ધો.10ની વિદ્યાર્થિનીનો આપ’ઘાત કર્યો, બીજી વખત નાપાસ થવાના ડરે પગલું ભર્યા હોવાની પરિવારને આશંકા…

ધો.10ની વિદ્યાર્થિનીનો આપ’ઘાત કર્યો, બીજી વખત નાપાસ થવાના ડરે પગલું ભર્યા હોવાની પરિવારને આશંકા…

રાજકોટના શાપર-વેરાવળમાં રહેતી અને ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પોતાના ઘરે જ ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી છે. બીજી વખત નાપાસ થવાના ડરે આ પગલું ભરી લીધાનો પરિવારે આશંકા વ્યક્ત કરી છે. દીકરીના આપઘાતથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘરે પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાધો
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના શાપરમાં રહેતી 18 વર્ષની નામની છાત્રાએ ઘરે પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહીં દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આ બાબતે હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી.

મૃતક માતા-પિતાને એકની એક દીકરી હતી
પોલીસ તપાસમાં આપઘાત કરનાર માતા-પિતાની એકની એક દીકરી હતી. તેની માતાએ હાલમાં બીજું ઘર કર્યું છે. પરિવારજનોના કહેવા મુજબ અમારી દીકરી ધોરણ-10ની એક્સટર્નલ તરીકે ધ્રોલ કેન્દ્રમાં પરીક્ષા આપવાની હતી. અગાઉ તે ગણિત અને વિજ્ઞાન વિષયમાં નાપાસ થઇ હતી. હવે ફરીથી ગણિતનું પેપર આવી રહ્યું હોય બીજી વખત નાપાસ થશે તેવો ભય લાગતાં આ પગલું ભરી લીધાની શક્યતા છે. હાલ શાપર પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

પરીક્ષા બાબતે કોઈ દિવસ ટેન્શન આપ્યું નથીઃ પાલક પિતા
પાલક પિતાએ જણાવ્યું હતું કે, બનાવમાં એવું છે કે દીકરીએ કંઇ જણાવ્યું નથી, એકવાર 10 ધોરણમાં કોરોનાને કારણે નાપાસ થઈ હતી. હાલ બીજીવાર પરીક્ષા આપવાની હતી. પરીક્ષા નથી આપવી એવી ક્યારેય વાત જ કરી નથી. પરીક્ષા બાબતે અમે કોઇ દિવસ ટેન્શન આપ્યું નથી. અન્ય વિદ્યાર્થીઓને મારી એટલી અપીલ છે કે, માવતરને જાણ કરો, મનની વાત મનમાં ન રાખો.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.