સગા ભાઈ-ભત્રીજીને મોતને ઘાટ ઉતારનારી યુવતીને મળશે સજા…

સગા ભાઈ-ભત્રીજીને મોતને ઘાટ ઉતારનારી યુવતીને મળશે સજા…

પાટણ કોર્ટમાં સાબિત થયો અપરાધ, 4 એપ્રિલના રોજ સજા સંભળાવાશે
પાટણમાં સગી બહેને ભાઈ-ભત્રીજીને સાઈનાઈડ આપી કરી હતી હત્યા
યુવતી ઘરમાં મોભો મળતો ના હોવાની ખુન્નસ રાખી પરિવારમાં હત્યાકાંડ

સિદ્ધપુરના કલ્યાણા ગામના વતની અને છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં સ્થાયી થયેલા પરિવારની ડોક્ટર દિકરીએ પોતાના જ સગાભાઈ અને ભત્રીજીને ઝેરી દવા આપીને મોતને ઘાટ ઉતારવાની હિચકારી ઘટના બની હતી અને આમાં ખુદ પિતાએ તેમની દિકરી સામે 2019માં હત્યાની ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ અંગે બુધવારના રોજ પાટણની એડિશનલ સેશન્સ કોર્ટમાં કાર્યવાહી ચાલતા બંને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આ કેસમાં આરોપી મહિલા વિરૂદ્ધ હત્યાનો ગુનો સાબિત થઈ ગયો છે અને આગામી 4 એપ્રિલના રોજ આ કેસમાં કોર્ટ આરોપીને સજા સંભળાવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામના વતની અને ધંધા વેપાર માટે અમદાવાદ શહેરમાં સ્થાયી થયેલા નરેન્દ્રભાઈ બબલદાસ પટેલ પોતાના પરિવાર સાથે છેલ્લા 39 વર્ષથી અમદાવાદમાં રહે છે તેમને પરિવારમાં પત્ની, બે દિકરીઓ અને એક દિકરો હતો. જેમાં નરેન્દ્રભાઈ પટેલની દિકરી કિન્નરી પટેલે પોતાના કોઈ અંગત કારણોસર અને ઘરમાં માન મોભો ન મળતો હોવાથી પોતે ગુગલ ઉપર સર્ચ કરી છેલ્લા 6 મહિનાથી પોતાના સગાભાઈ જીગર પટેલને ધતુરાના બીજ પાણીમાં ઉકાળી યેનકેન પ્રકારે ગ્લુકોઝના પાઉડર તેમજ ચામાં ભેળવી પીવડાવી શારીરિક માનસિક તકલીફ આપી સાઈનાઈડનો પાવડર બનાવી કેપ્સુલમાં ભરી પોતાની સામે રાખી ગત તા.05-05-2019ના રોજ પાટણથી સિદ્ધપુરના કલ્યાણ ગામે તેમની કૂળદેવીના દર્શન કરવા જતા હતા તે સમયે કિન્નરી પટેલે ધતુરાના બીજનું પાણી તેમના ભાઈ જીગર પટેલની પાણીની બોટલમાં ભરી અને તે પાણી જીગર પી જતાં કલ્યાણા ગામે તેને ખેંચ આવતા અને માનસિક સંતુલન ગુમાવતા કિન્નરીએ પોતાની પાસે રહેલ ઝેરી સાઈનાઈટની કેપ્સુલની અંદરનો પાવડર તક મળતાં જીગરના મોઢામાં નાંખી દઈ જીગરની ગાડીની ચાવી ગુમ કરી દઈ જીગરને દવાખાને લઈ જવાના સમયે કાઢી હતી ત્યારે જીગરને હોસ્પિટલ લાવતા તે મરણ ગયેલ હતો. સગા ભાઈને ધીમું ઝેર આપી આખરી સમયે મોતને ઘાટ ઉતારનારી બહેન વિરૂદ્ધ તે સમયે ચોતરફે ફીટકાર વરસ્યો હતો અને આ ઓનર કિલીંગની ઘટના બહુચર્ચિત રહી હતી.

નિર્દયી યુવતીએ ભાઈ બાદ માસૂમ ભત્રીજીની પણ કરી હત્યા

આરોપી કિન્નરી પટેલે તા.30-05-2019ના રોજ મૃતક જીગર પટેલની પત્ની ભૂમિબેન પટેલને ધતુરાના બીજનું પાણી ઉકાળી ગ્લુકોઝના પાવડરમાં ભેળવી ભૂમિ પટેલને પીવડાવી માનસિક અને શારીરિક અસ્વસ્થ બનાવી દવાખાને સારવાર માટે મોકલી આપી જીગર પટેલની 14 માસની દિકરી માહી જે ઘોડીયામાં સૂતી હતી તે સમયે કિન્નરીને મોકો મળતા બાળકીના મોઢામાં સાઈનાઈડનો પાવડર નાખતા તેની તબિયાત લથડતા સારવાર દરમિયાન માહીનું પણ મોત નીપજ્યું હતું.

ભારે હૈયે સગા પિતાએ દિકરી વિરૂદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી

આ હત્યાકાંડની જાણ પરિવારના સભ્યોને થતાં કિન્નરી સામે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ખુદ તેના પિતા નરેન્દ્રભાઈ પટેલે ફરિયાદ નોંધાવતા પોલીસે કિન્નરી પટેલને ડબલ મર્ડર કેસમાં ઝડપી પાડી જરૂરી પુરાવા એકઠા કર્યા હતા ત્યારે આ કેસ છેલ્લા ઘણા સમયથી પાટણની એડિશ્નલ સેશન્સ કોર્ટમાં મેજિસ્ટ્રેટ એ.કે.શાહની કોર્ટમાં ચાલી રહ્યો હતો જેમાં કિન્નરીએ કરેલ ડબલ મર્ડરનો કેસ માન્ય રાખ્યો છે અને તેની વિરૂદ્ધ ગુનો પણ સાબિત થયો છે.

છેલ્લા શ્વાસ સુધી કેદની સજા થાય તેવી સરકારી વકીલની માંગ

સરકારી વકીલ એમ.ડી.પંડયાએ આ કેસ ખૂબજ ગંભીર પ્રકારનો હોઈ આરોપી મહિલાને ફાંસી નહીં પણ તે જ્યાં સુધી જીવે એટલે કે તેના જીવનના છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારવામાં આવે તેમજ મૃતક જીગરની પત્ની અને માહીની માતા ભૂમિ પટેલને રૂ.1 કરોડનું વળતર ચૂકવવા માટે ધારદાર દલીલો કરતા કોર્ટ આગામી 4 એપ્રિલના રોજ આરોપીને સજા સંભળાવવા માટે તારીખ આપી હતી.

અમદાવાદના માણેકચોકમાં ઘરેણાં બનાવતા કારીગર પાસેથી સાઈનાઈડ મેળવ્યું હતું

ડલબ મર્ડરની આરોપી કિન્નરી પટેલે પોતાના અંગત કારણોસર અને ઘરમાં માનમોભો ન મળતો હોવાથી પોતે ગુગલ પર સર્ચ કરી છેલ્લા છ એક મહિનાથી પોતાના સગાભાઈ જીગરને ધતુરાના બીજ અલગ અલગ પ્રવાહીમાં પીવડાી શારીરિક માનસિક તકલીફ આપતી હતી તેમજ આરોપી કિન્નરી ડેન્ટીસ્ટ ર્ડાકટર હોઈ અમદાવાદમાં સોના ચાંદીના વેપાર કરતા માણસોનો સહારો લઈ અમદાવાદ ખાતે માણેકચોકમાં ખોટા દાગીના ઉપર ગીલેટનું કામ કરતા કારીગર પાસેથી પોતે ડેન્ટીસ્ટ ડોક્ટર છે અને પોતાને ગ્રાહકોના દાંત ઉપર કેપ લગાવા અને ગીલેટ કરવા માટે કેમિકલ જોઈએ છે તેમ કહી સાઈનાઈટ મેળવી તે સાઈનાઈટનો પાઉડર બનાવી કેપ્સુલમાં ભરી પોતાની પાસે રાખતી હતી અને તક મળતા પોતાના સગા ભાઈ જેના હાથે રક્ષાબંધનમાં રાખડી બાંધતી હતી તેને અને ભાઈની માસૂમ દિકરીને સાઈનાઈટ આપીને હત્યા કરી હતી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.