કર્ણાટક હિજાબ વિવાદ મામલે સ્વરા ભાસ્કરે કરેલા ટ્વીટથી લોકો થયા ગુસ્સે…

એ તો જાણતા જ હશો કે કર્ણાટકમાં છેલ્લા બે અઠવાડિયાથી કોલેજોમાં હિજાબ પહેરવાને લઈને હંગામો ચાલી રહ્યો છે.કર્ણાટકમાં નવી યુનિફોર્મ પોલિસી લાગુ કરવામાં આવી છે જે અંતર્ગત કર્ણાટકના ઉડીપી જિલ્લાની એક કોલેજે મુસ્લિમ વિદ્યાર્થીનીઓને કોલેજમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો જે બાદ વિદ્યાર્થીનીઓએ વિરોધ કર્યો હતો.
પરંતુ વિવાદ વધી જતાં હાલમાં આ મામલે કોર્ટનો સહારો લેવામાં આવ્યો હતો જો કે આ મુદ્દે સુનાવણી ચાલી રહી હતી તે સમય દરમિયાન હિજાબ પહેરીને વિરોધ કરી રહેલી વિદ્યાર્થિનીઓ પાસે પહોંચીને કેટલાક લોકોએ ભગવા માળા પહેરાવીને જય શ્રી રામના નારા લગાવવાનું શરૂ કર્યું હતું જેના પર ત્યાં હાજર એક યુવતીએ અલ્લાહ હો અકબર કહીને જવાબ આપ્યો.
જેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો હતો જો કે અત્યાર સુધી આ વિવાદ માત્ર રાજકારણના નેતાઓ સુધી સીમિત હતો પરંતુ હવે બોલીવુડ કલાકારોએ પણ આ વિવાદ મામલે પોતાની પ્રતિક્રિયા આપવાની શરૂઆત કરી છે આ મામલે અત્યાર સુધી જાવેદ અખ્તર રિચા ચઢ્ઢા જેવા કલાકારો એ પ્રતિક્રિયા આપી છે તેમજ કંગના રનૌત અને સોનમ કપૂરે આ મામલે ટ્વીટ કરીને વિવાદ પણ ઉભો કર્યો છે.
એવામાં આ યાદીમાં હવે અભિનેત્રી સ્વરા ભાસ્કરનો પણ સમાવેશ થઈ ગયો છે સ્વરા ભાસ્કર જે હમેશા બોલીવુડમાં વિવાદ સર્જાતાં ટ્વીટ કરવા માટે જાણીતી છે તેને હાલમાં જ હિજાબ મામલે એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટ કરતા સ્વરા ભાસ્કરે લખ્યું કે મહાભારતમાં જબરદસ્તી દ્રૌપદીનું ચીર હરણ કરવામાં આવ્યું હતું અને લોકો માત્ર જોઈ રહ્યા હતા.
જો કે આ ટ્વીટમાં સ્વરા એ કોઈ નામનો ઉલ્લેખ નથી કર્યો પરંતુ લોકોનું માનવું છે જે શાળમાં હિજાબ પહેરીને આવતી યુવતીના હિજબને નીકળવાનો પ્રયત્ન કર્યો હતો તેના પર જ સ્વરા એ આ ટ્વીટ કર્યું છે આ જ કારણ છે કે આ ટ્વીટ જોતા જ લોકોએ તેને ખરી ખોટી સંભળાવી હતી કોઈએ તેના ટ્વીટ પર કૉમેન્ટ કરતા કહ્યું કે તારા મોઢે ધર્મની વાતો સારી નથી લાગતી.
તો કોઈએ પૂછ્યું આ પોસ્ટ કરવાના કેટલા પૈસા મળ્યા છે જણાવી દઈએ કે આ પહેલા સોનમ કપૂરે હિજાબની સરખામણી શિખની પાઘડી સાથે કરતા ટ્વીટ કર્યું હતું કે જો પાઘડી પહેરવી તે મરજીની વાત હોય તો હિજાબ કેમ નહિ મિત્રો આના બારામાં તમારે શું કહેવું છે?