આઠમ ભરવા મુંબઈથી રાપર જતા પરિવારને હળવદ પાસે કાળ ભરખી ગયો, ટ્રેલરે કારને ટક્કર મારતાં ત્રણના મોત, બે ઘાયલ…

આઠમ ભરવા મુંબઈથી રાપર જતા પરિવારને હળવદ પાસે કાળ ભરખી ગયો, ટ્રેલરે કારને ટક્કર મારતાં ત્રણના મોત, બે ઘાયલ…

માં ખોડલ ની આઠમ ભરવા મુંબઈથી રાપર જતા પરિવારને હળવદ પાસે કાળ ભરખી ગયો, ટ્રેલરે કારને ટક્કર મારતાં ત્રણના મોત, બે ઘાયલ પરિવાર વિખેરાયો. હળવદના નવા ધનાળાના પાટિયા નજીક અકસ્માત સર્જાયો જેમાંબે લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આજ રોજ બુધવારે વહેલી સવારે હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટિયા નજીક હાઇવે પર ટ્રેલર ચાલકે કારને અડફેટે લેતા મુંબઈથી કચ્છ જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો છે. આ ગોઝારા અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. દુખની વાત એ છે કે જ્યારે આ અકસ્માતમાં બે લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા

આ અકસ્માતના બનાવ અંગે જાણવા મળતી વધુ વિગતો મુજબ હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટીયા નજીક કચ્છ-અમદાવાદ હાઈવે પર આજે બુધવારે વહેલી સવારે મુંબઈથી કચ્છ જિલ્લાના રાપર તાલુકાના બેસલપર ગામે જઇ રહેલા પરિવારની કારને ટ્રેલર ચાલકે ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતાં. જ્યારે ઋત્વિકભાઈ માણાભાઈ અને વસ્તાભાઈ નારણભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.ઘટનાના પગલે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા

આ અકસ્માતના બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ ત્રણેય મૃતકની લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આપવાની સાથે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા અકસ્માતના સ્થળે દોડી ગયા હતા. હળવદ હાઇવે પર અકસ્માતની ઘટનાના પગલે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા.
2 મહિલાઓ સહિત કુલ 3 લોકોના ઘટના સ્થળે મોત

મુંબઇથી પોતાના માદરે વતન કચ્છના રાપર તાલુકાના દેશલપર ગામે આઠમ ભરવા જઇ રહેલા પટેલ પરિવારના પાંચ પરિવારજનોની ફોર્ચ્યુનર ગાડીને હળવદના ધજાળા ગામના પાટીયા પાસે સર્જાયેલા અકસ્માતની ઘટનામાં 2 મહિલાઓ સહિત કુલ 3 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.

પરિવારજનો હળવદ આવવા નીકળી ગયા. ગાડીના ચાલક સહિત અન્ય બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા ગાડીમાં સવાર કોઇ વ્યક્તિ આ ઘટના કેવી રીતે બની એ જાણી શકાયું નથી. આ ઘટનાની જાણ થતા એમના પરિવારજનો હળવદના દેશલપુર ગામેથી હળવદ આવવા નીકળી ગયા છે. એ લોકો હળવદ પહોંચ્યા પછી જ આખી ઘટના કેવી રીતે બની એની સવિસ્તાર માહિતી મળી શકે. હાલ તો હળવદ પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી જઇ ઇજાગ્રસ્તોને મળી અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે હળવદ પીએસઆઈ મથુકિયાએ જણાવ્યું કે, મૂળ કચ્છના રાપર તાલુકાના વતની કચ્છ જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં વસ્તા નારણભાઇ પટેલને એમનો દિકરો રમેશ વસ્તાભાઇ પટેલ સહિત તેમના પરિવારજનો કચ્છના દેશલપર ગામે મુકવા જતા હતા. ત્યારે હળવદ તાલુકાના ધનાળા ગામ પાસે એમની ફોર્ચ્યુનર ગાડીને ગોઝારો અકસ્માત નડ્યો હતો.

આ અકસ્માતની ઘટનામાં બે મહિલાઓ અને એક પુરુષ સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. તેમજ જે દાદાને મૂકવા પરિવારજનો માદરે વતન જઇ રહ્યાં હતા તે વસ્તાભાઇ નારણભાઇ પટેલનો આ અકસ્માતની ઘટનામાં આબાદ બચાવ થયો હતો. જ્યારે એમના દિકરા રમેશ વસ્તાભાઇ પટેલ અને ગાડીમાં સવાર એમના પરિવારની બે મહિલાઓનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ગાડી ચાલક યુવાન રૂત્વીક પટેલનો પણ આ અકસ્માતની ઘટનામાં આબાદ બચાવ થયો હતો.
આ અંગે હળવદ પીએસઆઇ મથુકિયા સાથે વાત કરતા એમણે જણાવ્યું કે, મૂળ કચ્છના રાપર તાલુકાના ગામના વતની લોકો કચ્છ જતા હતા. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. વસ્તાભાઇ નારણભાઇ પટેલને એમનો દિકરો રમેશભાઇ વસ્તાભાઇ પટેલ સહિતના પરિવારજનો ગામડે કચ્છના દેશલપર ગામે મુકવા જતા હતા. ત્યારે હળવદ તાલુકાના ધનાળા ગામ પાસે એમની ફોર્ચ્યુનર ગાડીને ગોઝારો અકસ્માત સર્જાતા બે મહિલાઓ અને એક પુરુષ સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.

જે દાદાને મૂકવા પરિવારજનો માદરે વતન જઇ રહ્યાં હતા. #વસ્તાભાઇનારણભાઇપટેલ નો જ આ ગોઝારા અકસ્માતની ઘટનામાં આબાદ બચાવ થયો હતો. જ્યારે એમના દિકરા #રમેશભાઇવસ્તાભાઇપટેલ અને ગાડીમાં સવાર એમના પરિવારની બે મહિલાઓનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતુ. જ્યારે ગાડી ચાલક યુવાન #રૂત્વીકભાઇ_પટેલ નો પણ આ અકસ્માતની ઘટનામાં આબાદ બચાવ થયો હતો.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.