તોફાનને લઈને ફરી એક વખત ભારતીય હવામાન વિભાગ એલર્ટ આપવામાં આવ્યું…

તોફાનને લઈને ફરી એક વખત ભારતીય હવામાન વિભાગ એલર્ટ આપવામાં આવ્યું…

તોફાનને લઈને ફરી એક વખત ભારતીય હવામાન વિભાગ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તરહિંદ મહાસાગર વિસ્તારમાં માર્ચ મહિના પછી પ્રથમ વખત ચક્રવાતનું સર્જન થાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. જો આ ચક્રવાત વધુ પ્રબળ બનશે તો હવામાન વિભાગ દ્વારા તેનું આસની નામ નક્કી કરવામાં આવ્યું છે. શ્રીલંકા દ્વારા ચક્રવાતના પડતા નામોની સાયકલ પ્રમાણે આ નામ આપવામાં આવ્યું છે. ભારતના હવામાન વિભાગ દ્વારા મળેલ માહિતી પ્રમાણે આ પ્રેશત બંગાળની ખાડીમાં બની રહ્યું છે. પૂર્વોત્તર વિસ્તાર તરફ 19 માર્ચ પછી આગળ વધી શકે છે.

20 માર્ચની આજુબાજુના સમયમાં અંડમાન સુધી આ ચક્રવાત પહોંચી જશે તેવી શક્યતાઓ હાલ જોવાઇ રહી છે. તેમજ આગામી બે દિવસમાં ભારે માત્રામાં વરસાદ થવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારત સિવાય ,બાંગ્લાદેશ તેમજ મ્યાનમારના ઉત્તર બાજુના હિસ્સાને આ ચક્રવાત 22 માર્ચના રોજ સ્પર્શે તેવી શક્યતા છે.21 માર્ચે તે ચક્રવાત બનીને દક્ષિણ ભારતના અનેક રાજ્યો જેમાં તામિલનાડુ, કેરાળા, કર્ણાટક તેમજ પુડૂચેરીમાં આ સમયગાળા દરમિયાન ભારે માત્રામાં વરસાદ પડે તેવી પણ શક્યતાઓ જોવાઇ રહી છે.

નોંધનીય છે કે, બીજી તરફ હવામાન વિભાગે તોફાનની શક્યતાને પગલે એલર્ટ આપતા જણાવ્યું હતું કે, હવાની તિવ્રતા આશરે 70થી લઈને 80 કિલોમીટર પ્રતિકલાક સુધીની હોઇ શકે છે. તેમજ મંગળવારના રોજ અંડમાન નિકોબાર દ્વીપ સમુહમાં ભારે માત્રામાં વરસાદ પડવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન માછીમારોને પણ દરીયો નહી ખેડવા માટે હવામાન વિભાગ દ્વારા સુચના આપવામાં આવી છે.

આ ઉપરાંત અંડમાન નિકોબાર સમુહ માટે હવામાન વિભાગે ખાસ એલર્ટ આપ્યું છે. અહીં 90 કિલોમોટર આસપાસ હવાની સ્પીડ રહેવાની શક્યતા જોવાઇ રહી છે. અને ભારે વરસાદની પણ આગાહી હોવાના કારણે અહીં કોઇ મોટી દુર્ઘટના ન બને તે માટે અત્યારથી જ નાગરિકોને એલર્ટ રહેવા માટે સુચના આપીદેવામાં આવી અપાઇ છે. તમને જણાવી દઈએ કે, આ સમયગાળા દરમીયાન ગુજરાત રાજ્યમાં વાતાવરણ યથાવત્ત રહેશે. ગરમીમાં થોડીઘણી રાહત મળી શકે છે જો કે લું થી સહેજ પણ રાહત મળશે નહી

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275