શિક્ષિકાએ વિદ્યાર્થીના મોઢે ડૂચા ભરાવીને માર માર્યો, 2 શિક્ષિકાઓ ને કોર્ટે આપી ભયંકર સજા, ઘટના જાણી ગુસ્સો આવશે…

અત્યાર સુધીમાં એવી ઘણી બધી ઘટનાઓ છાશવારે બનતી રહે છે કે, કોઈ વાર શિક્ષક વિદ્યાર્થીઓને ઢોર માર મારતા હોય છે. પરંતુ અમે આ લેખ ની અંદર દરેક શિક્ષક વિશે વાત કરતા નથી, અમુક શિક્ષકો આ પ્રકારની પ્રવૃત્તિઓ કરી ને પોતાની છાપ અલગ પ્રકારે ઊભી કરે છે. શાળાની અંદર વિદ્યાર્થીઓ ઉપર હાથ ઉપાડવા અંગે, આદેશ કર્યા પછી પણ ઘણી સ્કૂલ ની અંદર શિક્ષકો પોતાની ધાક જમાવવા માટે વિદ્યાર્થીઓની સાથે મારપીટ કરતા હોય છે.
આવો જ એક કિસ્સો, અમદાવાદ ની અંદર આવેલા સરખેજ વિસ્તારમાં એક સ્કૂલ ની અંદર બન્યો હતો, જેમાં વિદ્યાર્થીને મારી બંને શિક્ષિકાઓને કોટે આકરામાં આકરી સજા આપી છે. વાત કરીએ તો, વિદ્યાર્થીઓની ઘણી બધી ટેવને સુધારવા માટે શિક્ષિકાઓ દ્વારા તેને આકરામાં આકરી સજા આપવામાં આવી હતી. પરંતુ આ કિસ્સાની અંદર કોર્ટે આરોપી શિક્ષિકાઓ ની સામે જરૂરી સરકારી પગલા ભરવા માટેનો પણ આદેશ આપ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, આ કિસ્સો સરખેજ ની અંદર આવેલી એક સ્કૂલ નો છે. જેની અંદર પાંચ વર્ષના બાળક દ્વારા વારંવાર પાણી પીવાની માંગણી કરતા હતા અને પછી, લઘુશંકા કરવા જવાની શિક્ષકોને રજૂઆત કરતા હતા. તેના કારણે શિક્ષકોએ કંટાળીને આ પ્રકારનું હચમચાવી દેનાર પગલું ભર્યું હતું. બે શિક્ષિકાઓએ ભેગા થઈને, ફૂલ જેવા માસુમ બાળકોને મોઢામાં કાગળનો ડૂચો ભરાવીને તેને ઊંધો લટકાવી ને માર માર્યો હતો.
આ સમગ્ર ઘટના બનતાની સાથે ફરિયાદ થતા, ગ્રામ્ય કોર્ટના જજ દ્વારા આ બંને જુલમી શિક્ષકો સામે લાલ આંખ કરીને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ઘટના એમ છે કે, જ્યારે પોતાના દીકરાને 22 june 2017 ની અંદર સ્કૂલે લેવા માટે ત્યારે શિક્ષિકા તરૂણાબેન મોહનભાઈ પરભાતિયા, અને મોજમાં બહેન ગુલામ હૈદર, ગુલામ રસુલ શેક એના મોઢામાં કાગળ નો ડૂચો ભરાવી ને ઊંધો લટકાવી ને લટકાવીને માર માર્યો હતો.
તેમજ આ બાળકોના વાલીઓએ, માર મારવા પાછળનું કારણ જાણવા માટે શિક્ષિકા તરૂણાબેન નજમાં બહેન ને પૂછ્યું હતું ત્યારે, તેને પણ આવ્યું હતું કે તમારો દીકરો વારંવાર પાણી પીવા અને લઘુશંકા માટે જાય છે, તેના લીધે તેને આકરામાં આકરી સજા કરી છે. પોતાના વાલીએ પોતાના દીકરાની તપાસ કરતા જોયું કે તેના શરીર ઉપર, ચામઠા પડી ગયા હતા. વાલીઓએ પોતાના દીકરાની આવી હાલત જોઈને તેને તાત્કાલિક સારવાર કરાવી હતી અને સરખેજ પોલીસ સ્ટેશનની અંદર બંને શીખવા ની સામે ફરિયાદ નોંધાવી હતી.
ત્યારબાદ સરકારી વકીલ દ્વારા તમામ પુરાવા અને સાક્ષીઓને કોર્ટમાં રજૂ કરીને જણાવ્યું હતું કે, સામાન્ય બાબત ની અંદર શિક્ષિકાઓ દ્વારા પાંચ વર્ષના બાળકને આવી રીતે ક્રૂરતા પૂર્વક માર મારવામાં આવ્યો તે ની સામે સરકારી કાર્યવાહી કરવી જોઈએ. મેડિકલ પુરાવા ની અંદર મારી હોવાનું સાબિત થાય છે.તેમજ આખી ઘટનાની અંદર શિક્ષિકાઓ દ્વારા માર માર્યો હોવાનો સાબિત ગુનો થયો છે. શિક્ષક આવવા ની અંદર રહે અને સમાજમાં દાખલો બેસે તે માટે આ રીતે સજા કરવામાં આવી છે.