17 વર્ષની સગીરા 14 વર્ષના કિશોરને લઈને ભાગી ગઈ પછી…

17 વર્ષની સગીરા 14 વર્ષના કિશોરને લઈને ભાગી ગઈ પછી…

સુરતથી વિચિત્ર બાબત સામે આવી છે. જેમાં પ્રેમની કોઈ સીમા હોતી નથી તે વાત સ્પષ્ટ થઈ ગઈ છે. કેમકે સુરતથી તેવી જ એક ઘટના સામે આવી છે. સુરતમાં ૧૭ વર્ષની સગીરા ૧૪ વર્ષના કિશોરને લઈને ભાગી ગઈ હોવાની ઘટના સામે આવી છે. તેની સાથે તે પણ જાણકારી સામે આવી છે કે, આ બંને થોડા દિવસો ફરી પોતાના ઘરે પરત આવી ગયા છે.

તેમ છતાં આ બંનેના પરત આવ્યા બાદ સગીરા દ્વારા પરિવારજનોને એવી વાત કહેવામાં આવી કે તેના લીધે પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે. સગીરા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અમારા બંને વચ્ચે સંબંધ બંધાયા હતા. તેના લીધે બંને પરિવાર ચિંતામાં આવી ગયો છે. જ્યારે પોલીસ દ્વારા હાલ કિશોરની અટકાયત કરવામાં આવેલ છે. પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, થોડા દિવસ અગાઉ વરાછા વિસ્તારથી ૧૭ વર્ષની સગીરા ગુમ થઈ ગઈ હોવાની ઘટના સામે આવી હતી. તેના કારણે સગીરાના પિતા દ્વારા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

તેમ છતાં થોડા દિવસો બાદ સગીરા જાતે જ ઘરે પાછી આવી ગઈ હતી. ત્યાર બાદ પરિવાર દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી તો તેને જણાવ્યું હતું કે, તે ફૂટપાથ પર રહેનાર એક કિશોર સાથે નાસી ગઈ હતી.ત્યાર બાદ સગીરા દ્વારા પોલીસ સામે આ સમગ્ર ઘટનાને લઈને જણાવવામાં આવ્યું હતું કે, તે ૧૪ વર્ષના કિશોરને લઈને ભાગી હતી. બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા. તેના લીધે સગીરાના માતા-પિતાને ગહેરો આઘાત લાગ્યો છે. આ બાબતમાં સગીરાના પિતા દ્વારા અજાણ્યા કિશોર વિરુદ્ધ અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે પોલીસ દ્વારા તરુણ કિશોરની અટકાયત કરવામાં આવી છે. જ્યારે સગીરાના નિવેદન બાદ હવે તેમાં દુષ્કર્મ અને પોક્સો એકટ હેઠળની કલમો પણ ઉમેરવામાં આવી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.