રહેતા અને મૂળ ગોધરા તાલુકાના જીતપુરા ગામના વતની વિરેન્દ્રસિંહ જયદીપસિંહ વિરપુરાએ મકરપુરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હાલ હું જામ્બુવા પાસેની આર્યન રેસિડેન્સીમાં પરિવાર સાથે રહું છું. અને ખાનગી કંપનીમાં ટેક્નિશિયન તરીકે નોકરી કરું છું. મારા કુટુંબમાં મારી પત્ની કોમલબહેન, દીકરો વ્રજરાજ (ઉં.13) છે. અમે ત્રણ ભાઇ-બહેન છે. જેમાં સૌથી મોટા ઉર્વશીબહેન રાજેન્દ્રસિંહ સોલંકી તેમના પરિવાર સાથે ગોધરાના સામલી ગામમાં મંદિરવાળા ફળિયામાં રહે છે. તેમની દીકરી તૃષા (ઉં.19) છે. તે છેલ્લા બે માસથી અભ્યાસ માટે મારા ઘરે રહેતી હતી અને હાલમાં લોકરક્ષક પોલીસની રનીંગ પરિક્ષા પાસે કરેલી હોવાથી તે અંગેની પરીક્ષાની તૈયારી માટે વર્લ્ડ ઇન બોક અલકાપુરી ખાતે જતી હતી. જેનો રોજનો સમય સવારના 11થી રાત્રીના 8 વાગ્યા સુધીનો હતો. તૃષા આ ક્લાસમાં એક્ટિવા લઇને જતી હતી. હું અમારા ત્રણ ભાઇ-બહેનમાં સૌથી નાનો છું. મારાથી વચ્ચેનો ભાઇ છે. જેનું નામ સજ્જનસિંહ છે.

તૃષાનો સંપર્ક ન થતાં પરિવાર ચિંતામાં મુકાયો
તા.22-3-022ના રોજ હું મારા નિત્યક્રમ મુજબ મારી નોકરી ઉપરથી છૂટીને બપોરના આશરે સાડા ત્રણ વાગે ઘરે આવ્યો હતો અને મારા પરિવાર સાથે ઘરે હાજર હતો. દરમિયાન રાત્રિના 9 વાગ્યાનો સમય થયો હતો. પરંતુ, રોજ રાત્રે 8:30 વાગે ઘરે આવી જતી તૃષા રાત્રે 9 વાગે પણ ઘરે આવી ન હતી. આથી તેના મોબાઇલ ફોન ઉપર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, ફોન સ્વિચ ઓફ બતાવતો હતો. પરંતુ, મેં ભાણી તૃષાનો સંપર્ક કરવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો હતો. દરમિયાન રાત્રે 9:15 કલાકે બે પોલીસ જવાન મારા ઘરે આવ્યા હતા અને મને એક્ટિવાનો નંબર જણાવી તેના વાહન માલિક વિષે પૂછપરછ કરી હતી. જેથી મેં જણાવ્યું હતું કે, આ એક્ટિવા મારા બનેવી રાજેન્દ્રસિંહ વિરભદ્રસિંહ સોલંકીના નામે છે. અને આ નંબરની એક્ટીવા મારી ભાણી તૃષા ઉપયોગ કરી રહી છે.

તૃષાનો અડધો હાથ કપાઇને તેના પગ પાસે પડ્યો હતો
ઘરે આવેલા પોલીસ જવાનોને એક્ટિવા અંગેની માહિતી આપ્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે, મુજાર ગામડી જવાના રોડના નાકા પાસે એક્ટિવા પડેલી છે અને ત્યાંથી થોડે દૂર મુજાર ગામડી રોડ ઉપર સોમાભાઇ મહીજીભાઇ પાટણવાડીયાના ખેતરની પાસે એક છોકરીનું ખૂન થઇ ગયું છે. તમે મારી સાથે ચાલો. તેમ કહેતા હું તથા મારો ભાઇ સજ્જનસિંહ પોલીસ સાથે મુજાર ગામડી રોડ ઉપર ગયા હતા. જ્યાં ખેતરમાં જવાના રસ્તાની બાજુમાં મારી ભાણી તૃષાનો જમણો હાથ તિક્ષ્ણ હથિયાર વડે કોણીથી કાપી નાખેલો હતો. જે તેના પગ પાસે નજીકમાં પડ્યો હતો. તેમજ મોંઢા ઉપર જોતાં જમણા ગાલે, જમણા કાનની પાછળના ભાગે, જમણા કાનની બુટ્ટીની બાજુમાં તેમજ બોચીની આગળ-પાછળના ભાગે, ડાબા કાનનની ઉપરના ભાગે, પીઠના ભાગે, ડાબી જમણી બંને બાજુ, ડાબા હાથના કાંડા ઉપર તિક્ષ્ણ હથિયારના નાના-મોટા ઘા મારેલા હતા. અને લોહી વહી ગયું હતું. આમ, મારી ભાણી તૃષાના શરીરે જુદી જુદી જગ્યાએ ગંભીર ઇજાઓ કરી કોઇએ મારી ભાણી તૃષાનું ખૂન કરેલાનું જણાયું હતું.

તૃષાની બચાવો….બચાવો….ની બુમો સંભળાતી હતી
આ વખતે બનાવ બનેલ જગ્યા નજીક રહેતા ગીતાબહેન રણજીતભાઇ પાટણવાડિયા પણ હાજર હતા. તેઓને બનાવ અંગે પૂછતા જણાવેલ કે, આજ રોજ રાત્રીના 7:30થી 8 વાગ્યાના સુમારે હું ઘરે કામ કરતી હતી. તે સમયે અમારા ઘરની સામે ખેતરના છેડા તરફના ગાળાવાંટ તરફથી કોઇ છોકરીની બચાવો….બચાવો….ની બુમો સંભળાતી હતી અને તેની સાથે કોઇ છોકરીને જોરશોરથી ટચકા મારતા હોય તેવો અવાજ સંભળાયો હતો. આ વખતે ઘરની લાઇટો જતી રહેલ હોઇ, હું અવાજ આવતો હતો તે તરફ જઇ શકેલ નહીં. અને આશરે દશ-પંદર મિનિટ પછી લાઇટો આવતા હું અવાજ આવતો હતો તે તરફ જોવા ગયેલ તો એક છોકરીની પડેલી હતી. અને મેં બુમો પાડી બોલાવેલ પણ તેણે કોઇ જવાબ આપેલ નહીં.

108ના ડોક્ટરે તૃષાને મૃત જાહેર કરી
જેથી મેં મારા જમાઇ વિજય પ્રવિણભાઇ ઠાકોરને ફોન કરીને બનાવની જાણ કરતા તેઓએ કોઇને ફોન કરીને વાત કરતા દીપક કનુભાઇ પાટણવાડીયા, તથા સતીષ મફતભાઇ પાટણવાડીયા, તથા બીજા લોકો આવી ગયા હતા. અને સતીષભાઇએ પોલીસ કંટ્રોલ રૂમ તથા 108 એમ્બ્યુલન્સને ફોન કરતા એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડીઓ થોડી વારમાં આવી પહોંચી હતી. અને એમ્બ્યુલન્સના ફરજ પરના ડોક્ટરે છોકરી (તૃષા) ને મરણ જાહેર કરી હતી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275