કર્ફ્યૂ ભંગ બદલ વર-વધૂને પોલીસ સ્ટેશને લઇ જનાર PI આ કારણે થયા સસ્પેન્ડ, જાણો તેની પાછળનું કારણ…

કર્ફ્યૂ ભંગ બદલ વર-વધૂને પોલીસ સ્ટેશને લઇ જનાર PI આ કારણે થયા સસ્પેન્ડ, જાણો તેની પાછળનું કારણ…

થોડા દિવસ પહેલા વલસાડમાં એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં રાત્રી કર્ફ્યૂ દરમિયાન લગ્ન કરીને ઘરે જઈ રહેલા વરરાજા કન્યા અને સંબંધીઓને વલસાડ પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા અને ત્યારબાદ વરરાજા અને કન્યાને જાનૈયા સહિત પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. આ મામલે વિવાદમાં આવેલા પોલીસ સ્ટેશનના PI જાડેજા સામે હવે કાર્યવાહી થઈ છે. સરપંચની ચૂંટણી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વિજય સરઘસમાં મોડીફાય કરેલી ખુલ્લી જીપમાં ડ્રાઇવિંગ સીટ પર બેઠા હોવા મામલે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

કોસંબા ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન સરપંચનો વિજય થયો હોવાના કારણે તેમના સમર્થકો દ્વારા એક રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં ખુલ્લી જીપમાં સરપંચને બેસાડવામાં આવ્યા હતા. વિજય સરઘસની જીપ મોડીફાઇ કરેલી હતી. તેઠો બંદોબસ્તમાં રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજાએ પોતાની ફરજને સાઈડમાં મુકીને વિજય સરઘસમાં લાવવામાં આવેલી જીપમાં બેસીને તેમને પોતાનો રોફ જમાવ્યો હતો. મોડીફાઇ કરેલી જીપમાં પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા ડ્રાઇવિંગ સીટ પર બેઠા હોવાના ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. બસ આજ વીડિયોના કારણે પોલીસ ઇન્સ્પેક્ટરની મુશ્કેલી વધી હતી. આ સમગ્ર મામલો સુરતના રેન્જ IGને ધ્યાનમાં આવતા તેમને સમગ્ર મામલે તપાસનો આદેશ આપ્યો હતો અને તપાસ બાદ તાત્કાલિક અસરથી પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

PI જાડેજાનુ પુરુ નામ વી.એચ. જાડેજા છે અને તેમને જ થોડા દિવસ પહેલા એક વરરાજા અને કન્યાને કરફ્યુ ભંગના ગુના બદલ લગ્નની પહેલી રાત્રે જ પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હતા. આ ઘટના બાદ પોલીસની કામગીરીની ટીકા ચારે તરફ થઈ હતી. તો બીજી તરફ આ બાબતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને તેમને પણ આ ઘટનાને વખોડી હતી.

હર્ષ સંઘવીએ પોલીસની કાર્યવાહીની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, રીઢા ગુનેગાર જેવું વર્તન નહીં ચલાવી લેવાય. આ મામલે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલા લેવાની પણ વાત તેમને મીડિયા સમક્ષ કરી હતી. હવે તે જ પોલીસ સ્ટેશનના PI વિવાદમાં આવતા તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.