સોખડાનું સ્વામિનારાયણ મંદિર ફરીથી આવ્યું વિવાદમાં, મહિલા સેવિકાઓએ લગાવ્યો ગંભીર આક્ષેપ….

સોખડાનું સ્વામિનારાયણ મંદિર ફરીથી આવ્યું વિવાદમાં, મહિલા સેવિકાઓએ લગાવ્યો ગંભીર આક્ષેપ….

મહિલા સત્સંગીઓનો વીડિયો વાયરલ. અમારી પાસે તમામ પ્રૂફ છે: મહિલા સેવિકા. એક સંતે છોકરો પેદા કર્યો, બીજા સંત મહિલાને લઈને ફરે છે. વડોદરા સ્થિત હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરમાં દિવસે-દિવસે નવી પોલ ખુલી રહી છે. તાજેતરમાં જ એક મહિલાએ મંદિરમાં પહોંચીને કરોડો રૂપિયાની હેરાફેરીનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. જે બાદ આજે સોખડા સ્વામિનારાયણ મંદિરનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં મહિલા સત્સંગીઓએ મંદિરના ટ્રસ્ટી અને સંતો વિરુદ્ધ સનસનીખેજ આક્ષેપ કર્યાં છે.

આ બાબતના વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક શખ્સ ખુરશીમાં બેઠેલો જોઈ શકાય છે. જે મંદિરના ટ્રસ્ટી જયંત દવે હોવાનું કહેવાઈ રહ્યું છે. જેમની સામે મહિલા સત્સંગીઓ ઉગ્ર આક્રોશ સાથે વહીવટદારો વિરુદ્ધ સંગીન આક્ષેપો કરી રહી છે.

એક મહિલા સેવિકા જણાવી રહી છે કે, એક સંતે છોકરો પેદા કર્યો. જ્યારે બીજા સંત જામનગરવાળી મહિલાને લઈને ફરે છે, તો ત્રીજા સંતે 40 કરોડ રૂપિયા ભાવેશ નામના બિલ્ડરને આપ્યા. એક ટ્રસ્ટી પૈસા લઈને બેઠા હોવાથી તેમને કશું જ ના કહેવાય. બીજા એક સેવકે પૈસાનું ખોટુ કર્યું તો કંઈ કહેવાય નહીં અને ઓડિયો-વીડિયો ડિપાર્ટમેન્ટ પર 200 કરોડ રૂપિયા પેલા ટ્રેનવાળાને આપ્યા એને કંઈ ના કહેવાય. આ કંઈ જાતનો ન્યાય છે. અમારી પાસે આ તમામના પ્રુફ છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં મહિલા સેવિકાઓ અવારનવાર ગુણાતિતનું નામ બોલે છે. સોખડાના પ્રબોધ સ્વામી ગુણાતિત તરીકે ઓળખાય છે. વીડિયોમાં ગુણાતિતને મારી નાંખવાની વાત થઈ રહી છે. સોખડાના પ્રબોધ સ્વામી ગુણાતિત તરીકે ઓળખાય છે. મહિલાઓ કહી રહી છે કે, શાસ્ત્રી સ્વામી ધામમાં ગયા તો એક વિકેટ પડી હવે બીજી પણ પડશે.

જણાવી દઈએ કે, યોગી ડિવાઇન સંસ્થાના સ્થાપક હરિપ્રસાદ સ્વામીના અક્ષરવાસી થયા બાદ ઉત્તરાધિકારીની ગાદી માટે સંતો અને હરિભક્તોના બે જૂથ વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી. જેમાં ગાદી આરૂઢ કરવાના કાર્યક્રમમાં પ્રેમ સ્વરૂપદાસ, પ્રબોધ સ્વામીના જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોવાની વાત સામે આવી હતી. પ્રબોધ સ્વામી જૂથના સંતો અને ભક્તોએ પ્રેમ સ્વરૂપદાસ સ્વામીનો વિરોધ કર્યો હોવાની વાત સામે આવી છે. પ્રબોધ સ્વામીને ગાદીપતિ તરીકે નિમણૂક કરવા હરિભક્તોનો હોબાળો કર્યો હતો. આ સાથે જ મહિલાઓએ સોખડા સ્વામિનારાયણ મંદિર રાજકારણનું હબ બની ગયું હોવાનો આક્ષેપ કરી રહી છે.

સંતો દ્વારા સેવકને માર મારવામાં આવ્યો થોડા દિવસો પહેલા જ સોખડા સ્વામિનારાયણ મંદિરમાં સંતો દ્વારા સેવકને માર મારવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં સેવક અનુજ ચૌહાણના પિતા વિરેન્દ્રસિંહ ચૌહાણે વીડિયો મારફતે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, અમારો પરિવાર ભયભીત છે. તમામ પ્રકારની શક્તિઓ સમાધાન માટે મારી પાછળ પડી છે. વડોદરામાં રહેવું સુરક્ષિત નથી લાગ્યું એટલે અજ્ઞાત સ્થળે શિફ્ટ થયા છે. મારા અનુજને માર માર્યા બાદ મંદિરમાં જલેબી પેંડા વહેચવામાં આવ્યા હતા.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *