માતાએ પોતાના જ 10 વર્ષના બાળકને ઝેર આપી દિધુ, માઁ ની મમતા લજવાઈ…

માતાએ પોતાના જ 10 વર્ષના બાળકને ઝેર આપી દિધુ, માઁ ની મમતા લજવાઈ…

કહેવાય છે કે મા તે મા બીજા બધા વગડાના વા. માતા અને પુત્ર નો પ્રેમ અજોડ છે. એક માતા તેના બાળકનું પાલન-પોષણ કરીને તેનો સારી રીતે ઉછેર કરે છે. તેમજ તેની દરેક વાતની સંભાળ રાખે છે.

પરંતુ છેલ્લા બે અઠવાડિયામાં બે ઘટના એવી બની છે. જેનાથી માં ની મમતા લજવાઇ રહી છે. મધ્યપ્રદેશના ગ્વાલિયર માં હમણાં જે ઘટના બની છે તે સાંભળીને તમારા કાન માં ધાક પડી જશે, કે એક માતા પણ પોતાના જ બાળક સાથે આવું કરી શકે ખરા ?

મધ્યપ્રદેશના ગ્વાલિયર માં રાજુ મીર્ઘા અને તેમનો પરિવાર ગુજરાત ચલાવે છે. રાજુ મીર્ઘાનો એક પુત્ર પણ છે. જેનું નામ નિતીન છે. જેની ઉંમર 10 વર્ષની છે. નીતિન તેની માતાએ ખાવાની અંદર ઝેર ભેળવીને ખવડાવી દીધું હતું. ત્યારબાદ ૧૦ વર્ષના પુત્રનું મોત નિપજયું હતું.

આ ઘટના બનતા જ લોકોમાં સરેરાટી મચી ગઇ છે કે માતા એક બાળક સાથે આવું શા માટે કરી શકે? હકીકતમાં રાજુ મીર્ઘાની પહેલી પત્ની ચાર વર્ષ પહેલા એક રોડ એક્સિડન્ટમાં મોતને ભેઠી હતી. ત્યારબાદ પોતાના બાળકને ખ્યાલ રાખવા માટે માટે નવી પત્નીની ખાસ જરૂર હતી. જેથી રાજુએ જુલી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા.

જેથી પોતાનો પરિવાર બંધાયેલો રહે અને સૌ કોઈ રાજી ખુશીથી જીવી શકે. રાજુ ની પહેલી પત્ની સીમાના મૃત્યુ બાદ વીમા કંપની દ્વારા રાજુને 16 લાખ રૂપિયા મળ્યા હતા. જેમાં રાજુએ પોતે બે લાખ રૂપિયા ઉમેરીને પોતાના દસ વર્ષના નાના પુત્ર નિતીન ના નામે ટોટલ ૧૮ લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝીટ બેંકમાં કરી હતી.

આ રકમની લાલચમાં રાજુની બીજી પત્ની જુલી તેના નાના પુત્ર નિતીન ને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જુલીએ પોલીસ પૂછતાછમાં જણાવ્યું કે રાજુએ કોઈ નશીલો પદાર્થ ખાઈ લીધો હશે અથવા તો તેને સાપે ડંખ માર્યો હશે. તેથી તેનું મૃત્યુ થયું છે.

પરંતુ રાજુએ પોલીસને જણાવ્યું કે તેની પત્નીએ તેના જ બાળકને ઝેર આપીને મારી નાખ્યો છે. આ વાત પોલીસને પણ ગળે ઉતરી નહોતી. તેથી તેણે જુલી સાથે વારંવાર પૂછાતાછ જ કરી હતી. ત્યારબાદ જુલીએ કબૂલ્યું હતું કે તેણે જ નિતીન ને જમવાના ભોજનની અંદર ઝેર મિલાવીને ખવડાવી દીધું હતું.

નિતીન ભોજન કર્યા બાદ ચક્કર ખાઈને થાળે પડ્યો હતો. તેમજ તેના મોં માંથી ફીણ નીકળવા માંડ્યા હતા. તેથી તેને હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તે ડોક્ટરે જણાવ્યું હતું કે નિતીન ને ઝેર આપવામાં આવ્યું છે.

તેથી તેનો જીવ બચાવવો ખૂબ જ મુશ્કેલ છે અને બીજા દિવસે સવારમાં તો નીતિને જીવ ગુમાવી દીધો હતો. જમવા ની અંદર મીલાવામાં આવ્યું હતું કે નહીં તે બાબત પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાઈ હતી. પોલીસ જુલીને સજા જરૂર આપશે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275