યુક્રેનમાં ફસાયેલો દીકરો જલ્દીથી પાછો ઘરે આવે તેની માતાપિતા રાહ જોઈ રહ્યા હતા, પણ દીકરો પાછો આવે તેની પહેલા જ તેના મૃત્યુના સમાચાર સાંભળીને માતાપિતા ધ્રુસકે ધ્રુસકે…

હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે ભારે યુદ્ધ ચાલી રહ્યું છે, તેથી ત્યાંની સ્થિતિ રોજેરોજ ગંભીર બનતી જાય છે, હાલમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ત્યાં ભારત સહિત ગુજરાતના પણ ઘણા બધા વિધાર્થીઓ અને કામ માટે ગયેલા લોકો ફસાઈ ગયા છે, તેથી ત્યાં ફસાયેલા લોકો તેમના વતને પરત આવવા માટે સરકાર પાસે મદદની માંગણી કરી રહ્યા છે, ત્યાં ફસાયેલા ઘણા વિધાર્થીઓ તો તેમના વતને પરત પણ આવી ગયા.
યુક્રેનની સ્થિતિ વધુ ગંભીર બનતા ગઈ કાલના રોજ મંગળવારના દિવસે એક ભારતીય વિધાર્થીનું મૃત્યુ થઇ ગયું હતું, આ વિધાર્થી અભ્યાસ કરવા માટે યુક્રેનમાં ગયો હતો, આ વિધાર્થીનું નામ નવીન શેખરપ્પાના હતું, નવીન શેખરપ્પાએ કર્ણાટકના રહેવાસી હતો, નવીન શેખરપ્પાના મૃત્યુ બાદ આખા કર્ણાટકમાં શોખની લાગણી છવાઈ ગઈ હતી.
નવીન શેખરપ્પાના મૃત્યુ બાદ તેનો આખો પરિવાર ખુબ જ દુઃખી થઇ ગયો હતો અને ભીની આંખે ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો, આ પરિવારના લોકોએ તેમના દીકરાને એમબીબીએસનો અભ્યાસ કરવા માટે યુક્રેન મોકલ્યો હતો,
પરિવારના બધા લોકોએ સપના જોયા હતા કે મારો દીકરો જ઼લ્દીથી જલ્દી ડોક્ટર બની જાય, નવીન શેખરપ્પાના માતા પિતાએ સખત મહેનત કરીને તેમના દીકરાને અભ્યાસ કરવા માટે યુક્રેન મોકલ્યો હતો.
નવીન શેખરપ્પાના પિતાએ તેમના દીકરાના મૃત્યુ પછી જણાવ્યું હતું કે મારા દીકરાને 97 % આવ્યા હતા તો પણ તેને ભારત દેશમાં કોઈ સીટ મળી ન હતી, અહીં સીટ મેળવવા માટે નવીન શેખરપ્પાના પિતાને એક કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડતો હતો, તેથી તેમને તેમના દીકરા નવીન શેખરપ્પા ઓછા ખર્ચે ડોક્ટર બની જાય તે માટે તેને યુક્રેન અભ્યાસ કરવા માટે મોકલ્યો હતો.
યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના કારણે નવીન શેખરપ્પાનું મૃત્યુ થઇ ગયું હતું તો આજે તેના પરિવારના બધા લોકો ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા, નવીન શેખરપ્પાએ કર્ણાટકના હાવેલીમાં રહેતો હતો, તેથી હાલમાં તેનું યુક્રેનમાં મૃત્યુ થઇ ગયું હતું તેથી સરકાર હાલમાં નવીન શેખરપ્પાના મૃતદેહને તેના વતને લાવવાના પ્રયત્નો કરી રહી હતી.