આ ફોટોમાં દેખાતી જગ્યા પર નક્કી થશે યુક્રેન-રશિયા યુદ્ધનું ભવિષ્ય, જાણો કઈ રીતે???

યુક્રેન રશિયા થોડી જ ક્ષણોમાં બેલારુસમાં વાતચીત કરશે, યુદ્ધ રોકાય તેવી શક્યતા, જાણો કેમ બંને દેશો ઠંડા પડી શકે છે. બંને દેશો એકબીજા સાથે વાતચીત કરવા તૈયાર થયા છે. યુક્રેન રશિયા બંને દેશોના પ્રતિનિધિ મંડળ બેલારુસ વાતચીત કરવા માટે પહોંચી ચૂક્યા છે. થોડી ક્ષણોમાં બંને વચ્ચે મંત્રણાઓ હાથ ધરાશે. પાંચમા દિવસે આ યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે યુક્રેન જણાવ્યું છે કે રશિયા ની હુમલો કરવાની ગતિ ધીમી પડી છે. હેલિકોપ્ટર દ્વારા પ્રતિનિધિઓ બેલારુસ પહોંચ્યા છે. થોડી ક્ષણમાં બેઠક શરૂ થશે. બેલારુસના વિદેશ મંત્રાલયે આ ફોટો શેર કર્યો છે અને કહ્યું છે કે, રશિયા-યુક્રેન વચ્ચેની વાતચીતને લઇને તૈયારીઓ પૂરી થઈ ગઈ છે.
તમામ મુદ્દાઓને લઈને બન્ને દેશો વચ્ચે વાતચીત થઈ શકે છે યુક્રેનમાં ખૂબ જ મોટી તબાહી થઈ છે. જેના કારણે યુક્રેન પણ વાત ચીત કરવા તૈયાર થયું છે. બંને દેશો વચ્ચેનું યુદ્ધ રોકાઈ શકે છે યુક્રેન યુદ્ધ રોકવા માટે રશિયા સાથે પણ વાટાઘાટો થઈ શકે છે. કેમ કે યુરોપ સહીતના અન્ય દેશોએ પણ રશિયાને કહ્યું છે કે યુદ્ધ માત્ર વિકલ્પ નથી વાટાઘાટોથી કામ થઈ શકે છે તેના જ કારણે આ બંને દેશો એકબીજા સાથે વાતચીત થઈ શકે છે પ્રતિનિધિમંડળ પહોંચી ચુકયુ છે જોકે અગાઉ બેલારુસ જવા માટે યુક્રેને ના પાડી હતી પરંતુ ગઈકાલે સાંજે તેઓ તૈયાર થઈ ચૂક્યા હતા.
⚡️🇷🇺🇧🇾🇺🇦In Belarus, everything is ready to host Russia-Ukraine negotiations. Waiting for delegations to arrive pic.twitter.com/WSnPMyChwg
— Belarus MFA 🇧🇾 (@BelarusMFA) February 28, 2022
બીજી બાજુ રશિયાની અંદર રશિયન નાગરિકો પણ યુદ્ધ રોકવાને લઈને વિરોધ કરી રહ્યા છે ત્રણ હજાર જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવી રહી છે ત્યારે રશિયા આ બાબતને પણ ધ્યાન રાખી શકે છે.