અમદાવાદમાં ધો-12ના વિદ્યાર્થીનું ચાલુ પરીક્ષામાં એટેક આવતા મોત

અમદાવાદમાં ધો-12ના વિદ્યાર્થીનું ચાલુ પરીક્ષામાં એટેક આવતા મોત

ગુજરાતમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે, ત્યારે આજે પરીક્ષાના પ્રથમ દિવસે જ ગંભીર ઘટના બની છે. જેમાં અમદાવાદ શહેરમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ એટેક આવ્યો હતો. જે બાદ વિદ્યાર્થીની હાલત ગંભીર જણાતા તેને તાત્કાલીક 108 મારફતે શારદાબેન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યાં વિદ્યાર્થીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જો કે બાદમાં તેનું મોત થયું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારની એસ જી પટેલ સ્કૂલમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં શેખ મોહમ્મદ અમન મોહમ્મદ આરીફ નામનો વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો. આ વિદ્યાર્થીનુ આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ એકાઉન્ટ વિષયના પેપરમાં પરીક્ષા શેઠ સીએલ હિન્દી હાઈસ્કૂલમાં હતી.

પરીક્ષા શરૂ થઈ એ દરમિયાન વિદ્યાર્થીને વૉમિટ થઈ હતી. આમ છતાં વિદ્યાર્થી પરીક્ષા આપવા બેઠો હતો, પરંતુ તેને પરસેવો થવા લાગ્યો હતો. જેથી સ્કૂલના સ્થળ સંચાલક દ્વારા 108ને કોલ કરવામાં આવ્યો હતો. જે બાદ 4:45 વાગે 108 આવી હતી. આ દરમિયાન વિદ્યાર્થીનું બી પી હાઈ હતુ.

108 મારફતે વિદ્યાર્થીને તાત્કાલિક શારદા બહેન હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં પરિવારને જાણ કરતા પરિવાર પણ હોસ્પિટલ પહોંચી ગયો હતો. વિદ્યાર્થીની હાલત નાજુક જણાતાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જો કે આખરે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.