ગોળીએ દઈ દેવા જોઈએ, ભૂજમાં કિશોરીને પહેલા દારૂ પીવડાવ્યો પછી ચાર નરાધમોએ વારાફરતીએ દુષ્કર્મ આચર્યું…

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સતત દુષ્કર્મ, હત્યા અને છેતરપીંડીની ઘટનાઓ સામે આવતી રહે છે. એવામાં આજે એવી જ એક ઘટના ભુજથી સામે આવી છે. ભુજમાં 19 વર્ષની કિશોરીની અપહરણ કર્યા બાદ તેના પર સામુહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. પોલીસ દ્વારા આ બાબતમાં દુષ્કર્મનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી શરુ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ ગુનામાં ચોથા આરોપીની પણ ધરપકડ કરી લઈ પોલીસે ચારે આરોપીને ભુજની પોક્સો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જજ દ્વારા ગુનાની ગંભીરતાને જોતા ચારે આરોપીના ૧૦ દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહતી અનુસાર ફરીયાદી પક્ષના વકીલ દ્વારા સ્થળ પર મળેલા ગ્લાસ પર આરોપીઓના ફિંગર પ્રિન્ટની તપાસ અને પોલિગ્રાફ ટેસ્ટ દ્વારા વૈજ્ઞાનિક પૂરવા એકત્રિત કરવાની સાથે અનેક બીજા પુરાવા એકઠા કરવા માટે ૧૦ દિવસના રીમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા જરૂર પડે ત્યારે લાઈ ડિટેક્ટર અને નાર્કો ટેસ્ટ સહિતના વૈજ્ઞાનિક પરીક્ષણો માટેની બાબતોને ધ્યાનમાં રાખતા ચારે આરોપીના દસ દિવસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
નોંધનીય છે કે, પોલીસ દ્વારા આ અગાઉ હુસેન અલીમામદ કકલ, રાહુલ અનિલભાઈ સથવારા અને વાલજી ઊર્ફે કિશન પ્રવિણભાઈ વઢિયારાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે એવામાં હવે ચોથા આરોપી મહેશ મહેશ્વરીની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસ દ્વારા આ મામલામાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, ભોગ બનનાર કિશોરીને દેશી દારૂ પીવડાવ્યા બાદ બેભાન કરી રાહુલ સથવારા અને હુસેન કકલે દ્વારા વારાફરતી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સરકારી વકીલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આરોપીઓ વિરુધ્ધ ગેંગ રેપની કલમ લગાવવાની સાથે વધુ કલમોને ઉમ્રેઈ છે.