નખરાળો સસરો દીકરાની વહુને કેહતો કે, તું મને નથી ગમતી, મારા દીકરા માટે હું નવી ગોતી લાવીશ, દીકરો રોજ…

નખરાળો સસરો દીકરાની વહુને કેહતો કે, તું મને નથી ગમતી, મારા દીકરા માટે હું નવી ગોતી લાવીશ, દીકરો રોજ…

પતિ પત્ની ના ઝઘડાઓ દિવસેને દિવસે ખૂબ જ વધી રહ્યા છે. રોજ એવા ઘણા કિસ્સાઓ નોંધાઈ છે. જેમા પતિ અને પત્ની વચ્ચે ઉભી થયેલી અણસમજને કારણે તેઓ હિંસાનો સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે. અને એવું કરી બેસે છે કે છેલ્લે પસ્તાવા સિવાય કોઇ વિકલ્પ બાકી રહેતો નથી.

હાલ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં એક એવો કિસ્સો બન્યો છે. દાણીલીમડા વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેને તેનો પતિ તેમજ સાસરીયા વાળા સૌ કોઈ લોકો મારપીટ કરે છે અને માનસિક ત્રાસ પહોંચાડે છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે તેના લગ્ન 2012માં અસમ અલી નામના એક યુવક સાથે થયા હતા..

શરૂઆતમાં તો તેઓનું લગ્નજીવન ખૂબ સારું ચાલતું હતું. આ લગ્નજીવન દરમિયાન તેણે હાલ એક નવ વર્ષનો દીકરો પણ છે. દીકરાનો જન્મ થયા બાદ જ અસમ અલી મહિલા સાથે નાની-નાની વાતોમાં ખૂબ મોટા ઝઘડા કરતો હતો. તેમજ તેના પર હાથ ઉપાડ્યો હતો પોતાની પત્નીને તે એવી રીતે મારપીટ કરતો હતો કે જાણે તે કોઈ દુશ્મનોને મારી રહ્યો હોય..

પત્ની આ બધું સહન કરી રહી હતી કારણ કે તે પોતાનું લગ્નજીવન બરબાદ કરવા માંગતી ન હતી. પરંતુ તેનો પતી અસમ અલી નાની નાની વાતોમાં તેને મારપીટ કરવા લાગતો હતો. જેના કારણે તે ખૂબ જ પરેશાન હતી. આટલું જ નહીં તેના સસરા પણ તેને કહેતા હતા કે, તું મને સહેજ પણ ગમતી નથી…

એટલે હું તને મારા એકના એક દીકરા સાથે રહેવા નહીં દઉં. તારી જિંદગી બરબાદ કરી નાખીશ. અને મારા દીકરા માટે હું બીજી પત્ની લાવીશ. આ પ્રકારના શબ્દો સાંભળતા ની સાથે જ આ મહિલા ભાંગી પડતી હતી. પરંતુ તે આ સૌ કોઈ નો ત્રાસ સહન કરી રહી હતી. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે તેના ઘરની બાજુમાં જ તેની નણંદ અને નણંદોઈ રહે છે.

તે પણ તેના ઘરે આવે છે અને તેના પતિની સાથે સાથે આપીને મારી સાથે બોલાચાલી અને મારપીટ કરવા લાગે છે. નણંદે અવારનવાર મારા ઘર પર આવે છે. અને કહેવા લાગે છે કે, મારા સાળાના ઘરમાં આ મહિલા જોઈએ જ નહીં. આ મહિલાને જલ્દી જ ઘરમાંથી બહાર કાઢો તેને ટૂંક સમયમાં જ આપણે ઘરમાંથી બહાર કાઢીને જ રહીશું.

છેલ્લા આઠ વર્ષથી આ મહિલા આ બધું સહન કરી રહી હતી. છેલ્લા થોડા દિવસમાં અસમ અલીએ ફરી એકવાર આ મહિલા સાથે મારપીટ કરી હતી. અને ઝઘડો કરીને ઘરમાંથી કાઢી મુકી હતી. મહિલા પોતાના દીકરા સાથે પિયર ચાલી ગઇ હતી. પિયરા પણ આ મહિલાને અવારનવાર સમજાવીને પરિવાર સાસરીયા મૂકી જતા હતા…

પરંતુ આ વખતે મહિલાએ પિયરમાં જઈ ને તેના સાસરીયા ના સૌ કોઈ લોકો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રોજ આ પ્રકારના બનાવ બનવા ના કારણે કેટલાય લગ્નજીવનનો ઉજડી જતા હોય છે. પતિ અને પત્ની વચ્ચે ની નાની નાની અણસમજણો ખૂબ મોટો ઝઘડો સાબિત કરે છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275