ગ્રીષ્મા હ’ત્યાનો કેસ હવે રોજ ચાલશે, ફેનિલને વીડિયો કોન્ફરન્સથી આજે કરાયો કોર્ટમાં…

ગ્રીષ્મા હ’ત્યાનો કેસ હવે રોજ ચાલશે, ફેનિલને વીડિયો કોન્ફરન્સથી આજે કરાયો કોર્ટમાં…

કિર્તેશ પટેલ, સુરત: શહેરના ચકચારી ગ્રિષ્મા વેકરિયા હત્યા કેસના આરોપી ફેનીલ ગોયાણીને આજે સુરત સેશન્સ કોર્ટમાં રજૂ થનાર હતો પણ ગ્રામ્ય કોર્ટથી કેસને સુરત કોર્ટમાં ટ્રાન્સફર કરાયો હોવાથી આરોપી ફેનીલને વીડિયો કોંફરન્સથી કોર્ટમાં રજૂ કરાયો હતો. જેમા આવતીકાલેની તારીખ પડતા ફેનીલ શુક્રવારે કોર્ટમાં રજૂ કરાશે. સુરતના પાસોદ્રામાં યુવતીની હત્યા કેસમાં આરોપી ફેનીલ સામે જલદી કાર્યવાહી થઈ રહી છે.

હાલ આ કેસ સુરત ગ્રામ્ય કોર્ટમાંથી સુરત કોર્ટમાં રીફર કરી દેવાયો છે. ત્યારે ગુરુવાર ફેનીલ વિડીયો કોન્ફરન્સથી કોર્ટમાં હાજર કર્યો હતો. ત્યારે આ કેસ ડે ટુ ડે ચાલે તેવો મૌખિક હુકમ જજ દ્વારા કરવામાં આવ્યો. સરકારી વકીલ દ્વારા 28 દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આવતીકાલે ફેનીલને ફિઝિકલી હાજર કરવામાં આવશે.

જિલ્લાના પાસોદ્રામાં ગ્રિષ્મા વેક્રિયાની કરપીણ હત્યામાં આરોપી ફેનીલે યુવતીને ઘર સામે ચપ્પુનાં ધા ઝીકીને મોત ને ઘાટ ઉતારી દીધી હતી. બનાવના પડઘા રાજ્યમાં પડ્યા હતા ત્યારે આવા આરોપી સામે કડકમાં કડક એટલે ફાંસી સુધીની સજા થાય તેવી લોક માંગણી ઊઠી હતી.

ત્યારે આ કેસમાં એસઆઈટીની રચના બાદ માત્ર 4 દિવસમાં ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઈ હોવાનો દેશમાં પ્રથમ કિસ્સો સાબિત થયો હતો. હાલ તો આ મામલે કોર્ટમાં તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ગણતરીના દિવસોમાં આરોપી ફેનીલને કડકમાં કડક સજા થાય તેવા હાલ એંધાણ વર્તાઈ રહ્યા છે.

સરકારી વકીલ નયનભાઈ સુખડવાલા દ્વારા ચાર જેટલા કેસ એક જ મહિનામાં પૂર્ણ કરીને આરોપીઓને આજીવન કેદ અનેે ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. ત્યારે આ કેસમાં પણ આરોપીનેે એક જ અઠવાડિયામાં કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવે એ પ્રકારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, 12 ફેબ્રુઆરીએ જાહેરમાં ગ્રીષ્માનું ગળું કાપ્યા બાદ આરોપી ફેનિલે દવા પીને આત્મહત્યાની કોશિશ કરી હતી. જોકે, હોસ્પિટલમાં સારવાર લીધા બાદ કામરેજ પોલીસે ફેનિલની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મંજૂર કરાવ્યા હતા. ફેનિલ સામે કામરેજ પોલીસ સ્ટેશનમાં 302 હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં અનેક એવી વિગતો સામે આવી છે જેનાથી હત્યારા ફેનિલ ગોયાણીની માનસિક સ્થિતિ સામે આવી છે. પોલીસને ફેનિલના મોબાઇલની એફએસએલ તપાસમાં અનેક ચોંકાવનારી માહિતી સાંપડી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.