ખેડુતે પોતાની દીકરીના લગ્નની કંકોત્રીમાં એવુ લખાવ્યું કે સૌના દિલ જીતી લીધા..!!

ખેડુતે પોતાની દીકરીના લગ્નની કંકોત્રીમાં એવુ લખાવ્યું કે સૌના દિલ જીતી લીધા..!!

હાલ ચારે કોર લગ્ન ની સિઝન ચાલી રહી છે ત્યારે લોકો પોતાના લગ્ન ને ખાસ બનાવવા માટે કાંઈક ને કાંઈક નવુ કરતા હોય છે અને આ માટે લાખો કરોડો રુપીયા ખર્ચ કરી નાખતા હોય છે ત્યારે તાજેતર મા અનેક એવા લગ્ન પ્રસંગો જોયા છે જેમા કરોડો રુપીયા નો ખર્યો થયો હોય. અને હાલના સમય મા લગ્ન કંકોત્રીઓ પણ અવનવી આવતી થય છે ત્યારે લોકો કંકોત્રી મા પણ લાખો ખર્ચી નાખે છે ત્યારે હાલ સોસિયલ મીડીયા એક કંકોત્રી ભારે ચર્ચા નો વિષય બની છે.

ત્યારે તાજેતર મા જ એક સુરત ના ચાવડા પરીવારે કંકોત્રીમા કુ રીવાજો ને જાકારો આપવાનુ લખી ને સૌના દિલ જીતી લીધા હતા ત્યારે ફરી એક અન્ય એક કંકોત્રી પણ વાયરલ થય છે જેમા એક પિતા એ પોતાની દિકરીના લગ્ન ની કંકોત્રી મા એવુ લખાવ્યું છે કે લોકો તેના વખાણ કરતા નથી થાકી રહ્યા તેનો આખા શહેર મા અને સોસિયલ મિડીઆ છવાઈ ગયા છે.

જો આ લગ્ન કંકોત્રી ની વાત કરવામા આવે તો મૂળ ઉત્તર પ્રદેશ ના કન્નોજ જીલ્લા ના તાલગ્રામ નામના ગામ એક ખેડૂતે કે જેનુ નામ અવધેશ ચંદ્ર છે તેણે પોતાની દિકરીના લગ્ન પ્રસંગ ની કંકોત્રી મા લખાવ્યું હતુ કે લગ્ન મા દારુ પિવાની સખ્ત મનાઇ છે. અવધેશ નુ માનવુ છે કે આવુ લખાણ લખાવવાથી લોકો મા દારુ પિવાનો અંકુશ લાગશે આ ઉપરાંત તેમનુ માનવુ છે કે ઘણી વખત લગ્ન મા લોકો દારુ પીને પોતાની મર્યાદા ભુલી જતા હોય છે.

ખરેખર આ ખેડુતે જે લખાણ કંકોત્રી મા લખાવ્યું એ સરાહનીય અને વખાણવા લાયક કહી શકાય કેમકે આપણે અનેક વખત જોયુ છે કે લગ્ન મા દારુ પીને કોઈ ને કોઈ બખેડો કરતુ હોય છે. અને સારો પ્રસંગ દુખ ભા પરિણમતો હોય છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.