11 વર્ષના બાળકનું સાહસ, યુક્રેનથી એકલો 1000 કિમી દૂર સ્લોવાકિયા પહોંચી ગયો, પોતાની બહાદુરીથી લોકોના દિલ જીતી લીધું…

11 વર્ષના બાળકનું સાહસ, યુક્રેનથી એકલો 1000 કિમી દૂર સ્લોવાકિયા પહોંચી ગયો, પોતાની બહાદુરીથી લોકોના દિલ જીતી લીધું…

રશિયા અને યુક્રેનની તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે 11 વર્ષના બાળકની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. મંગળવારે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો 13મો દિવસ છે. રશિયા યુક્રેનના તમામ મુખ્ય શહેરો કિવ, ખાર્કિવ અને સુમી પર તોપમારો કરી રહ્યું છે. યુક્રેનમાં દરેક જગ્યાએ ફક્ત વિનાશના દૃશ્યો છે ત્યારે રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે 11 વર્ષના યુક્રેનિયન બાળકે અદ્ભુત હિંમત બતાવી છે. આ બાળક યુક્રનથી એકલો 1000 કિમીનો પ્રવાસ કરીને સ્લોવાકિયા પહોંચ્યો હતો. આ સમય દરમિયાન તેની પાસે માત્ર એક બેકપેક, તેની માતાની ચિઠ્ઠી અને એક ટેલિફોન નંબર હતો. 11 વર્ષના છોકરાએ પોતાની બહાદુરીથી લોકોના દિલ જીતી લીધા હશે. પરંતુ તેની સાહસની વાર્તાએ ફરી એકવાર વિશ્વને વિચારવા પર મજબુર કરી દીધું છે કે આ યુદ્ધ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહ્યું છે તે હવે કેટલા નિર્દોષ ચહેરાઓનું સ્મિત છીનવી લેશે અને ક્યાં સુધી આ પરિસ્થિતિઓ ચાલશે?

યુક્રેનથી 11 વર્ષનો બાળક એકલો સ્લોવાકિયા પહોંચ્યો
રસ્તામાં સ્વયંસેવકોએ તેની મદદ કરી
તેની પાસે માત્ર બેગ, માતાની ચિઠ્ઠી અને એક ટેલિફોન નંબર હતો
યુદ્ધની વચ્ચે આ 11 વર્ષના માસૂમે 1000 કિલોમીટરની મુસાફરી એકલા કરી હતી. આ દરમિયાન બાળકની સાથે તેના માતા-પિતાનો સહારો ન હતો. જો કંઈ હતું તો તે જીવંત હોવાની આશા હતી. યુક્રેનને 1000 કિમી દૂર છોડીને આ બાળક સ્લોવાકિયા પહોંચ્યું છે. છોકરાનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ 11 વર્ષનું બાળક દક્ષિણ-પૂર્વ યુક્રેનના ઝાપોરિઝ્ઝ્યાનો રહેવાસી છે. ત્યા યુરોપનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે. જો કે રશિયાએ આ ભાગ પર કબજો કરી લીધો છે. જેના કારણે લોકો શહેર છોડીને ભાગી રહ્યા છે.

એકલા મુસાફરી દરમિયાન આ બાળક પાસે સહારા તરીકે બેગ અને માતાની ચિઠ્ઠી હતી. આ નોટ પર કોઈનો ફોન નંબર પણ લખેલો હતો. આટલુ જ નહી રસ્તામાં આવતા તમામ લોકોએ કોઇને કોઇ રીતે બાળકની મદદ કરી હતી. સ્લોવાકિયાના આંતરિક મંત્રાલયે ફેસબુક પર એક ટિપ્પણી પોસ્ટ કરીને છોકરાની “નિડરતા અને નિશ્ચય”ની પ્રશંસા કરી છે. સ્લોવાકિયા મંત્રાલયે તેના સોશિયલ મીડિયા પર આ બાળકની વાર્તા અને તસ્વીરો શેર કરી છે. મંત્રાલયે તેની પોસ્ટમાં લખ્યું છે કે, ‘ઝાપોરિઝ્ઝ્યાનો 11 વર્ષનો છોકરો યુક્રેનથી સ્લોવેકિયન સરહદ પાર આવ્યો હતો. તેના હાથ પર પ્લાસ્ટિકની થેલી, પાસપોર્ટ અને ફોન નંબર લખેલી એક નોટ હતી. તે એકલો આવ્યો હતો કારણ કે તેના માતા-પિતાને યુક્રેનમાં રહેવાનું હતું. અહીં સ્વયંસેવકોએ તેની સંભાળ લીધી, તેને હૂંફ આપી અને તેને ખાવા-પીવાનું આપ્યું છે. મંત્રાલયે આગળ લખ્યું, ‘બાળકે તેના સ્મિત, નિર્ભયતા અને વાસ્તવિકતામાં કરી બતાવેલ કૃત્યથી બધાના મનને જીતી લીધા છે. બાળકના હાથ પરના નંબર અને કાગળના ટુકડા માટે આભાર તેના મારફતે અહીંના લોકો બાળકના માતાપિતાનો સંપર્ક કરી શક્યા હતા. આ રીતે એક સારી વાર્તાનો અંત આવ્યો.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.