ગ્રીષ્માના મોટા પપ્પાની હાલત ગંભીર, ફેનીલે પહેલા તેમની પર કર્યો હતો હુમલો, ડોકટરે 7 દિવસ સુધી…

ગ્રીષ્માના મોટા પપ્પાની હાલત ગંભીર, ફેનીલે પહેલા તેમની પર કર્યો હતો હુમલો, ડોકટરે 7 દિવસ સુધી…

સુરતના કામરેજમાં આવેલી પાસોદરા વિસ્તારમાં બનેલી દીકરી સાથેની ઘટનાથી સૌ કોઈ લોકો વાકેફ છે. તેમજ પોલીસે ગઈકાલે નરાધમ ફેનિલ ને લઇ ને આખી ઘટનાનું રી-કનટરક્ષન કર્યું હતું. અને ફેનિલ ને, દીકરી ના નિવાસ્થાને લઈ જવામાં આવ્યો હતો ત્યારે તે ખુંન્સ થી જોઇ રહ્યો હતો. તે સમયે આ નરાધમ ફેનિલ ના ચેહરાની ઉપર થોડો પણ પસ્તાવો જોવા મળ્યો નહોતો. તેવામાં આસપાસના લોકો ફેનીલ ને મેથીપાક આપવાના મૂડમાં હતા.

તે સમયે ફેનીલ ને પોલીસે સક્ત શબ્દ ની અંદર વોર્નિંગ આપી દીધી હતી, તે સમયે આ ફેનીલ દીકરી ગ્રીષ્મમાં ના ઘરની સામે ટાંકી રહ્યો હતો. એ સમયે ઘણી બધી મીડિયા એજન્સીઓ દ્વારા લાઈવ રિપોર્ટિંગ કરી રહ્યા હતા. ત્યારે ફેનીલ ના ચેહરા ઉપર એક પણ વખત પસ્તાવા જેવું જોવા મળ્યું નહોતું. આખી સમગ્ર ઘટના જોઈને નરાધમ ગભરાઈ ગયો હતો. તે જગ્યાએ રોષે ભરાયેલા લોકોના માહોલની વચ્ચે, ફેનીલ ને લઈ જતાં તેને સમજાઈ ગયું હતું કે તેનાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે.

આ સમગ્ર ઘટના દરમ્યાન, નરાધમ ફેનીલની આંખોમાંથી આંસુ આવી ગયા હતા અને તેને રડતા જોઇને પોલીસ અને ત્યાં ઊભેલા સૌ લોકો દંગ રહી ગયા હતા. આ સમગ્ર માહોલ જોઈને નરાધમ ફેનીલ ને ખબર પડી ગઈ હતી કે, આક્રોશમાં આવી ને ખૂબ જ મોટી ભૂલ કરી નાખી છે. ગઈકાલે પોલીસે જ્યારે ફેનીલ ને લઈને, ઘટનાસ્થળ પર ગઈ હતી ત્યારે, નરાધમ ફેનીલ થતો જોવા મળી રહ્યો હતો અને તેના હાથે પાટા મારેલા જોવા મળી રહ્યા હતા.

પાસોદરા વિસ્તારમાં બનેલી દીકરી સાથેની આ ઘટના આખા દેશની અંદર છવાઈ ગઈ છે, આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે પોતાની કડક તપાસ વધુ ઝડપી બનાવી દીધી છે. તેમજ ગઈકાલે ફેનીલ ને સાથે રાખી ને આજે ઘટના ફરીથી રી-કનટરક્ષન કરવામાં આવી હતી. જેની અંદર નરાધમ ફેનીલ એ ઘણા બધા ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા, તેમણે સૌપ્રથમ દીકરીના મોટા પપ્પા ઉપર હુમલો કર્યો હતો.

તમને જણાવી દઈએ કે અત્યારે દીકરીના મોટા પપ્પા ની હાલત ગંભીર હોવાની વિગતો જાણવા મળી રહી છે. નરાધમ હત્યારા એ એના મોટા પપ્પાને ધારદાર હથિયાર થી પેટમાં ઇજા પહોંચાડી હતી. તેમજ અત્યારે ડોક્ટર ઓ એ દીકરીના મોટાપાને સાત દિવસ સુધી પાણી ન આપવા માટે જણાવ્યું છે. એમજ હાલ તો મોટા પપ્પા ની તબિયત ગંભીર હોવાની વિગતો જાણવા મળી રહી છે.

આવા સમાચાર મળતા લોકો ચિંતામાં આવી ગયા છે, નરાધમ ફેનીલ એ તેમના મોટા પપ્પા ને પેટમાં ભારે ઈજા પહોંચાડી હતી, તેવામાં અત્યારે તેના મોટા પપ્પા ની હાલત ગંભીર હોવાની વિગતો સામે આવી છે, તેમણે ધારદાર હથિયાર થી તેના પેટમાં ઇજા પહોંચાડી હતી, જેને કારણે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પછી તે નરાધમે દીકરીના ભાઈ ધ્રુવ વેકરીયા ઉપર પણ હુમલો કર્યો હતો.

દીકરીને આ ઘટનાથી સમાજ ને આખું વેકરીયા પરિવાર તેમજ પાટીદાર સમાજ આખો ધ્રુજી ગયો છે. આ ઘટના બાબતે પાટીદાર સમાજે આવતા અઠવાડિયાની અંદર ભેગા થવાનો નિર્ણય લીધો છે તેમજ, આ ઘટના બની ત્યારે દીકરીના પિતા નંદલાલભાઇ વેકરીયા પણ સોસાયટીની સામે સવાલો ઉઠાવ્યા હતા.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275