ગ્રીષ્મા હત્યા કેસ: જાહેરમાં હત્યા કરનાર ફેનિલે ગુનો ન કબૂલ્યો, કહ્યું મેં કઈ કર્યું નથી

ગ્રીષ્મા હત્યા કેસ: જાહેરમાં હત્યા કરનાર ફેનિલે ગુનો ન કબૂલ્યો, કહ્યું મેં કઈ કર્યું નથી

આ કેસ સેશન્સ ટ્રાયેબલ હોવાથી કઠોર કોર્ટમાંથી કેસ કમિટ થઇને સુરતની કોર્ટમાં ટ્રાન્સફર કરાશે. ત્યારબાદ ફેનિલની સામે ચાર્જફ્રેમની કાર્યવાહી કરીને સાક્ષીની જુબાની લેવામાં આવશે. મહત્વનું છે કે ફેનિલની ધરપકડના પાંચ દિવસમાં પોલીસે 2500 પાનાની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરી હતી.

હવે ગ્રીષ્મા હત્યા કેસ (Grishma Murder case)સુરતની ફાસ્ટટ્રેક કોર્ટમાં (Fast track court)ચાલશે. કારણ કે હત્યાના આરોપી ફેનિલે ગુનો કબૂલવાનો ઈનકાર કર્યો છે. કોર્ટ રૂમમાં ગ્રીષ્માના હત્યારા ફેનિલે કહ્યું કે, તેને ગુનો કબુલ નથી. જેને લઇ હવે આ કેસ સુરતની ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે. આરોપી ફેનીલને (Fenil Goyani)સરકારી વકીલ પણ આપવામાં આવ્યો છે. આવતીકાલે ફરી આરોપી ફેનિલને સુરત કોર્ટમાં રજૂ કરાશે.

આ કેસ સેશન્સ ટ્રાયેબલ હોવાથી કઠોર કોર્ટમાંથી કેસ કમિટ થઇને સુરતની કોર્ટમાં ટ્રાન્સફર કરાશે. ત્યારબાદ ફેનિલની સામે ચાર્જફ્રેમની કાર્યવાહી કરીને સાક્ષીની જુબાની લેવામાં આવશે. મહત્વનું છે કે ફેનિલની ધરપકડના પાંચ દિવસમાં પોલીસે 2500 પાનાની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરી હતી. જેમાં 23 પંચનામા કરવામાં આવ્યા છે, 190 સાક્ષીઓ છે, 188 દસ્તાવેજી પુરાવા છે. આ ઉપરાંત ડાયરેક્ટ પુરાવા, ઇજાગ્રસ્ત વ્યક્તિનો પુરાવો, મેડીકલ અને સીસીટીવીનો પુરાવો, વીડિયો ફૂટેજ, ઘટના પહેલાની ઓડિયો ક્લીપ અને ઘટના બાદની ઓડિયો ક્લીપનો પુરાવો રજૂ કરવામાં આવ્યો હતો.

સુરત જિલ્લાના પાસોદરા ગામમાં એક ગ્રીષ્મા નામની યુવતીની હત્યા થઇ હતી. ત્યાર બાદ સુરત જિલ્લા પોલીસ વડા દ્વારા SIT ની રચના કરવાં આવી હતી અને બાદમાં આરોપી ફેનીલ ની કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. બાદમાં રિમાન્ડમાં અનેક પુછપરછ કરવામાં આવી હતી. જેમાં સાક્ષી, પંચનામા, ફેનિલના મોબાઇલમાંથી મળેલા પુરાવા, તેની ઓડિયો ક્લિપનો એફએસએલનો રિપોર્ટ વગેરે સહિતના પુરાવા ભેગા કરાયા હતા.

આ સાથે ડાયરેક્ટ પુરાવા, ઇજાગ્રસ્ત વ્યક્તિનો પુરાવો, મેડીકલ અને સીસીટીવીનો પુરાવો, વીડિયો ફૂટેજ, ઘટના પહેલાની ઓડિયો ક્લીપ અને ઘટના બાદની ઓડિયો ક્લીપનો પુરાવો રજૂ કરવામાં આવ્યો હતો. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ખાતરી આપી હતી કે, વહેલી તકે કેસ પુરો થાય અને ગ્રીષ્માને ન્યાય મળે તેવા પ્રયાસો કરવામાં આવશે.

12 ફેબ્રુઆરીએ જાહેરમાં ગ્રીષ્માનું ગળું કાપ્યા બાદ આરોપી ફેનિલે દવા પીને આત્મહત્યાની કોશિશ કરી હતી. જોકે, હોસ્પિટલમાં સારવાર લીધા બાદ કામરેજ પોલીસે ફેનિલની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મંજૂર કરાવ્યા હતા. ફેનિલ સામે કામરેજ પોલીસ સ્ટેશનમાં 302 હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં અનેક એવી વિગતો સામે આવી છે જેનાથી હત્યારા ફેનિલ ગોયાણીની માનસિક સ્થિતિ સામે આવી છે. પોલીસને ફેનિલના મોબાઇલની એફએસએલ તપાસમાં અનેક ચોંકાવનારી માહિતી સાંપડી છે.

ફેનિલે અનેક વખત કઇ રીતે હત્યા કરવી તે સર્ચ કર્યું હતુ. એટલું જ નહીં, તેણે વેબસાઇટ ઉપર એકે-47 રાઇફલ કેવી રીતે મેળવી શકાય તેની પણ તપાસ કરી હતી. આ સાથે ફેનિલે ગળું કાપીને હત્યા કઇ રીતે કરવી તે પણ સોશિયલ મીડિયામાં જોયું હતુ. હત્યા કરવા માટે ક્રાઇમ પેટ્રોલની અલગ અલગ સિરિઝ પણ જોઇ નાંખી હતી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275