રાજકોટમાં મહિલા કોન્સ્ટેબલના બેભાન થવાની ઘટનાને લઈને આવ્યા અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, જાણો…

રાજકોટમાં મહિલા કોન્સ્ટેબલના બેભાન થવાની ઘટનાને લઈને આવ્યા અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, જાણો…

રાજકોટમાં બે દિવસ પહેલા એક ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવનાર મહિલા કોન્સ્ટેબલ બેભાન અવસ્થા મળી આવી હોવાની ઘટના સામે આવી હતી. ત્યાર બાદ તેને લઈને લોકો દ્વારા અનેક તર્કવિતર્ક લગાવવામાં આવી રહ્યા હતા. એવામાં હવે તેને લઈને મોટી માહિતી સામે આવી છે.

નોંધનીય છે કે, રાજકોટ શહેરના રામનાથપરા રહેનાર અને ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવનાર કોન્સ્ટેબલ રેશાદ સિંજાતના કવાર્ટર માંથી એક મહિલા કોન્સ્ટેબલ બેભાન અવસ્થામાં મળી આવતા હાહાકાર સર્જાયો હતો. ત્યાર આ મહિલા કોન્સ્ટેબલને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ બાબતમાં પોલીસ દ્વારા છેડતીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેની સાથે કોન્સ્ટેબલ રેશાદ સિંજાતને હાલ સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે.

જ્યારે જાણકારી મળી છે કે, આ બેભાન હાલતમાં રહેલી મહિલા કોન્સ્ટેબલ હવે ભાનમાં આવી ગઈ છે અને તેની સાથે પોલીસ દ્વારા પૂછપરછ પણ શરુ કરવામાં આવી છે. પોલીસ દ્વારા મામલતદાર સમક્ષ મહિલા કોન્સ્ટેબલ ભાનમાં આવતા જ તેનું ડીડી લેવામાં આવેલ છે. મહિલા કોન્સ્ટેબલ દ્વારા આ ઘટનાને લઈને જણાવવામાં આવેલ છે કે, કોન્સ્ટેબલ રેશાદ સિંજાત ઘણા સમયથી તેને હેરાન કરી રહ્યો હતો. તેની સાથે જાતીય સતામણી પણ કરતો રહેતો હતો. એવામાં મંગળવારના રોજ તેણે મારું ગળું દબાવી મારી હત્યા કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. જેના લીધે હું બેભાન થઈ ગઈ હતી. ત્યાર બાદ મહિલા કોન્સ્ટેબલને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

તેની સાથે આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લેતા પોલીસ દ્વારા રેશાદ સિંજાત વિરૂદ્ધ IPC ની કલમ 307 હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવાની કાર્યવાહી શરુ કરવા આવી છે. તેની સાથે હાલ રેશાદ સિંજાત વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવેલ છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.