બાળકના પિતાએ બાળકોને ટ્યુશન કરાવવા આવતી ટીચર સાથે માણ્યું શરીર સુખ, પછી ટીચરને ગાડીમાં બેસાડીને…

બાળકના પિતાએ બાળકોને ટ્યુશન કરાવવા આવતી ટીચર સાથે માણ્યું શરીર સુખ, પછી ટીચરને ગાડીમાં બેસાડીને…

ટીવી પર આવતા ક્રાઈમ શોના એપિસોડ જોઈને ઘણા લોકોને કંપારી છુટી જાય છે. ત્યારે આજે તમને એક એવી ઘટના વિશે જણાવીએ જે હકીકતમાં બની છે અને તે ક્રાઈમ શોના એપિસોડને પણ ફિક્કી પાડી દે તેવી ભયંકર છે. આ ઘટના બની છે રાજસ્થાનના અલવર જિલ્લાના તતારપુરમાં. અહીંના લોકો હવે કદાચ 16 માર્ચનો દિવસ ક્યારેય ભુલી શકશે નહીં. કારણ કે આ દિવસે એવી ઘટના સામે આવી જે આજે લોકમુખે ચર્ચાનો વિષય છે.

ઘટનાની જાણકારી ત્યારે સામે આવી જ્યારે એક મોટી પ્લાસ્ટિકની થેલીમાંથી યુવતીની લાશ મળી આવી હતી. લાશ મળતા જ પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે તપાસ શરુ કરી. પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થઈ ગયું કે યુવતીને કોઈએ ગળુ દબાવી મારી નાખી છે. ત્યારબાદ પોલીસ માટે પ્રશ્ન હતો કે આ યુવતીની હત્યા કરી કોણે ? આ પ્રશ્નનો જવાબ શોધવા માટે એક ટીમ કામે લાગી ગઈ.

પોલીસે તપાસ શરુ કરી તો જાણવા મળ્યું કે જે યુવતીની લાશ મળી તેનું નામ પ્રિયંકા બહલ છે અને તે દિલ્હીની છે. તે તેના ઘરેથી 14 માર્ચે એમ કહીની નીકળી હતી કે તે બેન્ક જાય છે. પરંતુ ત્યારપછી તે ક્યારેય પાછી ફરી નહીં. પોલીસે આ માહિતીના આધારે સીસીટીવી ફુટેજ શોધી કાઢ્યા. રાજસ્થાનમાં મળેલી લાશના તાર દિલ્હીથી સંકળાયેલા હતા. પોલીસે સીસીટીવીના આધારે રેડ કરી કેટલાક લોકોની ધરપકડ કરી લીધી.

પોલીસ તપાસમાં ત્યારબાદ નામ સામે આવ્યું દિલ્હીના આનંદ વિહારમાં રહેતા કાપડના વેપારી 39 વર્ષના કપિલ ગુપ્તાનું અને તેની 38 વર્ષીય પત્ની સુનૈનાનું. ત્યારબાદ પોલીસે તેમની સાથે તેમના નોકર રાજકિશોર અને સચિન દેવની પણ ધરપકડ કરી. આ લોકોની ધપકડ કરી પુછપરછ કરવામાં આવતા જે સત્ય સામે આવ્યું તે આ મુજબ હતું.

મૃતક પ્રિયંકા કાપડના વેપારી કપિલ ગુપ્તાના ઘરે તેના બાળકને ટ્યુશન કરાવવા જતી હતી. ટ્યુશન કરાવવા આવતી યુવાન ટીચર પ્રત્યે કપિલ ગુપ્તાને આકર્ષણ થઈ ગયું. ઘરે આવતી હોવાથી શરુઆતમાં બંને વચ્ચે મિત્રતા થઈ અને ત્યારબાદ આ સંબંધો આગળ વધવા લાગ્યા. વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે પ્રિયંકા અને કપિલ શરીરસુખ માણવા લાગ્યા હતા. ટ્યુશન માટે ઘરે આવતી ટીચર સાથે કપિલ પોતાની શારીરિક ઈચ્છા સંતોષવા લાગ્યો.

શરુઆતમાં બધું બરાબર ચાલ્યું પરંતુ થોડા સમય પછી પ્રિયંકા કપિલને લગ્ન કરી લેવા કહેવા લાગી. કપિલ તો પ્રિયંકા સાથે માત્ર શારીરિક સુખ માણવા ઈચ્છતો હતો તેને લગ્નમાં રસ ન હતો તેથી તેણે પ્રિયંકાને લગ્ન કરવાની ના કહી દીધી. આ વાતથી ગુસ્સે થઈ પ્રિયંકાએ તેને બ્લેકમેલ કરવાનું શરુ કર્યું અને 50 લાખની માંગ કરી. પ્રિયંકાના બ્લેક મેલિંગથી કંટાળી કપિલે આ બધી જ વાત પોતાની પત્નીને જણાવી દીધી.

ત્યારપછી ઘરમાં ઘડાયો એક ખુની ખેલ ખેલવાનો પ્લાન. પતિ અને પત્નીએ બંને મળી ઘરના નોકરને વિશ્વાસમાં લઈ પ્રિયંકાનું પત્તુ કાપી નાખવા પ્લાનિંગ કર્યું. કપિલે પ્લાન અનુસાર 14 માર્ચે પ્રિયંકાને પોતાના નોકર રાખે બેન્કમાંથી રુપિયા ઉપાડવા માટે મોકલી હતી. નોકર પ્રિયંકાને કારમાં લઈ ગયો અને કારમાં જ તેનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી.

હત્યા બાદ લાશને ઠેકાણે પાડવાના પ્લાનિંગમાં કપિલનો સાથ તેની પત્નીએ આપ્યો. બંને પ્રિયંકાની લાશને કારમાં સંતાળી અને બપોરે 3 કલાકે દિલ્હીથી રાજસ્થાન જવા રવાના થયા. રાજસ્થાનમાં આવી તતાપપુર વિસ્તારમાં અવાવરુ જગ્યા જોઈ તેમણે લાશ ત્યાં ફેકી દીધી અને તેઓ દિલ્હી પરત ફર્યા.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.