બાપના નામે કલંક, પત્નીના મૃ’ત્યુ બાદ દીકરી પર કર્યો અત્યા’ચાર, બનાવી ગર્ભવતી…

બાપના નામે કલંક, પત્નીના મૃ’ત્યુ બાદ દીકરી પર કર્યો અત્યા’ચાર, બનાવી ગર્ભવતી…

રાજ્યમાં રોજ હચમચાવનારી ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે વડોદરામાં પિતા જ હેવાન બન્યા છે. પિતાએ સગીર પુત્રી પર દુષ્કર્મ આચરીને સંબંધો લજવ્યા છે. પત્નીના મૃત્યુ પછી પુત્રીને વાસનાની શિકાર બનાવી હતી. દીકરી ગર્ભવતી થતા તેને તરછોડી દીધી હતી. આ અંગે હાલ પાણીગેટ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર વડોદરામાં પિતાએ લોહીના સબંધો લજવ્યા છે. માતાના અવસાન બાદ પિતા સાથે રહેતી પુત્રી પિતાની કામવાસનાનો ભોગ બની છે. સગા નરાધમ બાપે 17 વર્ષિય દીકરી પર વારંવાર દુસ્કર્મ આચર્યું હતું અને દીકરીને ગર્ભવતી બનાવી હતી.

દીકરીને 5 મહિનાનો ગર્ભ રહી જતા નરાધમ બાપે દીકરીને ઘરેથી કાઢી મુકી હતી. આ સમગ્ર ઘટના અંગે સગીરાએ માસીના ઘરે જઇ આપવીતી સંભળાવી હતી. જે બાદ કિશોરીની માસીએ સમગ્ર ઘટનાની પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પાણીગેટ પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.