પિતાએ હીરા ઘસી અને માતાએ સીલાઈ કામ કરી દીકરીને ભણાવી! દીકરીએ 96.28 % મેળવી આખા સુરતમાં…

આજ રોજ ગુજરાતના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, અને તેમાં સુરતનું 87.52 ટકા પરિણામ જાહેર થયું છે. અને તેમાં પણ મુખ્યત્વે સૌરાષ્ટ્રની તથા સુરતમાં રહેલા એક રત્નકલાકારની એક દીકરીએ સારી એવી સફળતા પ્રાપ્ત કરી છે. અને તેમાં ગોપી વઘાસીયાને 96.28 ટકા સાથે એ-વન ગ્રેડ મેળવ્યો છે ત્યારબાદ તે છોકરીએ જણાવ્યું છે કે કોરોના કાળ દરમ્યાન અમે એક હોશિયાર વિદ્યાર્થીઓ નું ગ્રુપ બનાવ્યું હતું, અને તેમાં અમે લોકો એકબીજાને જે કોઈપણ તકલીફ હોય તે ફોન કરીને ક્લિયર કરતા હતા અને અમે આ જ રીતે સફળતા પણ પ્રાપ્ત કરી છે. તેમાં શિક્ષકો તથા માતા-પિતાનો અમને સંપૂર્ણ સપોર્ટ મળ્યો હતો. ત્યારબાદ તેમના પિતાએ તેમના માટે કાળી મજૂરી કરી છે તેથી આગળના સમયમાં પિતાને ગૌરવ થાય તે જ રીતે તે CA બનીને પિતાનું નામ રોશન કરવા માંગે છે.
ચીમનભાઈ વઘાસીયા જે રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ગુંદાસરી ગામના વતની છે. અને તેમની દીકરી ગોપી ધોરણ 12 કોમર્સમાં હતી અને તેમને એ વન ગ્રેડ પ્રાપ્ત કરીને તેમના પરિવારનું નામ રોશન કર્યું છે. તેમના પિતા ચીમનભાઈ ઘણા બધા વર્ષોથી સુરતમાં એક રત્નકલાકાર એટલે કે હીરા ઘસવાના ધંધા સાથે જોડાયેલા છે. આમ પોતાના પપ્પાની મહેનત ને જોઈને ગોપીએ ધોરણ-12માં ખૂબ જ મહેનત કરી હતી અને તેના લીધે અત્યારે તેનો ખૂબ જ સારું પરિણામ આવ્યું છે.
તદુપરાંત ગોપીના માતા કૈલાસબેન માત્ર ધોરણ સાત ભણેલા છે. અને તેમને તેમના બન્ને સંતાનોને આગળ વધારવા માટે પોતે ઘરે સિલાઈ કામ પણ કરે છે, આમ તેમના પિતા રત્નકલાકાર અને માતા ઘરમાં સિલાઈ કામ કરે છે તેમ પતિની ટૂંકી આવકને કારણે બાળકોના અભ્યાસ માટે તેમની માતા પરિશ્રમ કરી રહ્યા છે.
ગોપીએ કહ્યું હતું કે ધોરણ 11 માં કોરોના નો સમયગાળો હતો અને ત્યારબાદ તે ઓનલાઈન અભ્યાસ કરતી હતી ત્યારબાદ તેની સાથે સાથે તેઓએ હોશિયાર વિદ્યાર્થીઓ નું એક ગ્રુપ બનાવ્યું હતું. તેમાં તેઓ એકબીજાને પ્રશ્નો પૂછતા હતા અને તેનું સોલ્યુશન પણ લાવતા હતા. તેની સાથે સાથે જ તે આઠથી દસ કલાક ઘરે મહેનત કરતી હતી અને વાંચતી હતી.
ગોપીની ઈચ્છા પિતાને કંઇક કરી બતાવવાની હતી. અને તેના લીધે જ તેને બારમામાં ખૂબ જ મહેનત કરી અને તે આગળના સમયમાં એ બંનેને પોતાની ઓફીસ ખોલવા માંગે છે. અને પોતાના પરિવારને મદદરૂપ થવા માંગે છે. તથા પોતાના પિતાનું નામ રોશન કરીને પરિવારનું ગૌરવ વધારવા માંગે છે. આમ તેને કહ્યું હતું કે તેમના પિતાને આજે હું એટલું જ જણાવી હતી તેમને મારા માટે જેટલી પણ મહેનત કરી છે તે બધી જ મહેનત ક્યારેય હું નિષ્ફળ નહીં જવા દઉં અને તેમને ક્યારેય નિરાશ પણ નહીં થવા દઉં.
ગોપીને પોતાના પરિવારનો ખૂબ જ સપોર્ટ મળ્યો, અને ગોપી નો મોટોભાઈ એલએલબી કરે છે. ત્યારબાદ ગોપીને તે પણ ભણવા માટે ખૂબ જ મદદ કરતો હતો, તથા માતા કૈલાસબેન ગોપી ને રાત્રે જ્યારે પણ જરૂર હોય તે વખતે તેમની સાથે જાગીને તેને સપોર્ટ કરતા હતા, અને જ્યારે તેને નાસ્તાની તથા ચા ની જરૂર હોય ત્યારે તે બનાવીને આપતા હતા. મોટોભાઈ ગૌરવ પણ આગળ સારુ ભણ્યો હોવાથી તે ગોપી ને પણ આગળ ભણવા માટે સારી એવી મદદ કરી રહ્યો હતો. આમ ગોપીને તેના ભાઈ તથા તેના પરિવારે ભણવામાં સારો એવો સપોર્ટ કર્યો હતો.