72 વર્ષના વરરાજા ધોડે ચઢી ને, 66 વર્ષની દુલ્હનને પરણવા આવ્યા, ફોટાઓ જોઈને તમે આશ્ચર્ય પામશો…

અત્યારે ગુજરાતની અંદર લગ્નની સિઝન ચાલી રહી છે તેવામાં, સામાન્ય લોકોથી લઈને મોટા સેલિબ્રિટી સુધીના લોકો લગ્ન કરી રહ્યા છે, તેમાં જ્યાં જોઈએ ત્યાં મોટા ફાર્મ હાઉસમાં અને નાના પાર્ટી પ્લોટમાં લગ્નની ઢોલ અને શરણાઈ વાગી રહી છે. મોટાભાગે પાર્ટી પ્લોટ ની અંદર લગ્નની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે. એવામાં અમદાવાદના એક વિસ્તારમાંથી ચોંકાવનારા લગ્ન યોજાયા હતા. આ લગ્ન પ્રસંગ જાણીને તમે ચોંકી જશો.
વાત કરીએ તો અમદાવાદ ની અંદર એક ૭૨ વર્ષના વૃદ્ધે ૬૬ વર્ષની વૃદ્ધા સાથે ધામધૂમથી લગ્ન નું આયોજન કર્યું હતું, તેમજ આ લગ્ન પ્રસંગે જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અમદાવાદ માં રહેતા વિજય ભાઈ ચૌહાણ એ તેના માતા-પિતાની 50 વેડિંગ એનિવર્સરી ઉપર ફરીથી તેના લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તેમાં જ આ અનોખા લગ્ન ધામધૂમથી ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું.
50 વર્ષ પહેલા વિજયભાઈ ચૌહાણના પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમને ખૂબ જ સાદગી ભર્યા લગ્ન કર્યા હતા, તેમજ તેમના પિતા નો વરઘોડો કાઢી શક્યા નહોતા. તેને કારણે દીકરાએ હવે ફરીથી તેના માતા-પિતાના લગ્ન કરાવીને તેમનું સપનું પૂરું કરવાનું વિચાર્યું હતું. તેમણે 72 વર્ષના પિતા ના ૬૬ વર્ષની માતાની સાથે ફરીથી લગ્ન કરાવ્યા હતા.
વિજયભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, માતા-પિતાનો અમે આલ્બમ જોયો એટલે અમને ખ્યાલ આવ્યો હતો કે તે સમયે એવો ખુબજ ધામધુમથી લગ્ન કરી શક્યા નથી, તેને કારણે અમને એવા વિચાર આવ્યો કે, 50 વર્ષ પહેલા ન કરી શક્યા હોય પરંતુ હવે તો કરી શકશે??, જેને અમે આ સમયે લગ્ન પ્રસંગનું આયોજન કર્યું હતું, નક્કી કર્યું હતું કે પપ્પાને સૌથી પહેલાં ઘોડી એ ચઢવિશું. અને પછી ધીમે ધીમે આગળ તૈયારીઓ કરશો.
ખરેખર વાત એમ છે કે, જ્યારે આ વાતની જાણકારી તેનાં મમ્મી-પપ્પાને થઈ, તો તેવામાં શરૂઆત મા તે અચકાતા હતા પરંતુ તેમણે પણ ફરી લગ્ન કરવાનો ઉત્સાહ જાગ્યો હતો અને, તેમણે આધુનિક જમાનામાં આધુનિક રીતે લગ્ન કર્યા હતા. 72 વર્ષના વરરાજાએ શેરવાની પહેરી ને માથે સાફો પણ બાંધ્યો હતો, તેમજ ૬૬ વર્ષના માતા એ દુલ્હન બનીને લાલ કલર નું પાનેતર પહેર્યું હતું, 72 વર્ષના વરરાજા નો વરઘોડો ખુબજ ધામધુમથી કાઢવામાં આવ્યો હતો.
ખાસ વાત તો એ છે કે, આ સુંદર કપલ નું પ્રિ વેડિંગ ફોટોશૂટ પણ કરવામાં આવ્યો હતો, તેમજ આ લગ્ન પ્રસંગ યાદગાર વિધિ સમયે માનવાવાળા વરરાજા ની મોજડી ચોરવા માટે પણ આવ્યા હતા, અને પુત્ર વિજયભાઈએ વરરાજાની એટલે પોતાના પિતા ની મોજડી સંતાડી દીધી હતી, ખાસ વાત તો એ છે કે, આ લગ્ન પ્રસંગની પહેલા સગાઈની વિધિ પણ કરવામાં આવી હતી.
વિજયભાઈ ચૌહાણ ના પત્ની એ જણાવ્યું હતું કે, સાસુ-સસરા ના લગ્નને યાદગાર બનાવવા માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને દરેક વસ્તુનો ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું હતું. તેમજ આ લગ્ન પ્રસંગે તમામ વિદ્યાઓ પણ કરવામાં આવી હતી અને મામેરૂ ભરવામાં આવ્યું હતું, અને મારા સાસુ ના ભાઈ અને ભાણિયા મામેરૂ લઈને આવ્યા હતા.
આ લગ્ન પ્રસંગે ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા ને, હનીમૂન માટે હોટલ ને પણ બુક કરી દેવામાં આવી હતી, જ્યાં નવા પરણેલા દાદી અને દાદા હનીમૂનમાં જશે. આ સમગ્ર વિશ્વ જોઈને લોકો ખૂબ જ ભાવુક બની ગયા હતા. વિજયભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે અમારે મકાન ની લોન ચાલુ છે પણ ભગવાન એટલું આપ્યું છે કે અમે સરખી રીતે હપ્તો સમયસર ભરી શકીએ, તેમજ અમારા માટે પૈસા મહત્વના નથી.