ગ્રીષ્મા હ’ત્યા પછી સુરત પોલીસે ભર્યું મોટું પગલું, જાણો સુરત પોલીસે એવું તો શું કર્યું…

ગ્રીષ્મા હ’ત્યા પછી સુરત પોલીસે ભર્યું મોટું પગલું, જાણો સુરત પોલીસે એવું તો શું કર્યું…

સુરતની અંદર ગત મહિનાની 12 ફેબ્રુઆરીના રોજ કામરેજ વિસ્તારની અંદર આવેલા પાસોદરા વિસ્તારમાં, ગ્રીસમાં વેકરીયા નામની એક છોકરીની પરિવારના સદસ્યો ની સામે એક નરાધમ દ્વારા કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી, જેના પડઘા આખા ગુજરાતની અંદર સંભળાય ઉઠયા હતા. તેમજ ગ્રીસમાં ની હત્યા કર્યા પછી આરોપીએ પોતાના હાથની નસો કાપી ને પોતાને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ આ ઘટનાની અંદર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડયો હતો.

ત્યારબાદ અત્યારે ડે ટુ ડે કોર્ટની અંદર સુનાવણી હાથ ધરવામાં આવી છે. વાત કરીએ તો અત્યારે આ માસૂમ દીકરીને આરોપીને લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. તેમજ એવી માહિતી સામે આવી હતી કે, અત્યારે કોર્ટની અંદર તમામ સાક્ષીઓની જુબાની લેવામાં આવી રહી છે. તેમાં એક વખત આ નરાધમ દ્વારા જેલમાં રહીને તેની મો બોલી બહેનને ફોન કર્યાની ઘટના પણ સામે આવી હતી.

તેવામાં લોકોની સુરક્ષા બાબતે સુરત પોલીસનો ખૂબ જ સારી કામગીરી સામે આવી છે. લોકજાગૃતિ અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે ખૂબ જ અનોખા પગલાં ભર્યા છે. એવામાં સુરત શહેરની અંદર અલગ અલગ જગ્યા ઉપર અલગ-અલગ હેલ્પલાઇન નંબર દર્શાવતા બેનર લગાવવામાં આવ્યા છે. તેમાં સુરત પોલીસ હર હંમેશ લોકોની સેવા માટે હંમેશા તૈયાર રહે છે. તેમજ કઈ પરિસ્થિતિ ની અંદર કયા હેલ્પલાઇનનો ઉપયોગ કરવો તે તમામ બાબતોની જાણકારી આ બેનર ની અંદર આપવામાં આવી છે.

સુરક્ષાને ધ્યાનમાં લઈને લોકોની અંદર જાગૃતતા ફેલાવવા માટે સુરત પોલીસ દ્વારા શહેરની અંદર અલગ અલગ જગ્યાઓ ની અંદર બેનર લગાવવામાં આવ્યા છે. તેમજ મહિલા પોલીસ સ્ટેશન ૧૮૧ અભયમ્ હેલ્પલાઇનની ટીમ અને, સખી વન સ્ટોપ ના હેલ્પલાઇન નંબરો દ્વારા આ તમામ પ્રકારના બેનર દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત વાત કરીએ તો, શહેરની અંદર અલગ અલગ પ્રકારની હેલ્પલાઇન કયા કયા પ્રકારની મદદ લોકોને મળશે તે પ્રકારની માહિતી પણ આપવામાં આવી છે.

સુરત જિલ્લાની વાત કરીએ તો, ગ્રીસમાં હત્યા કેસ પછી શહેરની અંદર વધી રહેલા હતા અને દુષ્કર્મના બનાવો પછી, પોલીસ એક્શન મૂડ માં જોવા મળી રહ્યું છે, તેવામાં અત્યાર સુધીમાં આવા બેનરો કોઈપણ જગ્યાએ લાગ્યા ન હતા, પરંતુ દિવસે ને દિવસે ક્રાઈમનો રેશિયો વધતા સુરત પોલીસનો ખૂબ જ સારું કામ હેઠળ, અલગ-અલગ પ્રકારના બેનર લગાવવામાં આવ્યા છે.

તેવામાં પોોલીસની સાથે લોકોની અંદર પણ જાગૃતતા વધે અને ગુનાખોરી જેવા કિસ્સાઓ ઘટે તે માટે પોલીસે આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે આ પ્રકારના બનાવ પછી સુરત પોલીસ એક્શનના મોડમાં હોય તેવું દેખાઈ રહ્યું છે, તેમજ સાથે સાથે લોકોની અંદર પણ જાગૃતતા આવે તે માટે નંબર ઉપરાંત પોલીસનો સંપર્ક કરે જેને લઇને ગુનો બનતા અટકી શકે તેવા પ્રકારના પ્રયાસો સુરત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.