બારમાની વિધિમાં કિશનના ફોટા પર હાર ચઢાવતાં પિતા રડી પડ્યા, ચુસ્ત પોલીસ-બંદોબસ્ત, સસરા…

બારમાની વિધિમાં કિશનના ફોટા પર હાર ચઢાવતાં પિતા રડી પડ્યા, ચુસ્ત પોલીસ-બંદોબસ્ત, સસરા…

ધંધૂકામાં વિવાદાસ્પદ ફેસબુક પોસ્ટ બાદ કિશન ભરવાડની વિધર્મીઓ દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. કિશનના વતન ચચાણામાં આજે તેનું બારમું છે અને સમગ્ર પરિવાર તેમજ સંબંધીઓ શોકમગ્ન છે. કિશનના પિતા આજે તેમના મૃતક દીકરાના માળા ચડેલા ફોટા પાસે ગમગીન થઈને બેઠા છે અને ન્યાયની આશા લગાવી રહ્યા છે.કિશનના સસરા જેસિંગભાઇ વડોદરાથી ધંધૂકાના ચચાણા ખાતે જમાઈની ઉત્તરક્રિયામાં પહોંચ્યા

માલધારી સમાજ બારમાની વિધિમાં હાજર: દિવ્ય ભાસ્કર ડિજિટલ આજે ધંધૂકા નજીક કિશન ભરવાડના વતન ચચાણા પહોંચ્યું છે. ફેસબુક પર વિવાદાસ્પદ પોસ્ટ બાદ કિશનની ધરપકડ થઇ હતી. ત્યાર બાદ જામીન પર છૂટેલા કિશન સાથે સમાધાન થયું હતું. બાદમાં વિધર્મીઓએ તેની ભરબજારમાં ગોળી મારી હત્યા કરી નાખી. કિશનની હત્યાથી તેના પરિવાર સાથે સમગ્ર માલધારી સમાજ અને ગુજરાતમાં શોકની લાગણી છે ત્યારે આજે વતન ચચાણા ખાતે તેનું બારમું રાખવામાં આવ્યું છે. ધંધૂકા-લીંબડી હાઇવે પર આવેલા ચચાણામાં આજે માહોલ ગમગીન છે. કિશનના પિતા શિવાભાઇ અને સંબંધીઓ તેમજ માલધારી સમાજ કિશનના બારમામાં આવી તેના પિતા અને પરિવારને શાંત્વના આપી રહ્યો છે.

ઝડપથી ન્યાયની આશા-પિતા: કિશનના પિતાએ કહ્યું હતું કે મારું તો એટલું જ કહેવું છે કે મારા છોકરાને ન્યાય મળે, પોલીસ ગુંડાતત્ત્વોને પકડી લે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ મારા દીકરાની ધરપકડ થઇ અને જામીન પર છૂટ્યો. ત્યાર બાદ સમાધાન પણ થયું. જો કે તેના થોડા દિવસ બાદ તેની હત્યા કરવામાં આવી. કિશનની દીકરીને જન્મના આજે એક મહિનોને બે દિવસ થયા છે. સરકાર અમને જલદી ન્યાય આપે. સરકાર પર અમને ભરોસો છે.

પિતાએ ભારે હૈયે દીકરાના ફોટાને ફૂલનો હાર ચડાવ્યો: કિશનની હત્યા બાદ પિતા શિવાભાઇ ખૂબ જ દુઃખી છે. જે હાથે દીકરા કિશનને તેમણે લાડ લડાવ્યા એ હાથે આજે તેના બેસણામાં પિતા ભારે હૈયા ફોટા પર ફૂલનો હાર અને માળા ચડાવ્યાં હતાં.

બેસણા બહાર પોલીસ-બંદોબસ્ત: ચચાણા ખાતે કિશનના ઘરે બેસણું હોવાને કારણે તેના ઘર બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અહીં મહિલા પોલીસ પણ હાજર છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.