લાલજીભાઈની દીકરીને બોલતી કરીને માઁ મેલડી એ ભક્તને આપ્યો સાક્ષાત્કાર પરચો…

મા મેલડીને ત્યાં ભક્તોની ભીડ કંઈ અમથી નથી લાગતી. અહીં માઈ ભક્તોની મોં માંગી મનોકામના પૂર્ણ થાય છે. આ અમે નથી કહેતા પણ મહેસાણાના વિજાપુર તાલુકાના ખણુસા ગામે આવેલ મંદિરે માતાના દર્શને આવતા માઈ ભક્તો કહે છે.
અહીં ભક્તો પગપાળા આવીને પોતાની માનતા પૂરી કરે છે. રવિવાર, મંગળવારે અને ગુરૂવારે અહીં ખાસ ભીડ જોવા મળે છે. માતાજી પર આસ્થા રાખરનાર ભાવિક ભક્તોની શ્રદ્ધાથી રાખેલી બાધા પૂરી થાય તો તેઓ પગપાળા માડીના દર્શને આવે છે. અહીં લોકો માનતા પૂરી કરવા આવે છે. નિસંતાન દંપતી ની મનોકામના પૂર્ણ કરે છે સંતાન પ્રાપ્તિ નું સુખ આપે છે. અહી આવતા તમામ ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા બાધા રાખે છે આજે અમે મિત્રો એવી સત્ય ધટના બતાવા જઇ રહ્યા છીએ જે વાંચી ને તમે પણ એક વાર જરૂર માતા ના દર્શને જશો.
આપણે ભક્તિ અને તેની શ્રદ્ધાના ઘણા કિસ્સાઓ સાંભળીએ છીએ, પણ ઘણી વાર આ કિસ્સાઓ સાચા પણ પડતા હોય છે. આવી જ એક ઘટના મહેસાણા માં રહેતા લાલજીભાઈ નામના દલિત વ્યક્તિ જોડે બની હતી, જે જોઈ તમને પણ ભક્તિમાં શ્રદ્ધા જશે લાલજીભાઈની વાત કરવામાં આવે તો લાલજીભાઈ એક સાધારણ માણસ હતા. તેમને જિંદગીમાં ઘણી મુશ્કેલીઓ સહન કરી હતી. આ સાથે તેઓ ભક્તિમાં પણ વધારે માનતા હતાં. તેઓ મેલડી માં ના પરમ ભક્ત હતાં.
અહીં હું તમારી સાથે મેલડી માં સાથે સંબંધિત એક ખૂબ જ મહત્વપૂર્ણ અનુભવ શેર કરવા માંગુ છું જે તાજેતરમાં મારી સાથે થયો હતો જે હું તમને જણવું છું. મારી એક દીકરી છે તેનું નામ સોનલ છે. મારા લગ્ન ના 7 વર્ષ પછી મારા ઘરે દીકરી નો જન્મ થયો હતો. અમારી ખુશી નો કોઈ પાર ના હતો. આ બધુ જ મેલડી માં ની કૃપા થી થયું હતું. પરંતુ જેમ જેમ મોટી થતી ગઈ તેમ અમને ખબર પડી કે સોનલ બોલી નથી શકતી. અમે ધણા દવાખાને દેખાડીયું પણ કઈ જ ફરક ના પડ્યો. મારી પત્ની આ વાત ને લઈ ને ખૂબ જ રડતી.
મે મેલડી માં ને માનતા કરી માતાનું મનોમન સ્મરણ કરી ને પ્રાથના કરવા લાગ્યો. મેલડી માં મારી દીકરી ને બોલતી કરી દયો તમારી કૃપા થી મારા ઘરે દીકરી નો જન્મ થયો છે. હું મારી પત્ની સોનલ ને લઈ ને વિજાપુર તાલુકાના ખણુસા ગામે આવેલ મેલડી માં ના મંદિરે દર્શન કરવા ગયા ત્યાં માં ને પગે લાગતાં મારી દીકરી કઈક બોલી હોય એવું લાગ્યું. પછી થોડા ટાઇમ માં ધીમે ધીમે થોડું થોડું બોલવા લાગી. માં ની કૃપા થી આજે મારી દીકરી બોલતી થઈ ગઈ. માં ના આ ચમત્કાર થી હું ખુશ પણ થયો અને રડી પણ પડ્યો માં ની કૃપા અપરંપાર છે. માં મેલડી પોતાના ભકતો ને ક્યારેય દુ:ખી ના જોઈ શકે બધી જ મનોકામના પૂર્ણ કરે.