સુરત પોલીસે માસુમ હત્યારા કેસમાં 6 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી, હત્યારો ભાગવાની તૈયારીમાં હતો…

સુરત પોલીસે માસુમ હત્યારા કેસમાં 6 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી, હત્યારો ભાગવાની તૈયારીમાં હતો…

સુરતના સચિન વિસ્તારમાં 11 વર્ષના બાળકની હત્યા કેસમાં પોલીસે 6 દિવસ બાદ ચાર્જશીટ રજૂ કરી છે.. સચિન પોલીસે આ કેસમાં ચાર્જશીટ તૈયાર કરવા માટે અલગ અલગ 7 ટીમો કામે લગાડી હતી. ટીમો દ્વારા મેડિકલ અને એફએસએલ, સીસીટીવી સહિતના પુરાવા ભેગા કરવામાં આવ્યા હતા.એસીપી અને પીઆઈના સુપરવિઝન હેઠળ આ કેસની તપાસ હાથ ધરાઇ હતી. જેમાં ટોટલ 257 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસમાં 13 સાક્ષીઓ છે. એક તરફી પ્રેમમાં પાગલ આરોપી શાહબુદ્દીન અજમલમીંયા અન્સારીએ પરણિતાના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યારા શાહબુદ્દીને પોલીસે ઘટનના બીજા દિવસે જ ઝડપી પાડ્યો હતો. મહત્વનું છે કે આરોપી હત્યાને અંજામ આપીને બિહાર ભાગવાની તૈયારીમાં હતો ત્યારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275